Places to Visit Near Kainchi Dham: હનુમાન અંશ ફિલ્મ પછી ઉત્તરાખંડમાં આવેલા કૈંચી ધામ ખાતે રજાઓમાં લોકોની વધારે ભીડ રહેવા લાગી છે. માહોલ જોતા લાગે છે કે દિવાળીની રજાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો નીમ કરૌલી બાબાના આશ્રમની મુલાકાત લેવા કૈંચી ધામ પહોંચશે.
જો તમે પણ દિવાળીની રજાઓમાં કૈંચી ધામ જવાના હોય તો કૈંચી ધામમાં સમય પસાર કર્યા પછી આસપાસ આવેલી આ 5 જગ્યાની મુલાકાત પણ અચુક લેજો. આ 5 જગ્યા કૈંચી ધામથી એકદમ નજીક આવેલી છે.
1/5
મુક્તેશ્વર
શાંત પર્વતો વચ્ચે મુક્તેશ્વર આવેલું છે. ઊંચા પર્વતો, ચારેતરફ હરિયાળી અહીંના નજારાને યાદગાર બનાવે છે. કૈંચી ધામ ગયા પછી તમારી પાસે સમય હોય તો મુક્તેશ્વરની મુલાકાત અચુક લેજો.
2/5
ઘોરખાલ
કૈંચી ધામ નજીક ફરવાની જગ્યામાં ઘોરખાલનો સમાવેશ પણ થાય છે. અહીં ગોલૂ દેવતાનું મંદિર આકર્ષણનું કેન્દ્ર છે. કૈંચી ધામ સુધીની ધાર્મિક યાત્રા આ મંદિરની મુલાકાત વિના અધુરી રહી જશે.
3/5
સાતતાલ
શાંત વાતાવરણ, હરિયાળી, જંગલ, તળાવ આ બધું તમને પસંદ હોય તો કૈંચી ધામથી થોડા કિલોમીટર દુર આવેલા સાતતાલની મુલાકાત લો. અહીં કુદરત સાથે સમય પસાર કરવાનો મોકો મળશે.
4/5
ભીમતાલ
સાતતાલની જેમ ભીમતાલ પણ જોવા જેવી જગ્યા છે. ભીમતાલમાં એક વિશાળ તળાવ છે. અહીં લોકો શાંતિથી સમય પસાર કરે છે, બોટિંગ કરે છે અને કુદરતનો આનંદ માણે છે.
5/5
નૈનીતાલ
કૈંચી ધામ નજીક ફરવાની જગ્યામાં નૈનીતાલ પણ આવે છે. નૈનીતાલમાં ફરવા માટે નૈની તળાવ, મોલ રોડ સહિતની જગ્યાઓનો સમાવશે થાય છે. આ સમયે નૈનીતાલનું વાતાવરણ પણ ખુશનુમા હશે. જે તમારી દિવાળી વેકેશનની ટ્રીપને યાદગાર બનાવી દેશે.