• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /પ્લેન ક્રેશ થયું તેની 10 મિનિટ પહેલા પાયલટે બોયફ્રેન્ડને મોકલ્યો હતો છેલ્લો મેસેજ, પછી મિસાઈલની જેમ પડ્યું અને ફાટ્યું વિમાન

પ્લેન ક્રેશ થયું તેની 10 મિનિટ પહેલા પાયલટે બોયફ્રેન્ડને મોકલ્યો હતો છેલ્લો મેસેજ, પછી મિસાઈલની જેમ પડ્યું અને ફાટ્યું વિમાન

Florida Plane Crash: અમેરિકાના ફ્લોરિડામાં રવિવારે એક ભયાનક પ્લેન અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા. ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં એક લિયરજેટ 60 વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં કો પાયલટ નતાલિયા ગાડેલ્હા ફિલ્ગુએરાસનું પણ મોત થયું. સામે આવી રહેલી વિગતો મુજબ કો પાયલટે વિમાન ક્રેશ થયું તેની ગણતરીની પળો પહેલા તેના બોયફ્રેન્ડને એક મેસેજ કર્યો હતો.

Written ByViral Raval
Published: Nov 03, 2026, 03:13 PM IST|Updated: Nov 03, 2026, 03:23 PM IST
joinshare
પ્લેન ક્રેશ થયું તેની 10 મિનિટ પહેલા પાયલટે બોયફ્રેન્ડને મોકલ્યો હતો છેલ્લો મેસેજ, પછી મિસાઈલની જેમ પડ્યું અને ફાટ્યું વિમાન
Image Credit: AI Generated Image with photos

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
એયર હોસ્ટેસ પાણીની બોટલ પર રેપર કેમ બાંધે છે? શું છે આ વાયરલ ટ્રિક, જાણો

એયર હોસ્ટેસ પાણીની બોટલ પર રેપર કેમ બાંધે છે? શું છે આ વાયરલ ટ્રિક, જાણો

2

ધનતેરસ પર ભૂલેચૂકે આ 4 વસ્તુ ન ખરીદતા, નહીં તો ઉપાધિના પોટલા આવશે, જાણો શું ખરીદવું જોઈએ?

3

દિવાળીમાં કાર ખરીદવાનો પ્લાન? માઇલેજ 27 કિમી સુધી, ભાવ 5.75 લાખથી શરૂ, ઓછા બજેટમાં શાનદાર SUV

4

IND vs NZ: પ્રથમ વનડેમાં બદલાઈ જશે ભારતીય ટીમ, આ બે ખેલાડીઓનું કપાશે પત્તુ! જાણો કોને મળશે તક

5

પ્લેન ક્રેશ થયું તેની 10 મિનિટ પહેલા પાયલટે બોયફ્રેન્ડને મોકલ્યો હતો છેલ્લો મેસેજ, પછી મિસાઈલની જેમ પડ્યું અને ફાટ્યું વિમાન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

અમેરિકાના ફ્લોરિડામાં રવિવારે 1 નવેમ્બરના રોજ એક ભયાનક પ્લેન અકસ્માત થયો જેમાં ક્રૂ સભ્યો સહિત 9 લોકોના અત્યંત દર્દનાક મોત થયા. આ વિમાન ફ્લોરિડાના રહેણાંક વિસ્તાર ગ્રીન એકર્સમાં તૂટી પડ્યું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનાર કો પાયલટે પ્લેન ક્રેશ થયું તેની બરાબર 10 મિનિટ પહેલા બોયફ્રેન્ડને મેસેજ કર્યો હતો.

કઈક અજૂગતું થયાની ગંધ!

રવિવારે એક લિયરજેટ 60 લગભગ 35000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. આ દરમિયાન ક્રૂએ બરફ જામવાની અને ટર્બ્યુલન્સનો રિપોર્ટ કરવાનું શરૂ કરી દીધુ હતું. વિમાન ઓપરેટ કરી રહેલી 20 વર્ષની પાયલટ નતાલિયા ગાદેલ્હા ફિલ્ગુઈરાસે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને સૂચના આપી હતી કે એરક્રાફ્ટ હળવી અને સાફ બરફ સાથે અથડાઈ રહ્યું છે. ઘટના દરમિયાન  બહારનું તાપમાન લગભગ -47 ડિગ્રી સેલ્સિયસ હતું અને વિમાન મીડિયમ ટર્બ્યુલન્સનો સામનો કરી રહ્યું હતું.

Florida Plane Crash: ફ્લોરિડામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, આગનો ગોળો બનેલા પ્લેનમાં સવાર 9 લોકોના મોત

કો પાયલટે કર્યો હતો બોયફ્રેન્ડને મેસેજ

આ અકસ્માત બદ નતાલિયાનું એક કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે અને એવું કહેવાય છે કે ઘટનાની બરાબર 10 મિનિટ પહેલા તેણે તેના બોયફ્રેન્ડને એક મેસેજ કર્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ નતાલિયાના સાવકા પિતા થિયાગો  કોર્ટેલેટીએ જણાવ્યું કે તેમની પુત્રીએ બપોરે લગભગ 12.40 કલાકે તેણે તેના પાર્ટનરને એક મેસેજ કર્યો હતો. જ્યારે પ્લેન 12.50 કલાકે ક્રેશ થયું હતું. નતાલિયાનો પાર્ટનર પણ પાયલટ છે. થિયાગોએ જણાવ્યું કે તેમની દીકરીએ મેસેજમાં લખ્યું હતું કે ચારેબાજુ બરફ અને ટર્બ્યુલન્સ છે.

