Hardik Pandya Trade Update: IPL 2027 ઓક્શન પહેલા હાર્દિક પંડ્યાના ટ્રેડને લઈને એક મોટા અપડેટ મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યાના ટ્રેડ દ્વારા મુંબઈ ઈન્ડિયન્સ છોડીને અન્ય કોઈ ટીમમાં સામેલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબ કિંગ્સ ટ્રેડ દ્વારા હાર્દિક પંડ્યાને પોતાની ટીમ સાથે જોડી શકે છે. તેના બદલામાં મુંબઈ ઈન્ડિયન્સના સ્ક્વોડમાં પંજાબની ટીમના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને એક અન્ય ખેલાડી સામેલ થઈ શકે છે.
એક રિપોર્ટ અનુસાર, પંજાબ કિંગ્સ હવે હાર્દિક પંડ્યાના ટ્રેડની ડીલ ટૂંક સમયમાં પુરી કરશે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સને તેના બદલામાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને વિકેટકીપર બેટ્સમેન વિષ્ણુ વિનોદ ઓફર કરવામાં આવ્યા છે. બંને ફ્રેન્ચાઈઝીઓનું મેનેજમેન્ટ ડીલ માટે માની ગયું છે અને IPLના અધિકારીઓ દ્વારા હવે દસ્તાવેજી કાર્યવાહીને આગળ ધપાવી રહ્યા છે. આગામી અઠવાઠિયામાં જ સત્તાવાર રીતે આ ટ્રેડની જાહેરાત કરવામાં આવી શકે છે.
🚨 HARDIK TO PBKS & ARSHDEEP TO MI TRADE DEAL 🚨 - Hardik Pandya to Punjab Kings. - Arshdeep Singh & Vishnu Vinod to Mumbai Indians. MI & PBKS ARE SET TO COMPLETE ONE OF THE BIGGEST TRADE IN IPL HISTORY. (Sportstar). https://t.co/iBA67oHhjF
— Tanuj (@ImTanujSingh) November 3, 2026
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સના એક સીનિયર અધિકારીએ પંજાબ કિંગ્સ સાથે ટ્રેડ વિશે વાતચીત કરી હતી. પંજાબે હાર્દિકના ટ્રેડની શક્યતા પર ચર્ચા કરી અને અર્શદીપ સિંહ તેમજ વિષ્ણુ વિનોદને બદલામાં ઓફર કર્યા. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાના ટ્રેડ માટે કેટલીક અન્ય ટીમો સાથે પણ વાતચીત કરી હતી, પરંતુ પંજાબ સાથે તેમની વાત બની ગઈ.
અર્શદીપ સિંહની વિદાય પછી પંજાબ કિંગ્સને એક લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જોઈશે. રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ફ્રેન્ચાઈઝી લખનઉ સુપર જાયન્ટ્સ સાથે મોહસિન ખાનના ટ્રેડને લઈને વાત કરી શકે છે અને તેમને બદલામાં માર્કસ સ્ટોઈનિસ ઓફર કરી શકે છે. હાર્દિક પંડ્યાના પંજાબમાં સામેલ થયા પછી માર્કસ સ્ટોઈનિસનો રોલ ઓછો થઈ જશે. ટીમ ઈચ્છે તો તેમને ટ્રેડ કરીને એક સારા ભારતીય ફાસ્ટ બોલરને સ્ક્વોડમાં સામેલ કરી શકે છે. જોકે, મોહસિન ખાન સાથે ફિટનેસ એક મોટી સમસ્યા રહી છે.
અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે IPL 2025ના મેગા ઓક્શન પહેલા રિલીઝ કરી દીધા હતા. તેમણે પછીથી RTM કાર્ડ દ્વારા અર્શદીપને 18 કરોડ રૂપિયામાં ફરીથી ટીમમાં સામેલ કર્યા હતા. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેમને IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડ દ્વારા ગુજરાત ટાઈટન્સ પાસેથી લીધા હતા. ત્રણ સીઝન MIની કેપ્ટનશીપ કર્યા પછી તેમને એટલી સફળતા ન મળી, જેના કારણે હવે તેમનો કાર્યકાળ સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે.