• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી મામલે અનેક મોટા ખુલાસા, કોણ છે ચિરાગ પટેલ? એક ધારાસભ્યના ભાઈ-ભાભી સહિત 38 સામે કાર્યવાહી

રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી મામલે અનેક મોટા ખુલાસા, કોણ છે ચિરાગ પટેલ? એક ધારાસભ્યના ભાઈ-ભાભી સહિત 38 સામે કાર્યવાહી

Rajkot Saraza Hotel Liquor Party Raid: ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો વધુ એક મોટો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર આવેલી સુવિખ્યાત સરાઝા હોટેલમાં ચાલતી મોટા પાયે દારૂની મહેફિલ પર ઝોન-2 LCBની ટીમ અડધી રાત્રે ત્રાટકતા નાસભાગ મચી ગઈ હતી. હાલ રાજકોટની હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટીને લઈને અનેક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

Written ByKinjal Patel
Published: Nov 01, 2026, 11:37 AM IST|Updated: Nov 01, 2026, 12:23 PM IST
joinshare
રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી મામલે અનેક મોટા ખુલાસા, કોણ છે ચિરાગ પટેલ? એક ધારાસભ્યના ભાઈ-ભાભી સહિત 38 સામે કાર્યવાહી

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ONGC માં 3047 જગ્યાઓ પર એપ્રેન્ટિસની બમ્પર ભરતી: 20 નવેમ્બર સુધી કરી શકાશે ઓનલાઇન અરજી

ONGC માં 3047 જગ્યાઓ પર એપ્રેન્ટિસની બમ્પર ભરતી: 20 નવેમ્બર સુધી કરી શકાશે ઓનલાઇન અરજી

2

"આ જુઓ'ને નીતિન કાકા કરમાઈ ગયા, અમે બધા નવરા થઈ ગયા છે...", પાટીદાર મહાસંમેલનમાં જ નીતિન પટેલની રાજકીય સ્થિતિ અંગે પરેશ ધાનાણીના ચાબખા

3

વારંવાર ગિયર બદલવાની ઝંઝટમાંથી મુક્તિ! ₹6 લાખથી ઓછી કિંમતમાં ખરીદો આ બેસ્ટ ઓટોમેટિક કાર

4

Homemade Paneer: રેડીમેડ પનીર કરતાં પણ વધારે સારું પનીર ઘરે બનશે, ઘરના દૂધમાં આ વસ્તુ ઉમેરજો

5

રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી મામલે અનેક મોટા ખુલાસા, કોણ છે ચિરાગ પટેલ? એક ધારાસભ્યના ભાઈ-ભાભી સહિત 38 સામે કાર્યવાહી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rajkot Saraza Hotel Liquor Party Raid: રાજકોટ ના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં મોડી રાત્રે પોલીસે રેડ કર્યા બાદ ભારે ચકચાર મચી  છે. રાજકોટના ઈતિહાસની મોટી કહી શકાય એવી હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટીની આડમાં ચાલી રહેલી દારૂ અને હુક્કાની મહેફિલ પર તાલુકા પોલીસે દરોડા પાડીને રંગમાં ભંગ પાડ્યો હતો. આ હાઈપ્રોફાઈલ કેસમાં રાજકીય કનેક્શન, મોંઘીદાટ લક્ઝરી કાર્સ અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

હોટલ સરાઝામાં રેડ દરમિયાન પોલીસ પણ ચોંકી, ચારેબાજુ ટેબલો પર દારૂની બોટલો, 38 સામે નોંધાયો ગુનો

