• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /બોલીવુડમાં ડરનો માહોલ, હવે તુષાર કપૂર પાસે કોણે માંગી 5 કરોડની ખંડણી? પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

બોલીવુડમાં ડરનો માહોલ, હવે તુષાર કપૂર પાસે કોણે માંગી 5 કરોડની ખંડણી? પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Tusshar Kapoor News: બોલીવુડમાં હાલ ભયનો ઓછાયો જોવા મળી રહ્યો છે. ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા બાદ હવે વધુ એક અભિનેતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ખંડણી માટે ફોન આવ્યો હોવાના સમાચાર છે. કોલ કરનારે પોતાની જાતને હૈરી બોક્સર તરીકે ઓળખાવી. જો કે પોલીસ તપાસમાં આ આખો મામલો ફેક નીકળ્યો.

Written ByViral Raval
Published: Nov 03, 2026, 11:53 AM IST|Updated: Nov 03, 2026, 12:01 PM IST
joinshare
બોલીવુડમાં ડરનો માહોલ, હવે તુષાર કપૂર પાસે કોણે માંગી 5 કરોડની ખંડણી? પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Image Credit: AI Generated Image with file photos

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
એક રિચાર્જ અને પતિ-પત્ની બંનેને મળશે અનલિમિટેડ 4G-5G ડેટા, આ કંપનીનો જબરદસ્ત ફેમિલી પ્લાન

એક રિચાર્જ અને પતિ-પત્ની બંનેને મળશે અનલિમિટેડ 4G-5G ડેટા, આ કંપનીનો જબરદસ્ત ફેમિલી પ્લાન

2

અમદાવાદમાં ફોર્ચ્યુનર કાર ચાલકે મચાવ્યો આતંક: ભયાનક અકસ્માતમાં મા-દીકરાનું કરૂણ મોત, કારમાંથી મળ્યા બિયરના ટીન

3

'રામાયણ'ના તોફાન બાદ બોક્સ ઓફિસ પર આવશે સુનામી: આગામી 60 દિવસમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે 7 મોટી ફિલ્મો

4

બોલીવુડમાં ડરનો માહોલ, હવે તુષાર કપૂર પાસે કોણે માંગી 5 કરોડની ખંડણી? પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

5

રાજકોટમાં SIRના મુદ્દે ભાજપ આક્રમક: કોંગ્રેસ ભ્રમ ફેલાવતી હોવાનો આરોપ, 13 કરોડ નામો પર રૂપાલાએ ફેંક્યો પડકાર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

બોલીવુડના સદાબહાર અભિનેતા જીતેન્દ્ર અને ટેલિવિઝન પર જેનો સિક્કો ચાલે છે તે એક્તા કપૂરના ભાઈ અને જાણીતા અભિનેતા તુષાર કપૂર પર એક વ્યક્તિનો ખંડણી માટે ફોન આવ્યો અને તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો હોવાનું તેણે જણાવ્યું હતું. કોલ કરનારાએ પોતાની ઓળખ હૈરી બોક્સર તરીકે આપી અને અભિનેતા પાસે 5 કરોડ રૂપિયા માંગ્યા. લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવતા જ અભિનેતા સતર્ક થઈ ગયો અને તેણે સીધો મુંબઈ પોલીસને ફોન કર્યો. ત્યારબાદ જે વિગતો સામે આવી તે ચોંકાવનારી છે.

મુંબઈ પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

  • તુષાર કપૂરે જેવો ખંડણી માટે ફોન આવ્યો કે તે મુંબઈ પોલીસ પાસે પહોંચી ગયો અને ફરિયાદ નોંધાવી દીધી. 
  • આ મામલે લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવતા મુંબઈ પોલીસ વિભાગ તરત એક્શનમાં આવી ગયો. 
  • તેમણે આ કેસની તપાસ એન્ટી એક્સટોર્શન સેલ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી. 
  • બંને સ્પેશિયલ ટીમો કોલની વિગતો અને લોકેશન ટ્રેસ કરવામાં લાગી ગઈ. 
  • પ્રાથમિક સ્તરે અભિનેતાની સિક્યુરિટીને ધ્યાનમાં રાખતા આ સમગ્ર મામલો સિક્રેટ રખાયો જેથી કરીને કોલ કરનારને ગંધ સુદ્ધા ન આવે.

