• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર રેડ, દુષ્કાળના સંકટ વચ્ચે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદ, માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા
Live Now

Gujarat News Live: રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર રેડ, દુષ્કાળના સંકટ વચ્ચે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદ, માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 1 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Nov 01, 2026, 08:29 AM IST|Updated: Nov 01, 2026, 09:27 AM IST
joinshare
Gujarat News Live: રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર રેડ, દુષ્કાળના સંકટ વચ્ચે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદ, માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા
01 Nov 2026 09:27 IST (IST)
share

Gujarat News Live: જીતપુરા ગામની સીમમાં જંગલમાંથી માનવ કંકાલ મળી આવતાં ચકચાર

ભરૂચના ઝઘડિયાના જીતપુરા ગામની સીમમાં જંગલમાંથી માનવ કંકાલ મળી આવતાં ચકચાર. 30 ઓક્ટોબરે સાંજે કોતરના જંગલ વિસ્તારમાંથી અજાણ્યો કંકાલ મળી આવ્યો. 20 ઓક્ટોબરથી ગુમ થયેલા 35 વર્ષીય ઇન્જતસિંહ ધરીયા હોવાની ઓળખ થઈ. આસપાસ મળી આવેલાં કપડાંના આધારે પરિવારજનોએ કંકાલની ઓળખ કરી. ઇન્જતસિંહ ઘરેથી ખેતરે જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થયા હતા. ઉમલ્લા પોલીસે BNSS કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરી. કંકાલ મળવા પાછળનું કારણ અને મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી.

01 Nov 2026 09:27 IST (IST)

Gujarat News Live: વાપીમાં એક બાળકી સાથે મારપીટની ઘટના

વાપીના યુનિટી પાર્કમાં બાળકીને માર મારતો વિડીયો થયો વાયરલ. વાપીના ચલા વિસ્તારમાં બાળકોની રમત રમતમાં થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. બોલાચાલી બાદ બે મહિલાઓ માતા પાસે પહોંચી કરી બબાલ. રસીદા અને ખતીજા નામની બે મહિલાઓએ માતા-પુત્રી પર હુમલો કર્યો. મહિલાઓએ માતાના વાળ પકડી તમાચા માર્યા અને મારામારી કરી. રસીદાનો પતિ ખુઝેમા પણ સ્થળ પર આવી ગાળો આપી ઝઘડો કરવા લાગ્યો. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સબીના શેખની ફરિયાદના આધારે વાપી ટાઉન પોલીસે ત્રણેય સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.

01 Nov 2026 09:27 IST (IST)

Gujarat News Live: સુરતના ઐતિહાસિક અને જાણીતા ચોટા બજારમાં ખરીદી કરવા લોકોની ભારે ભીડ

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સુરતના જાણીતા અને ઐતિહાસિક ચૌટા બજારમાં ખરીદી માટે માનવહેરાણ ઉમટી પડ્યું છે. શહેરવાસીઓ પરિવાર સાથે દિવાળીની ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. બજારમાં કપડાં, જ્વેલરી, ફૂટવેરથી લઈને ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત તોરણ, દીવા અને રંગબેરંગી રોશનીની ભારે માંગ જોવા મળી રહી છે. ખાસ કરીને ટ્રેન્ડિંગ ફેશન અને બજેટ-ફ્રેન્ડલી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહેતી હોવાથી, મધ્યમ વર્ગના પરિવારો માટે ચૌટા બજાર હંમેશાં દિવાળી શોપિંગનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. તહેવારના આ માહોલમાં સુરતીઓમાં ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

01 Nov 2026 09:26 IST (IST)

Gujarat News Live: દિલ્લીના રામલીલા મેદાનમાં આજે INDIA બ્લોકની મહારેલી: 200 CCTV અને ડ્રોન કેમેરાથી રખાશે ભીડ પર નજર

આજે દિલ્લીના રામલીલા મેદાન ખાતે INDIA બ્લોક દ્વારા એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે વિપક્ષના દિગ્ગજ નેતાઓ અને હજારોની સંખ્યામાં કાર્યકરો માર્ચમાં જોડાઈ રહ્યા છે. કાર્યકરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને દિલ્લી પોલીસ દ્વારા સુરક્ષાના અત્યંત સઘન પ્રબંધો કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં 200થી વધુ CCTV કેમેરા અને ડ્રોન દ્વારા ભીડ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે.

