નોકરીયાત વર્ગ માટે સારા સમાચાર છે. હવે તમારે તમારા પ્રોવિડેન્ટ ફંડના ખાતાનું બેલેન્સ ચેક કરવા માટે EPFO ની વેબસાઇટ કે બીજા પ્લેટફોર્મ પર જવાની જરૂર પડશે નહીં. EPFO એ વોટ્સએપ દ્વારા નવી સર્વિસ શરૂ કરી છે. તેની મદદથી કર્મચારી પોતાના મોબાઈલ પર પીએફ બેલેન્સ, પાસબુકની જાણકારી અને ખાતામાં થયેલા છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શન જોઈ શકશે. કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ 1 નવેમ્બર 2026ના EPFO ના 74મા સ્થાપના દિવસ પર આ સુવિધાની શરૂઆત કરી છે. આ નવી સર્વિસનો ઉદ્દેશ્ય પીએફ સાથે જોડાયેલી જાણકારી લોકો સુધી સરળતાથી પહોંચાડવાનો છે. ખાસ વાત છે કે તે માટે કર્મચારીએ અલગ-અલગ પોર્ટલ પર લોગઇન કરવાની જરૂર ઓછી થશે. આવો જાણીએ તમે WhatsApp પર PF બેલેન્સ કઈ રીતે ચેક કરી શકશો.
Step 1: તમારા મોબાઈલમાં WhatsApp ખોલો અને તમારા પોતાના UAN-રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી +91 8796441800 પર "Hi" કે "Hello" લખી મેસેજ મોકલો.
Step 2: ચેટબોટ તરફથી ભાષા પસંદ કરવાનો વિકલ્પ આવશે. તેમાં તમે તમારી ભાષા પસંદ કરી શકો છો.
Step 3: સ્ક્રીન પર PF Balance, Last 5 Transactions અને Passbook જેવા વિકલ્પ મળશે. PF બેલેન્સ જાણવા માટે Check Balance પસંદ કરો.
Step 4: તમારી ઓળખની ખાતરી માટે OTP માગવામાં આવશે. રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી દાખલ કરી વેરિફિકેશન પૂર્ણ કરો.
Step 5: વેરિફિકેશન બાદ ઉપલબ્ધ પીએફ એકાઉન્ટ કે Member ID પસંદ કરો. ત્યારબાદ તમારા ખાતાનું બેલેન્સ અને અન્ય જાણકારી સ્ક્રીન પર જોવા મળશે.
EPFO Services on WhatsApp Launched! 💬 Check your EPF Balance, view your last 5 transactions and download your Passbook with just a WhatsApp message. 📲 Scan the QR Code or say Hi at +91 8796441800. #EPFO #WhatsAppServices https://t.co/AqxDzFJr6E
— EPFO (@officialepfo) November 1, 2026
- તમારો મોબાઈલ નંબર UAN થી રજીસ્ટર્ડ હોવો જોઈએ.
- OTP વેરિફિકેશનની જરૂર પડી શકે છે.
- અલગ-અલગ કંપનીઓમાં નોકરી કરવા પર એકથી વધુ Member ID જોવા મળી શકે છે.
- માત્ર EPFO ના વેરિફાઇડ WhatsApp નંબરનો ઉપયોગ કરો.
- કોઈ અજાણી વ્યક્તિની સાથે OTP, UAN પાસવર્ડ કે બેંકની વિગત શેર ન કરો.
EPFO ની નવી WhatsApp સર્વિસ હેઠળ કર્મચારીઓને ઘણી જરૂરી સુવિધા મળશે.
1. સૌથી પહેલા યુઝર પોતાના પીએફ ખાતામાં જમા કુલ રકમની જાણકારી હાસિલ કરી શકશે. તેનાથી તેને માહિતી મેળવવામાં સરળતા રહેશે કે તેના ખાતામાં કેટલા પૈસા જમા છે.
2. બીજી સેવા પીએફ પાસબુક સાથે જોડાયેલી છે. કર્મચારી WhatsApp પર જ ખાતાની પાસબુકની જાણકારી જોઈ શકશે. તેનાથી પીએપ ખાતામાં જમા થનાર પૈસાનો રેકોર્ડ સમજવામાં મદદ મળશે.
3. ત્રીજી મોટી સુવિધા છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનને જોવાની છે. એટલે કે કર્મચારી પોતાના ખાતામાં થયેલા લેટેસ્ટ પાંચ વહીવટની જાણકારી હાસિલ કરી શકશે. તેનાથી તે જાણવામાં સરળતા રહેશે કે કંપની તરફથી પીએફમાં યોગદાન જમા થયું છે કે નહીં. આ સિવાય સર્વિસ પર PMVBRY યોજના સાથે જોડાયેલી જરૂરિયાતને પૂરી કરવા માટે સહાયતા પણ મળશે.