Prior to the November 1, 2026 crash in Florida, there is no recorded historical precedent of a Learjet 60 experiencing a TOTAL in-flight separation of its horizontal stabilizer and elevator assembly. No professional pilot EVER willingly flies a business jet directly into a severe thunderstorm cell - and yet the Learjet 60 UNWITTINGLY flew directly into “a SEVERE thunderstorm core” over Wellington, Florida - at 35,000 feet. Early technical evidence and expert analysis indicate that the aircraft lost its elevator control surfaces during flight, due to a CATASTROPHIC structural failure, rendering the pilots COMPLETELY unable to pull-out of the dive. This means, the aircraft encountered ‘a PERFECT storm’ of mechanical, aerodynamic, and environmental extremes - that bypassed ALL built-in safety margins - FAR exceeding its certified structural engineering limits. We can confirm - that this was INDEED a DELIBERATE Act of Assertive Dominance from “SUPERIOR Grey Alien Technology” - to create a CATASTROPHIC Disaster that would SHAKE the Trump Administration – as the Grey Aliens DESIGNATED the impact to land ‘just around the CORNER’!… from Mar-a-Lago. Now in THIS occurrence, miraculously, no civilians OUTSIDE the craft were harmed – and the 9 souls on board never ‘felt’ anything; it was “QUICK”! Superior Intelligence and Dominion: THEY dictate: WHERE it all lands, and WHO is impacted - all in a matter of SECONDS! The Aliens ALWAYS came in Peace. The MILITARY were the ones doing ‘the alien invasion’. It was through these MILITARY world wars, that governments and military used “alien tech” to unalive MILLIONS of people globally – with NO concern for “the Sacred Universal Balance of Life and Death”, or ANY Universal Repercussions those actions would INCUR in the FUTURE! From the very beginning, the gift of aviation has been used to make military crafts. This was “NOT the deal.” Disclaimer: Co-Authored by Grey Aliens - who KNOW ‘what really happened’. No Fictional narrative was used in this article. The above is a condensed sample of today’s Blog. Video text: Learjet 60 Crash - Greenacres, Florida. November 1, 2026

— The True Prophets (@Real2Witnesses) November 2, 2026

ક્રેશ પહેલા આપ્યો હતો મેડે કોલ

નતાલિયાની સાથે ફ્લાઈટમાં હાજર પાયલટ વિશે હજુ ઓળખ સામે આવી નથી. વિમાનમાં સામે આવેલી છેલ્લા સમયની રેકોર્ડિંગમાં એક વ્યક્તિ પ્રાર્થના કરતો સાંભળી શકાય છે. જ્યારે નતાલિયા જોર જોરથી બૂમો પાડતી હતી.

ઘટના પહેલા ક્રૂ જમા થયેલા બરફને મેનેજ કરવાની કોશિશ કરતું હતું પરંતુ વરસાદના કારણે સ્થિતિ બદલાઈ ગઈ. પાયલટ્સે આ સ્થિતિને પહોંચી વળવા માટે ATC પાસે 37000 ફૂટ ઉપર ઉડવાની મંજૂરી પણ માંગી હતી. જો કે મંજૂરી મળ્યાના 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં તેમણે એરક્રાફ્ટના નીચે ઉતરવાની જાણ કરી અને મેડે કોલ આપ્યો.

અરબ પક્ષો સાથે ડીલ નક્કી: ગાદી આઈજનકોટ બનશે ઇઝરાયેલના નવા પ્રધાનમંત્રી? નેતન્યાહૂની સત્તા સામે મોટો ખતરો

મિસાઈલની જેમ પડ્યું અને ફાટ્યું

ક્રૂએ સ્થાનિક સમય મુજબ લગભગ 12.48 કલાકે મેસેજ આપ્યો કે તેઓ ઓવરસ્પીડ કન્ડીશનમાં છે અને નીચે ઉતરી રહ્યા છે. નતાલિયાએ બાદમાં એર ટ્રાફિક કંટ્રોલને જણાવ્યું કે વિમાન 20,000 ફૂટ પ્રતિ મિનિટથી વધુની ઝડપથી નીચે આવી રહ્યું હતું. તેમણે વિમાનના જમીન સાથે અથડાવવાની ભીતિ વ્યક્ત કરી અને બૂમો પાડતા કહ્યું કે મેડે મેડે, અમે 10,000 ફૂટ પ્રતિ મિનિટ નીચે આવી રહ્યા છીએ. અમે ઓવરસ્પીડમાં છીએ અને 20,000 ફૂટ પ્રતિ મિનિટની સ્પીડથી નીચે આવી રહ્યા છીએ. અમે જમીન સાથે અથડાવવાના છીએ. ત્યારબાદ નતાલિયા એવું કહેતી સંભળાય છે કે 'હે ભગવાન અમારો સમય પૂરો થઈ ગયો છે.' એર ટ્રાફિક કંટ્રોલરે એરક્રાફ્ટ સાથે સંપર્ક કરવાની કોશિશ ચાલુ રાખી પરંતુ કોઈ જવાબ ન મળ્યો અને પ્લેનમાં સવાર તમામ 9 લોકો માર્યા ગયા. 

Add Zee News as a Preferred Source
TAGS:
World News