ભારતીય વાયદા બજારમાં સોનું અને ચાંદી ભારે કડાકામાં જોવા મળી રહ્યા છે. બપોરે 2 વાગ્યાની આસપાસ સોનું 1.38 લાખ જ્યારે ચાંદી 1.77 લાખની આસપાસ જોવા મળી રહ્યા છે. જ્યારે રિટેલ બજારમાં સોનાનો ભાવ વધારા સાથે અને ચાંદીનો ભાવ ઘટાડા સાથે ખુલ્યો. સોનું 1.38 લાખ અને ચાંદી 1.77 લાખ પર ખુલ્યા. જાણો આજનો લેટેસ્ટ રેટ.
IBJA મુજબ આજે સોનું 594 રૂપિયાના વધારા સાથે 138118 પર ખુલ્યું. જે કાલે 137524 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જ્યારે ચાંદી 2672 રૂપિયા તૂટીને 177300 પર ખુલી છે જે કાલે 179972 પર બંધ થઈ હતી.
અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. એસોસિએશન દિવસમાં બેવાર ભાવ જાહેર કરે છે. ખુલતા ભાવ અને બંધ ભાવ. શનિવારે અને રવિવારે તથા રજાઓના દિવસે ભાવ જાહેર થતા નથી.
#indicative #Retail Selling #Rates for #Jewellery To get these rates on your phone give a missed call on - 8955664433 For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459 Follow us on Twitter : https://t.co/hRezuawiQW Follow us on Instagram : https://t.co/3vg1tjL62h Follow us on Facebook : https://t.co/smodeFXecm Follow us on Linkedin : https://t.co/dKUD95mzZR Subscribe to IBJA YouTube Channel : https://t.co/ORoJbQDEUK Visit IBJA Website : https://t.co/HT1GRh5y8C Join Whatsapp Group : : https://t.co/heYoYinukJ Join IBJA Whatsapp Channel : https://t.co/G6oCST64qw . . . #GoldRates #GoldJewellery #IBJA #BullionMarket #JewelleryRates #GoldPriceUpdate #GoldMarket #PreciousMetals #GoldTrading #JewelleryBusiness #IndianBullion #BullionIndustry #JewelleryIndustry #GoldInvestment #GoldNews #FinanceNews #MarketUpdate #InvestmentTips #GoldLovers #GoldDealer #GoldRates #GoldJewellery #BullionMarket #JewelleryBusiness #GoldPriceUpdate #GoldInvestment
— IBJA (@IBJA1919) November 3, 2026
MCX પર બપોરે 2 વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 1.33 ટકા તૂટીને 138328 રૂપિયા અને 4 ડિસેમ્બરવાળી 10 ગ્રામ ચાંદી 3.68 ટકાના ઘટાડા સાથે 177014 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે ચાંદી તો ખુલતાની સાથે જ 4400 રૂપિયા તૂટી હતી. જ્યારે સોનું પણ 1300 રૂપિયા તૂટ્યું હતું. ત્યારબાદ તેમાં વધારો થતો ગયો. વાયદા બજારમાં છેલ્લે ચાંદી 183779 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. જે આજે ખુલતાની સાથે જ 179350 પર પહોંચી ગઈ હતી. આમ તેમાં તાબડતોડ 4429 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.
જ્યારે સોનું સોમવારે 140186 રૂપિયા પર બંધ થયું હતું જે આજે ખુલતાની સાથે 138800 પર આવી ગયું હતું. એટલે કે સોનામાં એક ઝટકે 1386 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
ભારતમાં સોનું અને ચાંદી એ માત્ર રોકાણની રીતે નહીં પરંતુ ખુશહાલી, પરંપરા અને બચતનું પ્રતિક પણ ગણાય છે. પરંતુ વર્ષ 2026માં સોનાની આ ચમક જાણે ફિક્કી પડી રહી હોય તેવું જણાય છે. રોયટર્સના રિપોર્ટ મુજબ આકાશે આંબતા ભાવો અને ઘરેલુ બજેટના વધતા દબાણને પગલે દેશમાં સોનાની ડિમાન્ડ છેલ્લા 6 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ કોરોના મહામારી બાદ આવું પહેલીવાર જોવા મળ્યું છે કે જ્યારે દાગીનાની દુકાનો પર રૌનક આટલી ઝડપથી ગાયબ થયેલી જોવા મળી રહી છે.
બીજું પણ મહત્વનું એ છે કે સોનાની કુલ માંગણીના 50 ટકાથી વધુ ભાગ ગ્રામીણ વિસ્તારોનો છે. પરંતુ આ વર્ષે મોનસૂને છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો વરસાદ નોંધાવ્યો છે.
પાકના નુકસાન અને ખેતીથી થતી આવકમાં ઘટાડાએ ખેડૂતોના ખિસ્સાઓ પર ઊંડી અસર પાડી છે.