પોલીસે ઓચિંતી કાર્યવાહી કરીને સરાઝા હોટલમાંથી દારૂની 11 ભરેલી તેમજ ખાલી બોટલો અને હુક્કા જપ્ત કર્યા છે. પોલીસે આ મામલે કુલ 38 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાં પાર્ટીમાં સામેલ 35 નબીરાઓ અને હોટલના 3 સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ થાય છે. જાણવા મળી રહ્યું છે કે દરોડા સમયે હાજર તમામ 97 લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં મહિલાઓ નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું નથી, પરંતુ રેડ સમયે મહિલાઓ ટેબલ રૂમાલથી મોઢું ઢાંકતી નજરે પડી હતી. હવે પોલીસ પાર્ટીમાં બોલિવૂડ કે ગ્લેમર વર્લ્ડમાંથી કોઈ બહારની અભિનેત્રી બોલાવાઈ હતી કે કેમ તેમજ આ હોટલમાં અગાઉ પણ આવી પાર્ટીઓ યોજાઈ હતી કે નહીં તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

 

કોણ છે રાજકોટની હોટલમાં પાર્ટી આપનાર બિલ્ડર ચિરાગ પટેલ?

રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનું આયોજન 'ડેકોરા બિલ્ડર ગ્રુપ' સાથે સંકળાયેલા જાણીતા બિલ્ડર ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાના જન્મદિવસની એડવાન્સ ઉજવણીના નામે ચિરાગ પટેલે કાલાવડ રોડ સ્થિત સરાઝા હોટલમાં રાજકોટ અને મોરબીના નામાંકિત બિલ્ડરો, તબીબો, ઉદ્યોગપતિઓ અને પોતાના અંગત મિત્રો માટે આ મહેફિલ ગોઠવી હતી. દારૂ અને હુક્કા સાથેની આ પાર્ટીમાં મોટી સંખ્યામાં નબીરાઓ પોતાની લક્ઝરી કારમાં આવી પહોંચ્યા હતા.

ગુજરાતના એક ધારાસભ્યના ભાઈ-ભાભીએ પણ પાર્ટીમાં આપી હતી હાજરી

આ દારૂ પાર્ટીનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે તેમાં ધ્રાંગધ્રાના ધારાસભ્યના સગા ભાઈ અને ભાભી પણ હાજર હતા. તેઓ આ હાઈપ્રોફાઈલ મહેફિલમાં લક્ઝરી કારમાં આવ્યા હતા અને પોલીસ કાર્યવાહીમાં પકડાયા હતા. ધારાસભ્યના પરિવારજનોની હાજરીના સમાચાર બહાર આવતા જ રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે.

 

નબીરાઓને છોડાવવા પોલીસ સ્ટેશને પહોંચ્યા અનેક જામીનો

રાજકોટની હોટલમાં પાર્ટીકાંડ સામે આવ્યા બાદ તાલુકા પોલીસ સ્ટેશન બહાર મોડી રાત્રે અનોખો નજારો જોવા મળ્યો હતો. પકડાયેલા હાઈપ્રોફાઈલ નબીરાઓને છોડાવવા માટે જામીનદારોની લાઈનો લાગી હતી. ચોંકાવનારી વાત એ છે કે, જે લોકો બિલ્ડર ચિરાગ પટેલને ઓળખતા પણ નહોતા, તેઓ પણ જામીન બનવા પહોંચી ગયા હતા. હિતેષ પટેલ નામના એક વ્યક્તિએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મને ડ્રાઈવરનો ફોન આવ્યો એટલે હું અહીં જામીન આપવા આવ્યો છું. આ સાથે જ સ્થાનિકોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં આવી રીતે ખુલ્લેઆમ દારૂ પીવાય છે.

