• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદ: અત્યંત આઘાતજનક...એક પિતાએ જ પોતાના 10 વર્ષના માસૂમની નિર્દયતાથી હત્યા કરી, પછી ત્યાં બાજુમાં જ સૂઈ ગયો

અમદાવાદ: અત્યંત આઘાતજનક...એક પિતાએ જ પોતાના 10 વર્ષના માસૂમની નિર્દયતાથી હત્યા કરી, પછી ત્યાં બાજુમાં જ સૂઈ ગયો

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા વીંછિયા ગામથી એક અત્યંત હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. જેમાં એક બાપે જ તેના માસૂમ પુત્રનો નિર્દયતાથી જીવ લઈ લીધો.

Written ByViral Raval
Published: Nov 02, 2026, 10:13 AM IST|Updated: Nov 02, 2026, 10:48 AM IST
joinshare
અમદાવાદ: અત્યંત આઘાતજનક...એક પિતાએ જ પોતાના 10 વર્ષના માસૂમની નિર્દયતાથી હત્યા કરી, પછી ત્યાં બાજુમાં જ સૂઈ ગયો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Strong Bone: નબળા હાડકા પણ એક મહિનામાં થઈ જાય લોખંડ જેવા મજબૂત, આ 3 સફેદ વસ્તુનો પાવડર પીવાનું શરુ કરો

Strong Bone: નબળા હાડકા પણ એક મહિનામાં થઈ જાય લોખંડ જેવા મજબૂત, આ 3 સફેદ વસ્તુનો પાવડર પીવાનું શરુ કરો

2

શું ફેયરફેક્સ (Fairfax) IDBI બેંકને તેના જ પૈસાથી ખરીદી રહી છે? થયો ચોંકાવનારો ખુલાસો

3

દિવાળી પર સસ્તામાં ઘરે લાવો નવી કાર: ટાટાથી લઈને મારુતિ સુધીની આ હેચબેક ગાડીઓ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

4

અમદાવાદ: અત્યંત આઘાતજનક...એક પિતાએ જ પોતાના 10 વર્ષના માસૂમની નિર્દયતાથી હત્યા કરી, પછી ત્યાં બાજુમાં જ સૂઈ ગયો

5

સ્વાદુપિંડ કેન્સરના લક્ષણો શું છે? જાણો આ ગંભીર કેન્સરના સંકેતો અને સારવારના વિકલ્પો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગૌરવ પટેલ, અમદાવાદ: સાણંદ તાલુકાના વીંછિયા ગામમાં એક બાપે પોતાના જ 10 વર્ષના માસૂમ પુત્રની હત્યા કર્યાનો  બનાવ સામે આવતા હડકંપ મચી ગયો છે. આ હત્યાના બનાવની જાણ  થતા જ સાણંદ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ. વધુ તપાસ અર્થે સાણંદ DySP નીલમ ગોસ્વામી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા.

અત્યંત ઘાતકી રીતે હત્યા કરી

મામલાની જે વિગતો સામે આવી રહી છે તે અત્યંત ચોંકાવનારી છે. જે પિતા પર બાળકો આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હોય છે, માતાની મમતા જેટલું જ પિતાના પ્રેમનું પણ મહત્વ હોય છે ત્યારે એ જ પિતાએ માત્ર 10 વર્ષના પોતાના જ પુત્રની કાળજું કંપાવી દે તે રીતે હત્યા કરી નાખી.

મળતી માહિતી મુજબ પિતાએ પહેલા તો પુત્રને ઘરની બહાર ઊંચો કરીને પછાડ્યો અને ત્યારબાદ લાકડીના જોરદાર પ્રહારથી તેની હત્યા કરી નાખી. આ હત્યાના બનાવના પગલે પોલીસના ધાડા ઘટનાસ્થળે ઉતરી આવ્યા છે. પોલીસે હત્યા માટે વપરાયેલી લાકડી પણ જમા કરી લીધી છે. પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા બાદ આ રાક્ષસ જેવો પિતા બાજુમાં જ સૂઈ ગયો હતો. 

હત્યારા પિતાની અટકાયત

માસૂમ ભૂલકાની હત્યા પિતાએ કયા કારણસર કરી તે તો હજુ સામે આવ્યું નથી. છોકરાઓ પર બધુ ન્યોછાવર કરી નાખતો પિતા કયા કારણસર રાક્ષસ બન્યો તે તો હજુ સામે આવ્યું નથી પરંતુ સાણંદ પોલીસે હત્યારા બાપ નરેશ કો. પટેલની અટકાયત કરી લીધી છે. હાલ સમગ્ર ઘટનાન મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ સાણંદ પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે.

આ બનાવે સમગ્ર પંથક અને ગુજરાત રાજ્યમાં હડકંપ મચાવી દીધો છે. એક બાપ પોતાના જ પુત્રની આવી નિર્દયતાથી હત્યા કઈ રીતે કરી શકે?

સમાચાર ટૂંકમાં...

  • સાણંદ તાલુકામાં એક કમકમાટી હત્યાનો બનાવ સામે આવ્યો
  • વીંછિયા ગામે પોતાના બાપે જ 10 વર્ષીય દીકરાની કરી હત્યા
  • પહેલા ઘર બહાર ઊંચો કરી પછાડ્યો પછી લાકડીથી જોરથી પ્રહાર કરી હત્યા કરી
  • હત્યાનો બનાવ બનતા જ સાણંદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી
  • વધુ તપાસ માટે બનાવની જાણ થતા સાણંદ DYSP નીલમ ગોસ્વામી દોડી આવ્યા
  • પોલીસે હત્યા કરવા માટે વાપરેલ લાકડીને જમા કરી
  • સાણંદ પોલીસે હત્યારા બાપ નરેશભાઈ કો.પટેલની અટકાયત કરી છે
  • હાલ સમગ્ર ઘટનાને મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ સાણંદ પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે
  • આ બનાવ બનતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News