• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગુજરાત ATSની મોટી સફળતા: D-ગેંગ સાથે કનેક્શન ધરાવતા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલાની ધરપકડ

ગુજરાત ATSની મોટી સફળતા: D-ગેંગ સાથે કનેક્શન ધરાવતા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલાની ધરપકડ

Gujarat ATS Salim Dola Arrest: અમદાવાદ-ડિ ગેંગ જોડે સીધુ કનેકશન ધરાવતા ડ્રગ્સ માફિયા સલીમ ડોલાની ગુજરાત એટીએસે ધરપકડ કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ઇસ્માઇલ ડોલાની ધરપકડ થતા ગુનાની દુનિયાના ખૂંખારોમાં ખળભળાટ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે વડોદરાના સિંધરોટમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. તે ફેક્ટરીમાંથી 87.728 કિલો MD ડ્રગ્સ ઝડપાયું હતું. ATS માં ચાલી રહેલા કેસમાં સલીમ ડોલા વોન્ટેડ હતો. આરોપી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરાઈ હતી.

Written ByKinjal Patel
Published: Nov 03, 2026, 01:18 PM IST|Updated: Nov 03, 2026, 01:27 PM IST
joinshare
ગુજરાત ATSની મોટી સફળતા: D-ગેંગ સાથે કનેક્શન ધરાવતા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલાની ધરપકડ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ગાંધીનગરને મળ્યા નવા મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, Z 24 કલાકની ખબર પર લાગી મહોર

ગાંધીનગરને મળ્યા નવા મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, Z 24 કલાકની ખબર પર લાગી મહોર

2

મોંના કેન્સરના પ્રારંભિક લક્ષણો: લાંબા સમય સુધી ન રુઝાતા ચાંદા કેન્સરની નિશાની હોઈ શકે, જાણો ક્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ

3

આવી ગયા મોટા સમાચાર! આ ટીમમાં સામેલ થઈ શકે છે હાર્દિક પંડ્યા, MI સાથે જોડાશે અર્શદીપ સિંહ? IPL 2027 પહેલા ટ્રેડ પર મોટું અપડેટ

4

ગુજરાત ATSની મોટી સફળતા: D-ગેંગ સાથે કનેક્શન ધરાવતા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલાની ધરપકડ

5

એક રિચાર્જ અને પતિ-પત્ની બંનેને મળશે અનલિમિટેડ 4G-5G ડેટા, આ કંપનીનો જબરદસ્ત ફેમિલી પ્લાન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat ATS Salim Dola Arrest: ગુજરાત ATSને એક મોટી સફળતા હાથ લાગી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સલીમ ઇસ્માઇલ ડોલાની કસ્ટડી મેળવવામાં ગુજરાત ATS સફળ રહી છે. જી હા... વર્ષ 2022ના કરોડો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સ કેસમાં આરોપી લાંબા સમયથી વોન્ટેડ હતો.

અમદાવાદમાં ફોર્ચ્યુનર કાર ચાલકે મચાવ્યો આતંક: ભયાનક અકસ્માતમાં મા-દીકરાનું કરૂણ મોત, કારમાંથી મળ્યા બિયરના ટીન

આ ઘટના વિશે વાત કરીએ તો વર્ષ 2022 દરમિયાન ગુજરાત ATSએ ચોક્કસ બાતમીના આધારે વડોદરા નજીક આવેલા સિંધરોટ ગામમાં એક દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન ગેરકાયદેસર રીતે ધમધમતી મેફેડ્રોન (MD ડ્રગ્સ) બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. ઘટના સ્થળેથી આશરે 87.728 કિલોગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી હતી. બીજી બાજુ ગુજરાત એટીએસની રેડ દરમિયાન સ્થાનિક પ્યાદાઓ ઝડપાઈ ગયા હતા, પરંતુ આ સમગ્ર નેટવર્કનો મુખ્ય માફિયા સલીમ ડોલા ફરાર થવામાં સફળ રહ્યો હતો.

 

કોણ છે સલીમ ડોલા?

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સલીમ ઇસ્માઇલ ડોલા ભારતની વિવિધ તપાસ એજન્સીઓ માટે માથાનો દુખાવો બન્યો હતો. ગુજરાત ATS, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને કેન્દ્રીય એજન્સી NCBની તપાસમાં સામે આવ્યું હતું કે તે કરોડો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સ રેકેટનો મુખ્ય ષડયંત્રકારી હતો. ભારતમાંથી ફરાર થયા બાદ તે દુબઈ અને અન્ય ખાડી દેશોમાં છુપાઈને રહેતો હતો. ત્યાંથી જ તે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ ચલાવતો હતો. ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાયેલા કરોડો રૂપિયાને તે હવાલા નેટવર્ક દ્વારા ટ્રાન્સફર કરતો અને વિવિધ ક્ષેત્રોમાં બેનામી રોકાણ કરતો હતો.

રાજકોટમાં SIRના મુદ્દે ભાજપ આક્રમક: કોંગ્રેસ ભ્રમ ફેલાવતી હોવાનો આરોપ, 13 કરોડ નામો પર રૂપાલાએ ફેંક્યો પડકાર

ઇસ્માઇલ ડોલા વિરુદ્ધ ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ

સલીમ ડોલાને ઝડપી પાડવા માટે દેશ-વિદેશની વિવિધ એજન્સીઓ સક્રિય હતી. ગુજરાત ATS દ્વારા તેની વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ તેમજ ઈન્ટરપોલ (Interpol)ના માધ્યમથી 'રેડ કોર્નર નોટિસ' જાહેર કરાઈ હતી. લાંબી ટેક્નિકલ, ડિપ્લોમેટિક અને કાયદાકીય પ્રક્રિયા બાદ આખરે ગુજરાત ATS તેને પાછો લાવવામાં સફળ રહી છે.

ઇસ્માઇલ ડોલાની તપાસ દરમિયાન થઈ શકે છે મોટા ખુલાસા

સલીમ ડોલાની ધરપકડ બાદ તેની બારીકાઈથી પૂછપરછ કરવામાં આવશે. જી હા.. એજન્સીઓને આશા છે કે તેની કસ્ટડી દરમિયાન D-ગેંગના ભારતમાં સક્રિય અન્ય નેટવર્ક અને કડીઓની માહિતી મળશે. ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા ચહેરાઓ અને ફાઇનાન્સર્સના નામો ખુલ્લા પડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ સપ્લાય રૂટ અંગેના મહત્વના પુરાવાઓ મળી શકે છે.

સિંગલ ટેન્ડર હોવા છતાં AMCની લહાણી! મક્તમપુરાનું જીમ અને લાઈબ્રેરી વાર્ષિક રૂ. 6 લાખના ભાડે AIMIM પ્રમુખને સોંપાયા
 

સમાચારનો સાર:-

  • ગુજરાત ATSની મોટી કાર્યવાહી.
  • આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ઇસ્માઇલ ડોલાની ધરપકડ.
  • વડોદરાના સિંધરોટમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો.
  • ફેક્ટરીમાંથી 87.728 કિલો MD ડ્રગ્સ ઝડપાયું હતું.
  • ATS માં ચાલી રહેલા કેસમાં સલીમ ડોલા વોન્ટેડ હતો.
  • આરોપી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરાઈ હતી.
Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News
Gujarati News