• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદમાં ફોર્ચ્યુનર કાર ચાલકે મચાવ્યો આતંક: ભયાનક અકસ્માતમાં મા-દીકરાનું કરૂણ મોત, કારમાંથી મળ્યા બિયરના ટીન

અમદાવાદમાં ફોર્ચ્યુનર કાર ચાલકે મચાવ્યો આતંક: ભયાનક અકસ્માતમાં મા-દીકરાનું કરૂણ મોત, કારમાંથી મળ્યા બિયરના ટીન

Ahmedabad Nikol Hit and Run : અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. નિકોલમાં પૂરપાટ ઝડપે દોડતી ફોર્ચ્યુનર કારના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી રૂવાટા ઉભા કરે તેવો અકસ્માત સર્જ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં માનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ફડી ગયા હતા, જ્યારે દીકરાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો અને અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નશાની હાલતમાં વાહન ચલાવીને નિર્દોષ લોકોનો ભોગ લેનાર આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.

Written ByKinjal Patel
Published: Nov 03, 2026, 12:52 PM IST|Updated: Nov 03, 2026, 12:59 PM IST
joinshare
અમદાવાદમાં ફોર્ચ્યુનર કાર ચાલકે મચાવ્યો આતંક: ભયાનક અકસ્માતમાં મા-દીકરાનું કરૂણ મોત, કારમાંથી મળ્યા બિયરના ટીન

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મોંના કેન્સરના પ્રારંભિક લક્ષણો: લાંબા સમય સુધી ન રુઝાતા ચાંદા કેન્સરની નિશાની હોઈ શકે, જાણો ક્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ

મોંના કેન્સરના પ્રારંભિક લક્ષણો: લાંબા સમય સુધી ન રુઝાતા ચાંદા કેન્સરની નિશાની હોઈ શકે, જાણો ક્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ

2

આવી ગયા મોટા સમાચાર! આ ટીમમાં સામેલ થઈ શકે છે હાર્દિક પંડ્યા, MI સાથે જોડાશે અર્શદીપ સિંહ? IPL 2027 પહેલા ટ્રેડ પર મોટું અપડેટ

3

ગુજરાત ATSની મોટી સફળતા: D-ગેંગ સાથે કનેક્શન ધરાવતા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલાની ધરપકડ

4

એક રિચાર્જ અને પતિ-પત્ની બંનેને મળશે અનલિમિટેડ 4G-5G ડેટા, આ કંપનીનો જબરદસ્ત ફેમિલી પ્લાન

5

અમદાવાદમાં ફોર્ચ્યુનર કાર ચાલકે મચાવ્યો આતંક: ભયાનક અકસ્માતમાં મા-દીકરાનું કરૂણ મોત, કારમાંથી મળ્યા બિયરના ટીન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad Nikol Hit and Run: નિકોલમાં મોડી રાત્રે દારૂના નશામાં ચૂર એક નબીરાએ ફોર્ચ્યુનર ગાડીને ફૂટપાથ પર છૂટક ધંધો કરી પેટિયું રળતા પરિવારને વિખેરી નાંખ્યો છે. ઓઢવના અર્બુદાનગરની ઈશ્વરબાગ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર નગવાડિયા પત્ની અને પુત્રનું અકસ્માતમાં મોત થયું છે.

નોંધનીય છે કે 5 સભ્યોનો પરિવાર સિઝનલ વસ્તુઓનો ધંધો કરી ગુજરાન ચલાવતો હતો. જે દરમ્યાન ગઈકાલે રાત્રે માતા અને પુત્ર રાબેતા મુકબ ધંધો કરી રહ્યા હતા. ત્યાં દારૂના નશામાં ચૂર વિરલ ચૌધરીએ પોતાની ફોર્ચ્યુનર ગાડીના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી સીધી તેમના પર ફરી વળી હતી. જ્યાં માતાનું સ્થળ પર અને પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે પીડિતના પરિજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અને તેના જામીન મંજુર ન કરવાની માંગણી કરી છે.

રાજકોટમાં SIRના મુદ્દે ભાજપ આક્રમક: કોંગ્રેસ ભ્રમ ફેલાવતી હોવાનો આરોપ, 13 કરોડ નામો પર રૂપાલાએ ફેંક્યો પડકાર

નિકોલમાં દેવસ્ય સ્કૂલ સર્કલ પાસે બની ભયાનક ઘટના

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગતરાત્રે રફતારના રાક્ષસે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં GJ18-EF-4060 નંબરની ફોર્ચ્યુનર કારનો ચાલકે પૂરપાટ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. અચાનક ચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા વાહન ફૂટપાથ પર ચડી ગયું હતું અને ત્યાં પાથરણાવાળાઓ તથા બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. આ ભયાનક ટક્કરથી લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને ચીસાચીસ થઈ ગઈ હતી.

અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર; ફોર્ચ્યુનર કાર ચાલકે પાથરણાવાળાઓને કચડ્યા #Ahmedabad #Gujarat #BreakingNews #News https://t.co/VOIJdOxegL

— Zee 24 Kalak (@Zee24Kalak) November 3, 2026

 નિકોલની ઘટનામાં મા-દીકરાનું કરુણ મોત, ત્રણ વ્યક્તિઓ ગંભીર

આ દર્દનાક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા માતા પૂનમબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે તેમના 15 વર્ષીય પુત્ર સાગરનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. આ દુખના સમયથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ સિવાય કાર્તિકભાઈ સહિત અન્ય એક મહિલા અને અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સિંગલ ટેન્ડર હોવા છતાં AMCની લહાણી! મક્તમપુરાનું જીમ અને લાઈબ્રેરી વાર્ષિક રૂ. 6 લાખના ભાડે AIMIM પ્રમુખને સોંપાયા

તાત્કાલિક 112 અને 108 એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે

મોડી રાત્રે બનેલી આ અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તાત્કાલિક 112 અને 108 એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

કારમાંથી બિયરના ટીન મળ્યા, બ્લડ રિપોર્ટ પોઝિટિવ

 

અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર; આરોપી વિરલ ચૌધરીના પત્ની સાથે Z 24 કલાકની ખાસ વાત. #Ahmedabad #Gujarat #BreakingNews #News https://t.co/KARbXtA1C5

— Zee 24 Kalak (@Zee24Kalak) November 3, 2026

 આ ઘટનામાં એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે. અકસ્માત સર્જનાર કારચાલકની ઓળખ 36 વર્ષીય વિરલ સવજીભાઈ ચૌધરી (રહે. નાના ચિલોડા, અમદાવાદ) તરીકે થઈ છે. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને આરોપી કારચાલક ફરાર થાય તે પહેલાં જ તેને પકડી લીધો હતો, રોષે ભરાયેલા લોકોએ તેને સ્થળ પર જ મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે ફોર્ચ્યુનર કારની તપાસ કરતા તેમાંથી બિયરના 6 ટીન મળી આવ્યા હતા. આરોપીની મેડિકલ તપાસ કરાતા તેનો બ્લડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જેના લીધે એવું સાબિત થાય ચે કે ચાલાક નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો.

 

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ? સરાઝા પાર્ટી વિવાદ વચ્ચે પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!

નિકોલ પોલીસે તાત્કાલિક આરોપી વિરલ ચૌધરીની ધરપકડ કરી

આ ગમખ્વાર  ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિકોલ પોલીસે તાત્કાલિક આરોપી વિરલ ચૌધરીની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેની સામે કલમ 105 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News