• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Glowing Skin: કાકડીના રસમાં આ વસ્તુ મિક્સ કરી આઈસક્યુબ બનાવો, 5 મિનિટની મસાજ વધારી દેશે ગ્લો

Glowing Skin: કાકડીના રસમાં આ વસ્તુ મિક્સ કરી આઈસક્યુબ બનાવો, 5 મિનિટની મસાજ વધારી દેશે ગ્લો

Glowing Skin: દિવાળીના દિવસોમાં ચહેરા પર 5 મિનિટમાં ગ્લો વધારે તેવા સ્પેશિયલ આઈસ ક્યુબ વિશે ચાલો તમને જણાવીએ. આ આઈસ ક્યુબથી ચહેરા પર મસાજ કરશો એટલે સ્કિન પર ઈન્સ્ટન્ટ ગ્લો વધી જશે.

Written ByKrupa Shah
Published: Nov 02, 2026, 08:57 AM IST|Updated: Nov 02, 2026, 08:59 AM IST
joinshare
Glowing Skin: કાકડીના રસમાં આ વસ્તુ મિક્સ કરી આઈસક્યુબ બનાવો, 5 મિનિટની મસાજ વધારી દેશે ગ્લો

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સ્વાદુપિંડ કેન્સરના લક્ષણો શું છે? જાણો આ ગંભીર કેન્સરના સંકેતો અને સારવારના વિકલ્પો

સ્વાદુપિંડ કેન્સરના લક્ષણો શું છે? જાણો આ ગંભીર કેન્સરના સંકેતો અને સારવારના વિકલ્પો

2

Rama Ekadashi 2026: ક્યારે છે રમા એકાદશી? જાણો રમા એકાદશીનું મહત્વ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ

3

રાજકોટ: હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, કેટરિંગ કામગીરી સાથે સંકળાયેલા 15થી વધુ કર્મચારીઓની અટકાયત

4

Ramayana: રામાયણ ફિલ્મનો એક સીન પુરો કરવામાં લાગ્યાં સાડા 6 વર્ષ ! જાણો કયો છે આ સીન ?

5

હવે વોટ્સએપ પર ચેક કરો તમારું PF બેલેન્સ અને પાસબુક, EPFOએ શરૂ કરી નવી સુવિધા; જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Glowing Skin: દિવાળીના તહેવારમાં દરેક યુવતીને સુંદર દેખાવું હોય છે. યુવતીઓ એવા ઉપાય શોધતી હોય છે જેનાથી સ્કીન પર ઇન્સ્ટન્ટ ગ્લો આવી જાય અને મેકઅપ ન કર્યો હોય ત્યારે પણ ત્વચા પર ચમક રહે. આવો એક જોરદાર નુસખો આજે તમને જણાવીએ. દિવાળીના પર્વ પર ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે તે માટે ઘરમાં રહેલી જ કેટલીક સામગ્રીની મદદથી આઈસ ક્યુબ બનાવવાના છે.

જે ખાસ આઈસ ક્યુબની અહીં વાત થઈ રહી છે તેમાં જે સામગ્રીનો ઉપયોગ થાય છે તે રેટિનોલ યુક્ત હોય છે. રેટિનોલ સ્કીનની સુંદરતા વધારે છે અને ડાઘ ધબ્બા ઓછા કરવામાં મદદ કરે છે. આ આઈસ ક્યુબથી મસાજ કરવાથી સ્કિન સોફ્ટ અને ચમકદાર દેખાય છે સાથે જ ત્વચા પર ફાઈનલાઇન્સ પણ ઓછી દેખાય છે.

આ પણ વાંચો: બેભાન વ્યક્તિના મોં પર પાણી છાંટવું જોખમી, જાણો વ્યક્તિને ભાનમાં લાવવા સૌથી પહેલા શું કરવું ?

ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો વધારે તેવા આઈસ ક્યુબ બનાવવા માટે કાકડીનો રસ, એલોવેરા જેલ, બટેટાનો રસ અને વિટામિન ઈ ની કેપ્સુલ ની જરૂર પડશે. આ ચાર વસ્તુ સ્કિનની સુંદરતા વધારવા માટે સૌથી બેસ્ટ ગણાય છે અને વર્ષોથી તેનો ઉપયોગ થાય છે.

આઈસ ક્યુબ બનાવવા માટે સૌથી પહેલા કાકડી અને બટેટાની છાલ કાઢી તેને મિક્સરમાં પીસી તેનો રસ કાઢી લો. કાકડી અને બટેટા બટેટાને અલગ અલગ પીસીને તેનો રસ કાઢવો. ત્યાર પછી એક બાઉલમાં કાકડીનો રસ અને બટેટાનો રસ મિક્સ કરવો. આ રસમાં બે ચમચી એલોવેરા જેલ અને એક વિટામિન ઈની કેપ્સુલ તોડી તેમાં ઉમેરવી. તૈયાર કરેલા મિશ્રણને બરાબર હલાવો. ત્યાર પછી આઈસ ક્યુબ ટ્રેમાં મિશ્રણ ભરીને ફ્રીઝરમાં મૂકી દો.

આ પણ વાંચો: Skin Cancer: ચામડીમાં થતા આ ફેરફારને સામાન્ય ન સમજો, ખાસ તો લાલ નિશાન દેખાય તો તુરંત પહોંચો ડોક્ટર પાસે

જ્યારે આઈસ ક્યુબ રેડી થઈ જાય ત્યારે તેનો ઉપયોગ કરો. આઈસ ક્યુબને ચહેરા પર લગાડતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરી લેવો. ત્યાર પછી આઈસ ક્યુબ ને રૂમાલ કે મલમલના કપડામાં રાખીને ચહેરા પર મસાજ કરો. ચહેરા પર એક થી બે મિનિટ માટે બરફ વડે મસાજ કરો અને ત્યાર પછી 5 મિનિટ મિશ્રણને ચહેરા પર લગાવી રાખો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

આ આઈસ ક્યુબનો ઉપયોગ તમે નિયમિત કરી શકો છો અથવા તો સપ્તાહમાં બે થી ત્રણ વખત પણ કરી શકો. જે લોકોની સ્કીન સેન્સિટીવ હોય તેમણે પહેલા પેચ ટેસ્ટ કરી લેવો. બરફની મસાજ પછી ચહેરા પર લાલ નિશાન પડી જાય તો તેનો ઉપયોગ કરવાનો ટાળવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News