OTT Release: દિવાળી વીકમાં ઓટીટી પર મળશે ભરપુર મનોરંજન, બ્લોકબસ્ટર ફિલ્મો સાથે વેબ સીરીઝ થશે રિલીઝ

પોલીસે શરૂ કરી દીધી તપાસ

  • પોલીસની ટેક્નિકલ ટીમે અભિનેતાને આવેલા ધમકીવાળા કોલનું રેકોર્ડિંગ પોતાના કબજામાં લીધું.
  • ત્યારબાદ અધિકારીઓએ તે રેકોર્ડિંગના અવાજને પોલીસ પાસે પહેલેથી રહેલા હૈરી બોક્સરના અસલી અવાજ સાથે મેળવી જોયો. 
  • તપાસ અને ફોરેન્સિક ટેસ્ટમાં ખુલાસો થયો કે આ બંને અવાજ મેળ ખાતો નથી. 
  • પોલીસના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે આ અવાજ હૈરી બોક્સર જેવો બિલકુલ નથી. 
  • આ તપાસ બાદ ઓફિસરોને ખાતરી થઈ ગઈ કે કોઈએ ફક્ત ડરાવા માટે આ કામ કર્યું હોવું જોઈએ. એટલે કે આ સંપૂર્ણ ફેક કોલ હતો.

Ramayana: રામાયણ ફિલ્મનો એક સીન પુરો કરવામાં લાગ્યાં સાડા 6 વર્ષ ! જાણો કયો છે આ સીન ?

ડરાવા માટે લોરેન્સ બિશ્નોઈના નામનો ઉપયોગ!

  • આ મામલે તપાસ આગળ વધતા પોલીસને શક ગયો કે કોઈ ચાલાક વ્યક્તિએ ફક્ત પોતાનો ખૌફ ફેલાવવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામનો સહારો લીધો હોવો જોઈએ. 
  • હાલના સમયમાં નાના મોટા બદમાશો અને માથાભારે લોકો મોટા ગેંગસ્ટર્સનો  ખૌફ દેખાડીને જાણીતી હસ્તીઓને ડરાવી ધમકાવી રહ્યા છે. 
  • આ મામલમાં પણ બદમાશોનો હેતુ અભિનેતાને ડરાવી ધમકાવીને પરેશાન કરી ભારે ભરખમ રકમ પડાવવાનો છે. 
  • જો કે પોલીસને પ્રાથમિક તપાસથી સ્પષ્ટ સંકેત મળે છે કે આ ફર્જીવાડાને અસલ ગેંગ સાથે કોઈ લેવાદેવા નથી. 
  • હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તુષાર કપૂરને કોલ રેકોર્ડિંગ મોકલનારાને પકડવા માટે દિવસ રાત એક કરી રહી છે. 
  • પોલીસ એ નંબરની કોલ ડિટેલ, ઈન્ટરનેટ એડ્રસ અને ફોનનું લોકેશન મેળવવામાં લાગી છે. 
  • સાઈબર ટીમ પણ ઈન્ટરનેટ સંબંધિત દરેક પુરાવા ભેગા કરવામાં લાગી છે. 
  • પોલીસનું માનવું છે કે ફોન કરનારાએ પોતાને બચાવવા માટે કદાચ ઈન્ટરનેટ  કોલ કે ફેક સીમનો ઉપયોગ કર્યો છે. 
  • ઓફિસરોનું સ્પષ્ટ કહેવું છે કે આરોપી ભલે ગમે તેટલી ચાલાકી કરે પરંતુ તે પોલીસની પકડથી વધુ દિવસ દૂર રહી શકશે નહીં.

જો કે આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે એફઆઈઆર નોંધાયેલી નથી. સૂત્રોનું કહેવું છે કે જ્યાં સુધી ધમકી આપનારાની યોગ્ય ઓળખ અને તેની પાછળની અસલ કહાની સામે ન આવે ત્યાં સુધી પ્રાથમિક તપાસ ચાલુ રહેશે. જેવા આરોપી અંગે પુરાવા હાથ લાગશે કે પોલીસ કડક કલમો હેઠળ ગુનો દાખલ કરશે. જો કે રાહતના સમાચાર એ છે કે તુષાર  કપૂર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news