• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /શું સરકાર દિવાળી પર આપશે ₹8000નું બોનસ, PM મોદીએ કરી જાહેરાત? જાણો શું છે વાયરલ મેસેજનું સત્ય

શું સરકાર દિવાળી પર આપશે ₹8000નું બોનસ, PM મોદીએ કરી જાહેરાત? જાણો શું છે વાયરલ મેસેજનું સત્ય

એક વાયરલ મેસેજે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી પર પ્રધાનમંત્રીના નામ પર 8000 રૂપિયાનું બોનસ આપવામાં આવી રહ્યું છે. હવે આ દાવામાં કેટલું સત્ય છે, આવો જાણીએ.

Written ByGokani Dhaval
Published: Nov 02, 2026, 02:47 PM IST|Updated: Nov 02, 2026, 02:49 PM IST
joinshare
શું સરકાર દિવાળી પર આપશે ₹8000નું બોનસ, PM મોદીએ કરી જાહેરાત? જાણો શું છે વાયરલ મેસેજનું સત્ય

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
3 નવેમ્બરે સિંહ રાશિમાં બનશે શક્તિશાળી ત્રિગ્રહી યોગ: આ 4 ભાગ્યશાળી રાશિઓને અચાનક ધનલાભના યોગ!

3 નવેમ્બરે સિંહ રાશિમાં બનશે શક્તિશાળી ત્રિગ્રહી યોગ: આ 4 ભાગ્યશાળી રાશિઓને અચાનક ધનલાભના યોગ!

2

બદલાઈ ગયો વન-ડે મેચનો સમય! ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI મેચ આટલા વાગ્યે થશે શરૂ

3

શું સરકાર દિવાળી પર આપશે ₹8000નું બોનસ, PM મોદીએ કરી જાહેરાત? જાણો શું છે વાયરલ મેસેજનું સત્ય

4

ટ્રાઇ નેશન સિરીઝમાં પાકિસ્તાનને આ ભૂલ પડી ગઈ ભારે! ICCએ ફટકારી સજા

5

ઈઝરાયેલમાં નેતન્યાહૂ ગાદી પર ન બેસે માટે ખેલાઈ રહ્યો છે મોટો ખેલ : ચમત્કાર જ 'બીબી'ને અપાવી શકે છે સત્તા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દિવાળી નજીક આવી રહી છે અને તેવામાં દરેક વ્યક્તિ સૌથી પહેલા દિવાળી ગિફ્ટ અને બોનસની પ્રતીક્ષા કરે છે. આ વચ્ચે એક એવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોના ચહેરા પર ખુશી લાવી દીધી છે. વોટ્સએપ દ્વારા આ મેસેજ આવી રહ્યો છે અને તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી દરેકને 8000 રૂપિયાનું દિવાળી બોનસ આપી રહ્યાં છે.

દિવાળી બોનસના નામે વાયરલ થઈ રહેલા આ મેસેજ બાદ ઘણા લોકો બોનસની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ હવે સવાલ છે કે સોશિયલ મીડિયા પર છવાયેલો આ મેસેજ ખરેખર સાચો છે? શું કેન્દ્ર સરકારે 8000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે? આવો જાણીએ.

વાયરલ મેસેજમાં શું લખેલું છે?

સોશિયલ મીડિયા હેન્ડલ અને ખાસ કરી વોટ્સએપ પર જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે, તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર પ્રધાનમંત્રીના નામ પર દિવાળી બોનસ આપી રહી છે. આ ફોટો સહિત મેસેજમાં તે કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રીના નામ પર 8000 રૂપિયા દિવાળી બોનસ આપી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ મેસેજ ખોટો એટલે કે નકલી છે.

🚨 Scam Alert! 💸 ⚠️ A fraudulent message is circulating on WhatsApp falsely claiming that the Government of India is providing Rs 8000/- as diwali bonus under the name of the Prime Minister. The message leads to a fake website seeking personal information. 💡 Beware of phishing scams that could lead to financial losses. Do not click any suspicious links or share OTPs with unknown people. 🔴 Report suspicious content related to the Central Government to PIB Fact Check 🔽 📲 +91 8799711259 📩 factcheck@pib.gov.in

— PIB Fact Check (@PIBFactCheck) November 2, 2026

શું છે સત્ય?

પીઆઈબીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર સત્ય જણાવતા કહ્યું કે વોટ્સએપ પર ફેલાઈ રહેલાં સમાચાર નકલી છે અને તે તમને એક વેબસાઇટ પર લઈ જાય છે.

આ વેબસાઇટ તમારી પાસે અંગત જાણકારી માગે છે. તેવામાં ફિશિંગ સ્કેમથી સાવધાન રહો. તેનાથી તમારા પૈસા ગાયબ થઈ શકે છે અને કોઈ પ્રકારની લિંક પર ક્લિક ન કરો. પીઆઈબીએ લોકોને એલર્ટ કરતા કહ્યું કે અજાણ્યા લોકો સાથે પોતાનો ઓટીપી પણ શેર ન કરો.

આ પણ વાંચોઃ પંજાબ ચૂંટણી પહેલા AAPને ઝટકો, ભાજપમાં સામેલ થયા ત્રણ બળવાખોર MLA

નકલી મેસેજ જોવા મળે તો શું કરવું?

જો કેન્દ્ર સરકાર સાથે જોડાયેલી કોઈ શંકાસ્પદ જાણકારી તમને મળે તો પીઆઈબી ફેક્ટ ચેકનો સંપર્ક કરી શકો છો. પીઆઈ ફેક્ટ ચેકને જાણકારી આપવા માટે તેના મોબાઈલ નંબર 8799711259 અને ઈમેલ આઈડી factcheck@pib.gov.in પર સંપર્ક કરી શકો છો. મહત્વનું છે કે પીઆઈબી સિવાય તેલંગણા સાયબર સુરક્ષા બ્યૂરોએ પણ લોકોને આ નકલી મેસેજથી સાવચેત કર્યાં છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News