તમારી સ્કિનને માફક આવે તેવી સામગ્રી વાળો કોઈ પણ ફેસપેક તમે ચહેરા પર લગાવી શકો છો. દિવાળી પર પાર્લરમાં ગયા વિના અને મેકઅપ કર્યા વિના પણ ચહેરાની સુંદરતા વધારવી હોય તો અહીં દર્શાવેલા ફેસપેકમાંથી કોઈપણ એક ટ્રાય કરો. આ ફેસ પેક ચહેરા પરની ડેડ સ્કિન અને ડલનેસ દૂર કરીને ચહેરાની સુંદરતા વધારે છે માનવામાં આવે છે.
ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે અને ડેડ સ્કીન દૂર કરે તે માટે બેસ્ટ છે મસૂરની દાળ અને ચંદનનો ફેસપેક. તેના માટે મસૂરની દાળને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે દાળને મિક્સરમાં પીસી લો અને તેમાં ચંદનનો પાવડર અને ટમેટાનો રસ ઉમેરી ફેસપેક તૈયાર કરો. આ ફેસપેકને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો અને 20 મિનિટ સુધી સુકાવા દો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરીને ફેસપેક હટાવો. છેલ્લે ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે મુલતાની માટી અને હળદર પણ બેસ્ટ છે. આ ફેસપેક બનાવવા માટે એક ચમચી મુલતાની માટીનો પાવડર લઇ તેમાં ચપટી હળદર મિક્સ કરો. આ પાવડરમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. તૈયાર કરેલી પેસ્ટ ને ચહેરા પર લગાવો અને 10 મિનિટ સુકાવા દો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો. આ ફેસપેક એવા લોકો માટે બેસ્ટ છે જેમની સ્કિન ઓઇલી હોય. આ ફેસપેક થી ચહેરા પરનું એક્સ્ટ્રા ઓઇલ દૂર થશે. જેના કારણે સ્કીન પર ગ્લો દેખાશે.
ચહેરા પરથી ડેડ સ્કિન દૂર કરી ચહેરા પર ગ્લો વધારે તેવો ત્રીજો ફેસપેક છે જાયફળ અને દૂધનો. આ ફેસપેક એવા લોકો માટે બેસ્ટ છે જેમની સ્કિન ડ્રાય હોય. આ ફેસપેક બનાવવા માટે જાયફળનો બારીક પાવડર કરી લો. જાયફળના પાવડરમાં કાચું દૂધ ઉમેરી એક થી બે મિનિટ રેસ્ટ આપો. ત્યાર પછી તૈયાર કરેલા મિશ્રણને ચહેરા પર અને ગરદન પર સારી રીતે લગાવો. દૂધ સુકાય ત્યાં સુધી રાહ જુઓ અને પછી હળવા હાથે મસાજ કરી ફેસપેકને સાફ કરો. આ ફેસપેકથી ડેડ સ્કિન અને એમ્પ્યોરિટીઝ નીકળી જાય છે અને ચહેરા પર ગ્લો દેખાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)