• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Lifehacks: લીલું મરચું તીખું લાગી જાય તો પાણી ન પીવો, આ વસ્તુ ખાવી, બળતરાથી તુરંત રાહત થશે

Lifehacks: લીલું મરચું તીખું લાગી જાય તો પાણી ન પીવો, આ વસ્તુ ખાવી, બળતરાથી તુરંત રાહત થશે

Home Remedies: ભુલથી તીખું મરચું ખવાઈ જાય તો મોં માં, ગળામાં તીવ્ર બળતરા થવા લાગે છે. આ બળતરા તુરંત શાંત થાય તે માટે 99 ટકા લોકો તુરંત પાણી પીવે છે. પરંતુ પાણી પીવાથી મરચાની બળતરા શાંત થતી નથી. મરચાંના કારણે થતી બળતરા શાંત કરવા શું કરવું જોઈએ ચાલો જાણીએ.

Written ByKrupa Shah
Published: Nov 02, 2026, 02:13 PM IST|Updated: Nov 02, 2026, 02:19 PM IST
joinshare
Lifehacks: લીલું મરચું તીખું લાગી જાય તો પાણી ન પીવો, આ વસ્તુ ખાવી, બળતરાથી તુરંત રાહત થશે

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
3 નવેમ્બરે સિંહ રાશિમાં બનશે શક્તિશાળી ત્રિગ્રહી યોગ: આ 4 ભાગ્યશાળી રાશિઓને અચાનક ધનલાભના યોગ!

3 નવેમ્બરે સિંહ રાશિમાં બનશે શક્તિશાળી ત્રિગ્રહી યોગ: આ 4 ભાગ્યશાળી રાશિઓને અચાનક ધનલાભના યોગ!

2

બદલાઈ ગયો વન-ડે મેચનો સમય! ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI મેચ આટલા વાગ્યે થશે શરૂ

3

શું સરકાર દિવાળી પર આપશે ₹8000નું બોનસ, PM મોદીએ કરી જાહેરાત? જાણો શું છે વાયરલ મેસેજનું સત્ય

4

ટ્રાઇ નેશન સિરીઝમાં પાકિસ્તાનને આ ભૂલ પડી ગઈ ભારે! ICCએ ફટકારી સજા

5

ઈઝરાયેલમાં નેતન્યાહૂ ગાદી પર ન બેસે માટે ખેલાઈ રહ્યો છે મોટો ખેલ : ચમત્કાર જ 'બીબી'ને અપાવી શકે છે સત્તા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Home Remedies: આપણે ત્યાં ગાંઠિયા સહિતના ફરસાણ સાથે તળેલા મરચા પીરસવામાં આવે છે. આપણે ત્યાં આખા ભરેલા મરચાનું શાક અને મરચાના ભજીયા પણ લોકપ્રિય છે. ઘણા લોકો જમવા સાથે પણ તળેલા કે શેકેલા મરચા ખાતા હોય છે. મરચું વધારે તીખું ન હોય તો આરામથી ખાઈ શકાય છે પરંતુ જો કોઈ મરચું અતિશય તીખું નીકળે તો તેનો એક ટુકડો ખાધા પછી મોઢામાં, જીભમાં અને ગળામાં અતિશય બળતરા થવા લાગે છે. 

મરચું તીખું લાગે પછી 99% લોકો તુરંત પાણી પીવે છે. જે ભૂલ ક્યારેય કરવી નહીં. મરચાની તીખાશ પાણી પીવાથી દૂર થતી નથી. તો પછી તમને પ્રશ્ન થશે કે મરચાના કારણે થતી બળતરા ને શાંત કેવી રીતે કરવી ? તો ચાલો તમને જણાવીએ તીખું મરચું ખવાઈ ગયા પછી મોઢામાં જીભમાં અને ગળામાં થતી બળતરા ને તુરંત શાંત કરવા શું ખાવું જોઈએ.

આ પણ વાંચો: Strong Bone: નબળા હાડકા પણ એક મહિનામાં થઈ જાય લોખંડ જેવા મજબૂત, આ 3 સફેદ વસ્તુનો પાવડર પીવાનું શરુ કરો

મધ

તળેલું, શેકેલું કે કોઈપણ પ્રકારનું મરચું તીખું લાગે અને તેના કારણે જીભમાં, મોઢામાં, ગળામાં બળતરા થવા લાગે તો સૌથી પહેલા ખાવાનું છોડી કોગળા કરી લેવા. જેથી મોઢામાં રહેલા મરચાના કણ પણ નીકળી જાય. ત્યાર પછી એક ચમચી મધ પી જવું અને પછી એક ચમચી મધ ધીરે ધીરે ચાટવું. અથવા તો થોડીવાર મોઢામાં ફેરવવું. મધ લેવાથી બળતરાથી આરામ મળવા લાગે છે.

ઠંડુ દહીં

મરચાની તીખાશ ઓછી કરવા માટે ઠંડા દહીંનો ઉપયોગ પણ કરી શકાય છે. મોટાભાગના લોકોના ઘરમાં દહી ફ્રિજમાં રાખેલું જ હોય છે. જો ક્યારેય એવું બને કે જમતી વખતે મરચું તીખું લાગ્યું હોય તો ફ્રીજમાંથી દહીં કાઢીને બે ત્રણ ચમચી ખાઈ લેવું. જો દાળ કે શાકમાં પણ મરચું વધારે પડી ગયું હોય તો તેની તીખાશના બેલેન્સ કરવા માટે તેમાં દહીં ઉમેરીને ખાઈ શકાય છે અથવા તો ભોજનની સાથે પણ દહીં ખાઈ શકાય છે.

આ પણ વાંચો: પ્રોટીન અને ફાઇબરનો ખજાનો છે આ 5 વસ્તુઓ, આજથી જ ડાયટમાં સામેલ કરી દેજો

ગોળ

મરચાના કારણે થતી બળતરાને શાંત કરવામાં ગોળ પણ ઉપયોગી છે. મધની જેમ જ ગોળ પણ અસર કરે છે. ગોળનો ટુકડો મોઢામાં રાખી ધીરે ધીરે તેનો રસ ગળે ઉતારશો તો મોઢામાં અને ગળામાં થતી બળતરાથી રાહત મળવા લાગશે. ગોળનો મીઠો સ્વાદ જીભમાંથી મરચાની તીખાશ ને પણ દૂર કરી દેશે.

દૂધ

તીખું ભોજન કર્યા પછી થતી બળતરાને શાંત કરવી હોય તો જમ્યા પછી ઠંડુ દૂધ પી લેવું. જમ્યા પછી એવું લાગે કે મસાલેદાર ભોજનના કારણે છાતીમાં બળતરા થઈ રહી છે તો ઠંડા દૂધનો એક ગ્લાસ પી લેવો તેનાથી છાતીમાં થતી બળતરાથી રાહત મળે છે. આ સિવાય જમ્યા પછી કેળા પણ ખાઈ શકો છો. કેળાથી પણ પેટમાં ઠંડક થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News