Valsad News: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાંથી સપ્ટેમ્બર મહિનામાં એક સગીરાનું અપહરણ થયું હતું .ઘરેથી નીકળેલી સગીરા મોડા સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. આખરે તેનો કોઈ પતો નહીં મળતા પરિવારજનોએ આ મામલે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી . સગીરા ગુમ થયાની જાણ થતા જ પોલીસ દોડતી થઈ હતી .અને તેની શોધખોળ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. આખરે પોલીસને સફળતા મળી છે. અને આ મામલે પારડી પોલીસે મહારાષ્ટ્રના પાલઘર થી પાર્થ નામના એક આરોપી પાર્થ પટેલ ની ધરપકડ કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના પારડી પોલીસ જપતા માં ઉભેલો આ ઈસમ આપણા સભ્ય સમાજ માટે કાળી ટીલી સમાન છે સૌપ્રથમ તેની ઓળખ કરીએ તો આરોપીનું નામ પાર્થ પટેલ છે.. સગીર યુવતીઓનો શિકાર કરતો આ સાતીર અપરાધી સોશિયલ મીડિયાના મદદથી સગીર યુવતીઓ સાથે દોસ્તી કરતો અને ત્યાર પછી પોતાની હવસ પૂરી કરતો જોકે પારડી પોલીસે એક સગીરાના અપરણ અને શોષણના મામલે તેની ધરપકડ કરી છે.
આરોપી પાર્થ ની ધરપકડ બાદ પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતાં ચોકાવનારી હકીકત બહાર આવી હતી. જે મુજબ આરોપી પીડિતાનું અપહરણ કરી મહારાષ્ટ્રના પાલઘર લઈ ગયો હતો. જ્યાં એક ભાડાની રૂમમાં સગીરાને ગોંધી રાખી પોતે નોકરી કરતો હતો. આખરે પોલીસના હાથે ઝડપાયો હતો. જો કે પોલીસે આરોપીનો ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ કરતા માલુમ પડ્યું કે આરોપી આ અગાઉ પણ વર્ષ 2022 અને 2023 માં બે સગીરાઓ પર દુષ્કરમના આરોપસર જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. અને તેના પર ફરિયાદ પણ નોંધાયેલી છે. આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાઓને સંપર્ક કરતો હતો. અને તેમને પ્રેમ જાળમાં ફસાવી તેમની પર દુષ્કરમ આચરતો હોવાનું બહાર આવ્યું હતું.
આગળ પણ આરોપી ના કારનામાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે .ત્યારે મોટેભાગે આવા કિસ્સાઓમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીઓ સગીરાઓ કે યુવતીઓ નો સંપર્ક કરતા હોય છે. અને ત્યારબાદ તેમને લગ્નની લાલચ આપી કે તેમને અન્ય કોઈ બહાને પ્રેમ જાળમાં ફસાવી અને તેમના પર દુષ્કરમ આચરતો હોવાના બનાવો સામે આવી ચૂક્યા છેમ આ બનાવવામાં પણ આરોપીએ સગીરાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી તેમનું પર દુષ્કરમ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. અત્યારે આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે. આથી આગામી સમયમાં આરોપીનો હજુ અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.