• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Kaante 2: ફિલ્મ મેકર સંજય ગુપ્તાની છેલ્લી ઈચ્છા પુરી કરશે સંજય દત્ત, કાંટે 2 ફિલ્મ બનાવવાની કરી જાહેરાત

Kaante 2: ફિલ્મ મેકર સંજય ગુપ્તાની છેલ્લી ઈચ્છા પુરી કરશે સંજય દત્ત, કાંટે 2 ફિલ્મ બનાવવાની કરી જાહેરાત

Sanjay Dutt Announcement: બોલીવુડ એક્ટર સંજય દત્ત એ કાંટે 2 ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. કાંટે 2 ફિલ્મ તેના તરફથી સંજય ગુપ્તાને શ્રદ્ધાંજલી હશે.

Written ByKrupa Shah
Published: Nov 01, 2026, 09:39 AM IST|Updated: Nov 01, 2026, 09:42 AM IST
joinshare
Kaante 2: ફિલ્મ મેકર સંજય ગુપ્તાની છેલ્લી ઈચ્છા પુરી કરશે સંજય દત્ત, કાંટે 2 ફિલ્મ બનાવવાની કરી જાહેરાત

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: 10 દિવસમાં સોનું ₹5,840 તૂટ્યું, ચાંદી ₹25,000 ગબડી, જુઓ આજના લેટેસ્ટ રેટ

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: 10 દિવસમાં સોનું ₹5,840 તૂટ્યું, ચાંદી ₹25,000 ગબડી, જુઓ આજના લેટેસ્ટ રેટ

2

પ્રેમની જાળ પછી અપહરણ, અને હવસનો ખેલ! વલસાડમાં સગીરાનું અપહરણ કરનારનો ચોંકાવનારો ગુનાહિત ભૂતકાળ: જાણો કેવી રીતે રચતો હતો જાળ?

3

Diwali 2026: દિવાળીની રજાઓમાં ભીડ અને ટ્રાફિક ન હોય તેવી ફરવાની જગ્યા શોધી રહ્યા છો ? તો આ 3 જગ્યાઓ તમારા માટે છે બેસ્ટ

4

ખતરામાં નેતન્યાહુની ખુરશી, ગાદી આઇસેનકોટનું સમર્થન કરી શકે છે અરબ પાર્ટીઓ

5

દિવાળી-છઠ ઉજવવા સુરતથી હજારો પરપ્રાંતિય પરિવારો વતનના રવાના; ઉધના સ્ટેશને માનવમહેરામણ! એક જ દિવસમાં દોડી 10 સ્પેશિયલ ટ્રેન!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sanjay Dutt Announcement: 31 ઓક્ટોબર 2026 ના રોજ ફિલ્મ મેકર સંજય ગુપ્તાના નિધનની ખબર સામે આવી. સંજય ગુપ્તાનું નિધન ઘરમાં બાથરૂમમાં પડી ગયા પછી માથા પર થયેલી ઇજાના કારણે થયું. સંજય ગુપ્તાના નિધન પછી તેના ખાસ મિત્ર અને બોલીવુડ એક્ટર સંજય દત્ત એ એક મોટી જાહેરાત કરી છે. સંજય દત્ત એ સંજય ગુપ્તાને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શેર કરીને તેમાં જણાવ્યું હતું કે તે કાંટે 2 ફિલ્મ બનાવશે.

આ પણ વાંચો: Sanjay Gupta: બાથરુમમાં કેવી રીતે પડ્યા સંજય ગુપ્તા, કેવી રીતે થયું મોત ? જાણો ઘટનાની હકીકત

કાંટે સહિતની દમદાર એક્શન ફિલ્મોના નિર્દેશક સંજય ગુપ્તાના નિધન પછી તેના ખાસ મિત્ર સંજય દત્ત એ મોટી જાહેરાત કરી દીધી છે. સંજય ગુપ્તા કાંટે 2 ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા. આ સપનું તેના નિધન પછી અધૂરું ન રહે તે માટે સંજય દતે જાહેરાત કરી છે કે તે કાંટે ટુ ફિલ્મ બનાવશે. સંજય દત્ત એ સંજય ગુપ્તાની યાદમાં સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તસવીરો શેર કરી છે અને સાથે જ ઈમોશનલ નોટ પણ શેર કરી હતી.

