• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /First Aid: ફટાકડાથી દાઝેલી સ્કિન પર શું લગાવવું ? જાણો દાઝ્યા પછી શું કરવું અને શું નહીં

First Aid: ફટાકડાથી દાઝેલી સ્કિન પર શું લગાવવું ? જાણો દાઝ્યા પછી શું કરવું અને શું નહીં

Firecracker Burn First Aid: ન કરે નારાયણ અને દિવાળી પર ફટાકડા ફોડતી વખતે હાથ, પગ કે કોઈપણ જગ્યાએ દાઝી જવાય તો તુરંત શું કરવું અને શું ન કરવું તેની જાણકારી હોવી પણ જરૂરી છે. ફટાકડાના કારણે થયેલી ઈજામાં પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી ચાલો તમને જણાવીએ.

Written ByKrupa Shah
Published: Nov 05, 2026, 11:07 AM IST|Updated: Nov 05, 2026, 11:10 AM IST
joinshare
First Aid: ફટાકડાથી દાઝેલી સ્કિન પર શું લગાવવું ? જાણો દાઝ્યા પછી શું કરવું અને શું નહીં

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Golden Glow Face Pack: દિવાળીમાં ચહેરા પર દેખાશે સોના જેવી ચમક, ટ્રાય કરો ઘરની વસ્તુઓથી બનાવેલો ફેસપેક

Golden Glow Face Pack: દિવાળીમાં ચહેરા પર દેખાશે સોના જેવી ચમક, ટ્રાય કરો ઘરની વસ્તુઓથી બનાવેલો ફેસપેક

2

First Aid: ફટાકડાથી દાઝેલી સ્કિન પર શું લગાવવું ? જાણો દાઝ્યા પછી શું કરવું અને શું નહીં

3

અમદાવાદમાં પાર્કિંગ હવે થશે મોંઘુ! ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના નવા દરો મંજૂર, જાણો કેટલો ચૂકવવો પડશે ચાર્જ

4

Ramayana Review: દમદાર છે રામાયણ ફિલ્મ, રૂંવાડા ઊભા કરી દેશે જટાયુ-રાવણ યુદ્ધ સીન લોકોએ આપ્યું રિએકશન

5

ગુજરાત સરકારે જાહેર કર્યું વર્ષ 2027ની જાહેર રજાઓનું કેલેન્ડર; જાણો સરકારના કર્મચારીઓ અને બેંકની રજાઓનું લિસ્ટ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Firecracker Burn First Aid: દિવાળીના તહેવાર પર નાના મોટા સૌ કોઈ ફટાકડા ફોડે છે. ફટાકડા ફોડતી વખતે ઘણી વખત દાઝી જવા જેવી દુર્ઘટના પણ બની જતી હોય છે. ફટાકડા ફોડતા બાળકોનું ધ્યાન માતાપિતા રાખતા હોય છે. તેમ છતાં ઘણી વખત દુર્ઘટના બની જાય છે. ઘણી વખત રસ્તા પર ફૂટતા ફટાકડાના કારણે પણ દાઝી જવા જેવી ઘટના બને છે. દિવાળી દરમિયાન આવી કોઈ દુર્ઘટના સર્જાય તો પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેની જાણકારી હોવી જરૂરી છે.

આ પણ વાંચો: Diwali 2026: દિવાળીની રજાઓમાં ભીડ અને ટ્રાફિક ન હોય તેવી ફરવાની જગ્યા શોધી રહ્યા છો ? તો આ 3 જગ્યાઓ તમારા માટે છે બેસ્ટ

ફટાકડા ના કારણે કોઈપણ વ્યક્તિ દાઝી જાય તો ઘણા લોકો એવા ઘરેલુ ઉપાય અજમાવે છે જેના કારણે વ્યક્તિની તકલીફ વધી જાય અને જીવનભર માટેના ડાઘ પણ રહી જાય છે. એટલા માટે જ એ જાણવું જરૂરી છે કે ફટાકડાના કારણે જો દાઝી જવા જેવી ઘટના બને તો બળતરા અને ફોડલાથી બચવા માટે શું કરવું જોઈએ અને કઈ ભૂલો કરવાનું ટાળવું જોઈએ. તો ચાલો સૌથી પહેલા જાણીએ કે કઈ ભૂલો ન કરવી.