01 Nov 2026 08:44 IST (IST)

Gujarat News Live: સુરતમાં ડેન્ગ્યુ, તાવ-ઊલટીના કારણે વધુ ત્રણ વ્યક્તિના મોત

સુરત શહેરમાં ડેન્ગ્યુ, તાવ-ઊલટીના કારણે વધુ ત્રણ વ્યક્તિના મોત. ઉત્રાણમાં 33 વર્ષિય યુવક મુકેશ જાખડનું ડેન્ગ્યુથી મોત. પાંડેસરામાં 9 મહિનાની બાળકી પલ્લવી યાદવનું 4 દિવસ તાવ આવ્યા બાદ મોત, પાંડેસરા લક્ષ્મીનારાયણ નગરમાં 34 વર્ષીય સચિન આહીરે નામના વ્યક્તિનું તાવ, ઉલટી થી મોત, શહેરમાં રોગચાળો સતત યથાવત જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુ, મલેરીયા, ઝાડા ઉલટી તાવ, સહિતની પીડા બાદ મોતના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે..

01 Nov 2026 08:43 IST (IST)

Gujarat News Live: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં કમોસમી વરસાદથી તારાજી...ખેડૂતોના પાક અને ઘાસચારાને વ્યાપક નુકસાની

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ખાબકેલા કમોસમી ધોધમાર વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક નુકસાની સર્જી છે. આ અણધાર્યા વરસાદને કારણે જગતના તાતની ચિંતાઓમાં મોટો વધારો થયો છે. જિલ્લાના ભાડથર, કેશોદ, ચુર, રાજપરા, ધતુરીયા અને ચોખંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ધોધમાર વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ખેતરોમાંથી પાણીના નાના ઝરણા વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
 

01 Nov 2026 08:43 IST (IST)

Gujarat News Live: મધદરિયે બોટમાં એન્જિનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ...ઓખા નજીક ‘ફેઝાને કામુલસા’ જળસમાધિ પામી, 5 ખલાસીઓનો બચાવ

ઓખાથી અંદાજે 25 નોટિકલ માઈલ દૂર મધદરિયે ગઈકાલે સવારે એક મોટી હોનારત સર્જાઈ છે. માછીમારી કરી રહેલી ‘ફેઝાને કામુલસા’ નામની બોટના એન્જિનમાં અચાનક ધડાકો થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે સમગ્ર બોટને લપેટમાં લઈ લેતાં બોટ મધદરિયે જ જળસમાધિ પામી હતી. બનાવ સમયે બોટ પર સવાર 5 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે. આ બોટ સલાયાના રહીશ હાસમ આદમ ચમડીયાની હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે માછીમાર સમુદાયમાં ક્ષણભર માટે ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો.

01 Nov 2026 08:43 IST (IST)

Gujarat News Live: અંકલેશ્વર-વાલિયા રોડ પર માર્ગ કામગીરી દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ

ભરૂચના અંકલેશ્વર-વાલિયા રોડ પર માર્ગ કામગીરી દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ. પાઇપલાઇનમાંથી પ્રેશર સાથે ગેસ બહાર નીકળતાં ભારે દોડધામ મચી. ગેસ લીકેજના દ્રશ્યો સામે આવતાં આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ. ઘટનાની જાણ થતાં DPМСના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા. ફાયર વિભાગે જરૂરી કામગીરી હાથ ધરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. ગેસ પાઇપલાઇનમાં ભંગાણથી માર્ગ પર વાહન વ્યવહારને પણ અસર પહોંચી. ઘટનાને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો 
 

01 Nov 2026 08:40 IST (IST)

Gujarat News Live: દિવાળી અને છઠપૂજાના પર્વને માનવવા પરપ્રાંતિયોએ પકડી વતનની વાટ, સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ

દિવાળી અને છઠ પૂજાના મહાપર્વની ઉજવણી કરવા માટે સુરતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકો અને પરિવારોએ પોતાના વતનની વાટ પકડી છે. આ તહેવારોને કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ જતા મુસાફરોની અભૂતપૂર્વ અને ભારે ભીડ જોવા મળી રહી છે. રેલવે તંત્ર દ્વારા પ્રવાસીઓની વધારાની ભીડને પહોંચી વળવા માટે અનેક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પોતાના વતન પહોંચી પરિવાર સાથે તહેવાર મનાવવાની ઉત્સુકતા વચ્ચે રેલવે સ્ટેશનો પર ભારે ધસારો અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
 

01 Nov 2026 08:39 IST (IST)

Gujarat News Live: દિલ્હીમાં ખડગેના નિવાસસ્થાને કોંગ્રેસની 'મોક સંસદ': રાહુલ ગાંધીએ 2024ની ચૂંટણીને ગેરકાયદેસર ગણાવી

નવી દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને કોંગ્રેસ દ્વારા એક વિશેષ 'મોક સંસદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતા 2024ની લોકસભા ચૂંટણીને ગેરકાયદેસર ગણાવી હતી. તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે SIR પ્રક્રિયા દ્વારા દેશના લગભગ 13.3 કરોડ મતદાતાઓના નામો મતદાર યાદીમાંથી ગેરકાયદેસર રીતે હટાવી દેવામાં આવ્યા છે. વિપક્ષના આ આક્રમક વલણ અને મોક સંસદના આયોજનથી દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