સંજય ગુપ્તાના નિધનની ખબર

સંજય ગુપ્તાના મોતની જાણકારી 31 ઓક્ટોબરે સામે આવી હતી. સંજય ગુપ્તાનું મોત તેના ઘરના જ બાથરૂમમાં પડી જ ગયા પછી થયું હતું. પોલીસને મળેલી જાણકારી અનુસાર સંજય ગુપ્તા રાત્રે બાથરૂમમાં ગયા હતા જ્યાં તેમનું સંતુલન બગડી જતા તેઓ પડી ગયા હતા. બાથરૂમમાં પડવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ અને લોહી નીકળવા લાગ્યું. વધારે પડતું લોહી નીકળી જવાના કારણે તેમનું મોત બાથરૂમમાં જ થઈ ગયું. સંજય ગુપ્તાના મોતની ખબર પણ તેના પરિવારને સવારે પડી. ત્યાર પછી આ જાણકારી સામે આવી હતી. સંજય ગુપ્તાના મોતની ખબરથી બોલીવુડના કલાકારો પણ આઘાતમાં સરી પડ્યા.

સંજય દત્ત અને સંજય ગુપ્તાની ફ્રેન્ડશીપ

સંજય ગુપ્તા અને સંજય દત્તની મિત્રતા વર્ષો જૂની છે. સંજય ગુપ્તાના નિધન પર તેને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સંજય દત્ત એ શેર કરી હતી. સંજય દત્ત એ સોશિયલ મીડિયા પોસ્ટમાં સંજય ગુપ્તા માટે ઈમોશનલ મેસેજ શેર કર્યો હતો અને સાથે જ એ વાતની ઘોષણા કરી કે તે કાંટે ટુ ફિલ્મ બનાવશે. સંજય ગુપ્તા પણ કાંટે ટુ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો હતો અને હવે તેનું સપનું તેનું મિત્ર એટલે કે સંજય દત્ત પૂરું કરશે.

Gupts, my brother. I still cannot believe that you are gone. We have shared so much together, so many memories and so many years of friendship. You have always been family to me, and that will never change. I will miss you, our conversations and all the times we spent together. We were just discussing Kante 2 recently, I will make Kaante 2 your dream, in memory of you my brother, I will do everything for this dream of yours to come true, love you forever and always. Life will not be the same without you, brother. May God bless your soul 🙏🏼

— Sanjay Dutt (@duttsanjay) October 31, 2026

મહત્વનું છે કે સંજય દત્ત અને સંજય ગુપ્તાની મિત્રતા વર્ષો જૂની છે. સંજય ગુપ્તાની પહેલી ફિલ્મ આતિશમાં પણ સંજય દત્ત એ કામ કર્યું હતું. આ સિવાય સંજય દત્તે સંજય ગુપ્તાની જંગ, કાંટે, પ્લાન, મુસાફિર, જિંદા, શૂટઆઉટ લોખંડવાલા સહિતની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સંજય દત્તની પોસ્ટ પરથી એ વાતનો પણ ખુલાસો થયો કે બંને ફરીથી કાંટે ટુ ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા હવે એ ફિલ્મ સંજય દત્ત બનાવશે.

આ પણ વાંચો: Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતી રાવની ફિલ્મની રિલીઝ ડેટ કંફર્મ, જાણો કઈ તારીખથી જોવા મળશે ઓટીટી પર

સંજય દત્તે જે પોસ્ટ શેર કરી છે તેમાં તેણે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે તાજેતરમાં જ સંજય ગુપ્તા સાથે તેમની કાંટે 2 બનાવવા માટે ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે કાંટે ફિલ્મ 2002 માં રિલીઝ થઈ હતી. કાંટે ફિલ્મ સંજય ગુપ્તાની ગેંગસ્ટર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં સંજય દત્ત, અમિતાભ બચ્ચન, સુનિલ શેટ્ટી, મહેશ માંજરેકર જેવા કલાકારોએ કામ કર્યું હતું. હવે આ ફિલ્મની સિક્વલ એટલે કે કાંટે 2 ફિલ્મ બનશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news