ફટાકડાથી દાઝી ગયા પછી આ ભૂલો ન કરો

1. ઘણા લોકો દાઝી ગયા હોય તે જગ્યા પર ટૂથપેસ્ટ લગાડવાની સલાહ આપતા હોય છે. પરંતુ આવી ભૂલ ક્યારેય કરવી નહીં કારણ કે ટુથપેસ્ટમાં અલગ અલગ પ્રકારના કેમિકલ હોય છે જો તમે બળેલી સ્કીન પર ટૂથપેસ્ટ લગાડો તો તેના કારણે તકલીફ વધી જાય છે. તેથી દાઝ્યા પર ક્યારેય ટૂથપેસ્ટ લગાડવી નહીં.

આ પણ વાંચો: Rangoli Sticker: ગયા વર્ષે લગાવેલા રંગોળી સહિતના સ્ટિકર કાઢવાનો સરળ ઉપાય, ટાઈલ્સ પરથી ગ્લુના ડાઘ પણ નીકળી જશે

2. ઘણા લોકો દાઝી ગયા હોય તે ભાગ પર માખણ કે ઘી લગાડી દેતા હોય છે પરંતુ આમ કરવું પણ નુકસાનકારક છે. ઘા ઉપર ઘી કે માખણ જેવી ચીકણી વસ્તુ લગાડી દેવાથી ઘાની સફાઈ બરાબર થતી નથી અને તેના નિશાન પણ રહી જાય છે.

3. ઘણા લોકો દાઝી ગયા હોય તો જગ્યા પર લોટ લગાડવાની સલાહ આપે છે પરંતુ જે જગ્યાએ ઈજા થઈ હોય તે જગ્યા પર લોટ લગાડી દેવાથી ઇન્ફેક્શન થવાનું જોખમ વધે છે.

4. દાઝી ગયા હોય તે જગ્યા પર ચંદન કે હળદર જેવી વસ્તુ લગાડવાનું પણ ટાળવું જોઈએ. ડોક્ટરના જણાવ્યા અનુસાર દાઝ્યા હોય ત્યારે કોઈપણ પ્રકારના ઘરેલુ નુસખા અજમાવવાને બદલે યોગ્ય પ્રાથમિક સારવાર આપવી.

આ પણ વાંચો: Lifehacks: લીલું મરચું તીખું લાગી જાય તો પાણી ન પીવો, આ વસ્તુ ખાવી, બળતરાથી તુરંત રાહત થશે

ફટાકડાથી દાઝેલાની પ્રાથમિક સારવાર

ફટાકડાના કારણે દાઝી ગયા હોય તો દાઝેલા ભાગ પર નળનું પાણી પાંચ થી દસ મિનિટ સુધી રેડો. ત્યાર પછી દાઝેલા ભાગ અને આસપાસ કપડાં કે ઘડિયાળ, બંગડી જેવી વસ્તુઓ હોય તો તેને ધીરે ધીરે ઉતારો. ત્યાર પછી ઘાને સાફ કરો. સાફ કર્યા પછી ઘા પર સુતરાઉ કપડું ઢાંકી રાખો જેથી કચરો દાઝેલી સ્કિન પર ન ચોંટે. ત્યાર પછી ડોક્ટર પાસે જઈને ડ્રેસિંગ કરાવી દવા લેવી.

ફટાકડા ફોડતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું ?

દિવાળીનો ઉત્સાહ ઓછો ન થાય અને દાઝવા જેવી દુર્ઘટના ન બને તે માટે સાવધાની રાખવી. બાળકો ફટાકડા ફોડતા હોય તો માતા-પિતાએ તેમની સાથે રહેવું. ફટાકડા હાથમાં ફોડવાની ભૂલ કરવી નહીં. ફટાકડા ફોડતી વખતે જોખમી સ્ટંટ કરવાનું ટાળવું. ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કપડાં પહેરવા.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

Add Zee News as a Preferred Source
TAGS:
Health News