મોંઘીદાટ કાર અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો

પોલીસે દરોડા દરમિયાન હોટલના પાર્કિંગમાં મર્સિડીઝ, Audi જેવી અનેક લક્ઝરી કારનો જમાવડો જોવા મળ્યો હતો. પરંતુ આ કાર્સ અંગે તપાસ કરતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મોટાભાગની લક્ઝરી કારના ઇન્સ્યોરન્સની મુદત વર્ષ 2023, 2025 અને 2026માં પૂર્ણ થઈ ચૂકી છે. નંબર પ્લેટ વગરની મર્સિડીઝ કાર પણ ત્યાં પાર્ક થયેલી મળી આવી હતી, જે પોલીસની નજર બહાર કેમ રહી? સામાન્ય વાહનચાલકો પાસે લાઈસન્સ કે હેલમેટ ન હોય તો કડક દંડ વસૂલતી પોલીસ મોંઘી કાર ધરાવતા નબીરાઓને ચેકિંગ વગર કેમ જવા દે છે? રાજકોટની આ હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીએ માત્ર અમીરજાદાઓની અયાશી ખુલ્લી નથી પાડી, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ અનેક આકરા સવાલો ઉભા કર્યા છે.

આ 38 લોકો સામે ગુનો નોંધાયો...

  • (1) ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ
  • (2) નીખીલભાઈ જમનભાઇ પટેલ
  • (3) કૃણાલભાઈ કરણભાઈ અગ્રવાલ
  • (4) પલવભાઈ ધીરૂભાઇ માકડીયા
  • (5) મનીષભાઇ વલ્લભભાઈ પટેલ
  • (6) હિતભાઈ અનીલભાઈ પટેલ
  • (7) સ્મીતભાઈ મનસુખભાઈ રોજીવાડીયા
  • (8) રોહીતભાઈ મગનભાઈ સોનેપરા
  • (9) કૌશીકભાઈ પોપટભાઇ રાઠોડ
  • (10 ઉજાસભાઈ જમનભાઇ વાછાણી
  • (11 ધર્મેશભાઇ રમણીકભાઈ પટેલ
  • (12 ગૌરવભાઈ હરીભાઇ પટેલ
  • (13 અભયભાઈ નરેન્દ્રભાઈ જાવીયા
  • (14 સુરજભાઈ રજનીકાંતભાઈ કાનાબાર
  • (15 વિહાનભાઈ ઉજાસાભઇ વાછાણી
  • (16 દેવભાઇ મિતુલભાઇ કાલરીયા
  • (17 વીરભાઇ મિતુલભાઇ કાલરીયા
  • (18 હાર્દિકભાઈ કિરીટભાઈ ગઢીયા
  • (19 જીજ્ઞેશભાઈ ભુદરજીભાઈ સંચાણીયા
  • (20 વિરેનભાઈ જયકુમાર તલસાણીયા
  • (21 ગૌરવભાઈ ધર્મેશભાઇ વીરડીયા
  • (22 હાર્દિકભાઈ અનીલભાઈ ઠકકર
  • (23 જેનીલ નરેન્દ્રભાઇ નથવાણી
  • (24 વત્સલ દિપકભાઈ કારીયા
  • (25 હાર્દિકભાઈ પ્રફુલચંન્દ્રભાઈ ગોહિલ
  • (26 ડેનીશભાઈ ચંન્દ્રકાંતભાઈ સેજપાલ
  • (27 ભાર્ગવભાઈ ધર્મેશભાઈ પટેલ
  • (28 જેનીશભાઈ દિપકભાઈ વસાણી
  • (29 સંદિપભાઈ પાંચાભાઈ સોરઠીયા
  • (30 દેવાંશભાઇ કમલેશભાઇ શાહ
  • (31 ગૌરવભાઈ ધીરેનભાઈ અજમેરા
  • (32 કુશ સંજયભાઈ ભાડાણીયા
  • (33 કુશલભાઈ લક્ષ્મીદાસ ભાલોડીયા
  • (34 દિપકભાઈ અમૃતલાલ કોટક
  • (35 અક્ષત શકિતભાઇ ગોયલ
  • (36 હિતેન્દ્રસિંહ પર્વતસિંહ ચૌહાણ
  • (37 મનપ્રીતસિંગ ધ્યાનસીંગ
  • (38 હર્ષવર્ધનસિંહ શંભુસિંહ ચૌહાણ

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News