01 Nov 2026 08:39 IST (IST)

Gujarat News Live: નર્મદાના એકતાનગર ખાતે મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર, કહ્યું, 'દેશમાંથી નક્સલવાદનો સફાયો કર્યો, હવે માનસિક નક્સલીઓ સામે લડીશું'

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અત્યંત ભવ્ય અને પ્રભાવશાળી 'એકતા પરેડ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે સરકારે દેશમાંથી નક્સલવાદનો કાયમી સફાયો કરી દીધો છે, અને હવે દેશની પ્રગતિને અટકાવવા મથતા 'માનસિક નક્સલીઓ' સામે લડવાનો નવો સંકલ્પ લેવામાં આવ્યો છે. પીએમ મોદીના આ સખત અને સ્પષ્ટ સંદેશથી રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે.
 

01 Nov 2026 08:39 IST (IST)

Gujarat News Live: વાવણી સમયે જ આવેલા માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા, બે દિવસના વરસાદના કારણે ખેડૂતો સહિત વેપારીઓને નુકસાન

સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે વાવણીના ટાણે જ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. બરાબર પાક વાવવાના જ સમયે આવેલા આ માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં વાવણીનો નીચોવાયેલો સમય અને બિયારણ બંને નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે. માત્ર ખેડૂતો જ નહીં, પણ યાર્ડો અને બજારોમાં ખુલ્લામાં પડેલા માલ-સામાન અને પાક પલળી જતાં વેપારીઓને પણ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કુદરતના આ કટોકટીભર્યા અણધાર્યા પ્રહારથી સમગ્ર પંથકના ગ્રામીણ અને વેપારી અર્થતંત્રમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

01 Nov 2026 08:38 IST (IST)

Gujarat News Live: રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર LCBના દરોડા, કાલાવડ રોડની સરાઝા હોટલમાં રેડ કરી પોલીસે 33 મહિલા અને 43 પુરૂષોને પાર્ટી કરતાં ઝડપ્યા

રાજકોટના ચર્ચિત કાલાવડ રોડ પર આવેલી હોટલ સરાઝામાં મોડી રાત્રે લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ અચાનક દરોડો પાડીને ચાલી રહેલી એક હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. ડેકોરા બિલ્ડર ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસની ઉજવણી પ્રસંગે આયોજિત આ આલીશાન મહેફિલમાંથી પોલીસે ઘટનાસ્થળેથી 33 મહિલાઓ અને 43 પુરુષો સહિત કુલ 76 લોકોને નશાની હાલતમાં ઝડપી લીધા છે. કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરીને યોજાયેલી આ મહેફિલ પર પોલીસ કાર્યવાહીથી શહેરના ઉચ્ચ વર્ગ અને બિલ્ડર આલમમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

01 Nov 2026 08:34 IST (IST)

Gujarat News Live: દુષ્કાળના સંકટ વચ્ચે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં કમોસમી વરસાદ: માવઠાથી ખેડૂતોની વધી ચિંતા

એક તરફ દુષ્કાળના સંકટના વાદળો ઘેરાયેલા છે, ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં કમોસમી વરસાદ (માવઠું) થતાં અન્નદાતાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. દ્વારકા, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં અચાનક વરસેલા આ માવઠાને કારણે ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકસાન થવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે. કાળઝાળ મહેનતથી ઊભા કરેલા પાક પર કુદરતની આ પ્રતિકૂળ વેરભાવના કારણે ખેડૂતોની ચિંતા સાતમા આસમાને પહોંચી ગઈ છે અને જગતના તાતની આશા પર પાણી ફેલાઈ રહ્યું છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મહિલાના મૃત્યુ પછી તેની સંપત્તિ કોને મળશે? પતિ, બાળકો કે માતા-પિતા? જાણો કાયદાકીય જોગવાઈઓ

મહિલાના મૃત્યુ પછી તેની સંપત્તિ કોને મળશે? પતિ, બાળકો કે માતા-પિતા? જાણો કાયદાકીય જોગવાઈઓ

2

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે નવી ભેટ: 600 પ્રવાસીઓની ક્ષમતાવાળી નવી 'એકતા ક્રૂઝ'નું કર્યું લોકાર્પણ

3

Kaante 2: ફિલ્મ મેકર સંજય ગુપ્તાની છેલ્લી ઈચ્છા પુરી કરશે સંજય દત્ત, કાંટે 2 ફિલ્મ બનાવવાની કરી જાહેરાત

4

રાજકોટમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; 43 પુરુષો અને 33 મહિલાઓ ઝડપાઈ; મોઢા છુપાવવા ટેબલ-ખુરશીના કવર બાંધવા પડ્યા!

5

'વિરોધ પણ કરો અને થોડી ખરીદી પણ, વેપારીઓને ફાયદો થશે': રેલી પહેલાં રાહુલ ગાંધીની લોકોને ખાસ અપીલ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..