• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /Rama Ekadashi 2026: ક્યારે છે રમા એકાદશી? જાણો રમા એકાદશીનું મહત્વ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ

Rama Ekadashi 2026: ક્યારે છે રમા એકાદશી? જાણો રમા એકાદશીનું મહત્વ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ

Rama Ekadashi 2026: દિવાળીનો પર્વ રમા એકાદશીથી શરુ થઈ જાય છે. ધનતેરસ અને દિવાળી પહેલા આવતી એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્વ છે. આ વર્ષે રમા એકાદશી કઈ તારીખે ઉજવાશે આવો જાણીએ.

Written ByKrupa Shah
Published: Nov 02, 2026, 09:51 AM IST|Updated: Nov 02, 2026, 09:57 AM IST
joinshare
Rama Ekadashi 2026: ક્યારે છે રમા એકાદશી? જાણો રમા એકાદશીનું મહત્વ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'રામાયણ'ના તોફાન બાદ બોક્સ ઓફિસ પર આવશે સુનામી: આગામી 60 દિવસમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે 7 મોટી ફિલ્મો

'રામાયણ'ના તોફાન બાદ બોક્સ ઓફિસ પર આવશે સુનામી: આગામી 60 દિવસમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે 7 મોટી ફિલ્મો

2

બોલીવુડમાં ડરનો માહોલ, હવે તુષાર કપૂર પાસે કોણે માંગી 5 કરોડની ખંડણી? પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

3

રાજકોટમાં SIRના મુદ્દે ભાજપ આક્રમક: કોંગ્રેસ ભ્રમ ફેલાવતી હોવાનો આરોપ, 13 કરોડ નામો પર રૂપાલાએ ફેંક્યો પડકાર

4

ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો: ગુજરાતના એક નાવિકનું મોત, 13ને સુરક્ષિત બચાવ્યા

5

સિંગલ ટેન્ડર હોવા છતાં AMCની લહાણી! મક્તમપુરાનું જીમ અને લાઈબ્રેરી વાર્ષિક રૂ. 6 લાખના ભાડે AIMIM પ્રમુખને સોંપાયા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rama Ekadashi 2026: આમ તો વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશીની તિથિ ખાસ હોય છે. પરંતુ સૌથી વિશેષ ગણાય છે દિવાળી પહેલા આવતી રમા એકાદશી. ધનતેરસ અને દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. તેવી જ રીતે ધનતેરસ પહેલા રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો મહત્વ છે. રમા એકાદશીથી જ દિવાળીના પર્વની શરૂઆત થઈ જાય છે. આજે જાણીએ રમા એકાદશીનું મહત્વ શું છે ? આ વર્ષે રમા એકાદશી કઈ તારીખે આવશે અને ભગવાન વિષ્ણુની પૂજા આ દિવસે કેવી રીતે કરવાની હોય.

આ પણ વાંચો: Weekly Horoscope: ધનતેરસથી દિવાળી સુધીમાં આ રાશિઓનું ચમકશે ભાગ્ય, વાંચો સાપ્તાહિક રાશિફળ

રમા એકાદશી 2026

પંચાંગ અનુસાર આ વર્ષ રમા એકાદશીનું વ્રત 5 નવેમ્બર 2026 અને ગુરુવારના રોજ રાખવામાં આવશે. રમા એકાદશી ગુરૂવારના દિવસે આવતી હોવાથી તેનું મહત્વ વધી જાય છે કારણ કે ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત દિવસ ગણાય છે. રમા એકાદશીના દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ વિધાન છે.

રમા એકાદશીના શુભ મુહૂર્ત

રમા એકાદશીનો પ્રારંભ 4 નવેમ્બરે સવારે 11.03 કલાકથી થશે. ઉદયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત 5 નવેમ્બરે માન્ય ગણાશે. 5 નવેમ્બરે સવારે 10:35 મિનિટ સુધી રમા એકાદશી રહેશે. ત્યાર પછી બારસની તિથિ શરૂ થઈ જશે. આમ 5 નવેમ્બરે સવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની રહેશે અને દિવસ દરમિયાન વ્રત કરીને 6 નવેમ્બરે એકાદશીના વ્રતના પારણા કરવા.

આ પણ વાંચો: Toran: દિવાળી પર ઘરના મુખ્ય દરવાજા પર કયું તોરણ લગાવવું શુભ ? જાણો

રમા એકાદશીની પૂજા વિધિ

રમા એકાદશીના દિવસે સવારે વહેલા જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરવા. આ દિવસે ઘરના મંદિરની સાફ-સફાઈ કરી ભગવાન ગણપતિ સામે વ્રત કરવાનો સંકલ્પ લેવો. ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટો સામે ઘીનો દીવો કરવો અને ભગવાન વિષ્ણુને પીળા ફુલ, ફળ અને ચંદન અર્પણ કરવા. ભગવાન વિષ્ણુની પૂજા કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વખત જાપ કરવો અને ભગવાનને ભોગ ધરાવો. રમા એકાદશીના વ્રતની કથા વાંચવી અને પછી આરતી કરવી.

આ પણ વાંચો: Evil Eye Remedies: સુખ, સંબંધ કે સમૃદ્ધિને લાગી છે નજર ? તો શનિવારે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય

રમા એકાદશીના વ્રતનું ધાર્મિક મહત્વ

ધાર્મિક માન્યતા અનુસાર રમા એકાદશીના દિવસે જે વ્યક્તિ ભગવાન વિષ્ણુની પૂજા કરી વ્રત કરે છે તેને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘર પર તેમના આશીર્વાદ બની રહે છે અને પરિવારમાં ખુશહાલી, આર્થિક સમૃદ્ધિ વધે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Spiritual