દિવાળીની રજામાં જો તમે કોઈ નવી અને એવી જગ્યાએ ફરવા ઈચ્છો છો જ્યાં ભીડ ઓછી હોય, ટ્રાફિક જામ ન થતા હોય તો આ વર્ષે આ 3 માંથી કોઈ એક જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવો. આ જગ્યાઓ વિશે ઓછા લોકો જાણે છે જેના કારણે આ સ્વર્ગ જેવી સુંદર જગ્યાએ તમને લોકોની ભીડ અને વધારે પડતો ટ્રાફિક નહીં નડે.
ઉત્તરાખંડની ફેમસ થયેલી જગ્યાઓને છોડી ચોપતા ફરવા જવું જોઈએ. ચોપતા ઉત્તરાખંડની સુંદર જગ્યા છે. અહીં દેવદારના સુંદર જંગલ આવેલા છે, ચારેતરફ હરિયાળીથી ઘેરાયેલા રસ્તા અને સુંદર પર્વતીય નજારા અહીં જોવા મળે છે. ચોપતામાં તમે શાંતિથી કુદરતી નજારા જોતાં જોતા સમય પસાર કરવાની સાથે ટ્રેકિંગ પણ કરી શકો છો. અહીં તુંગનાથ મંદિર પણ આવેલું છે. ખાસ વાત એ છે ચોપતા ફરવા માટે નવેમ્બરનો મહિનો બેસ્ટ ટાઈમ છે.
ઉત્તરાખંડની જ બીજી ઓફબીટ જગ્યા છે ધનોલ્ટી. ધનોલ્ટીમાં પણ લોકોની ભીડ જોવા નહીં મળે. આ સુંદર જગ્યા વિશે લોકો જાણતાં જ નથી. દેવદારના જંગલો વચ્ચે આવેલી આ જગ્યા શાંત છે. જો તમે કુદરતાના ખોળે શાંતિથી દિવસો પસાર કરવા માંગો છો તો ધનોલ્ટીની મુલાકાત અચૂક લેવી. ધનોલ્ટીથી ખૂબ જ નજીક મસૂરી આવેલું છે.
ઝીરો વૈલી અરુણાચલ પ્રદેશમાં આવેલી જગ્યા છે. અહીં ચારે તરફ હરિયાળી, પર્વતો જોવા મળે છે. અહીં તમને મોટાભાગે વાંસના ઘર જોવા મળશે. આ જગ્યાએ પણ ઓછી ભીડ હોય છે. નવેમ્બરમાં અહીં વાતાવરણ ઠંડુ હોય છે. કુલ્લુ-મનાલીને બદલે તમે ઝીરો વૈલી જઈ શકો છો. નવેમ્બર મહિનામાં ફરવા માટે આ બેસ્ટ જગ્યા છે.