Airtel Family Recharge Plans: જો તમે મોંઘા રિચાર્જ પ્લાનથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે છે. ઘણી કંપનીઓ ફેમિલી પ્લાન પણ ઉપલબ્ધ કરાવે છે. તેમાં તમે એક રિચાર્જમાં પરિવારના સિમ ચાલૂ રાખી શકો છો. ભારતીય ટેલીકોમ કંપની એરટેલ યુઝર્સને આ પ્રકારનો પોસ્ટપેડ પ્લાન ઉપલબ્ધ કરાવે છે. પરંતુ ઘણા યુઝર્સ જાણકારીના અભાવમાં તેનો ફાયદો ઉઠાવી શકતા નથી. તમે તમારી જરૂરિયાત પ્રમાણે એડિશનલ સિમ સુધી ખરીદી શકો છો.
જો તમે ઘરમાં બે લોકો છો કે પતિ-પત્ની છો તો તમારા માટે એરટેલનો 749 રૂપિયાવાળો પ્લાન લઈ શકો છો. આ પ્લાનમાં 2 સિમ કાર્ડ (પ્રાઇમરી અને 1 એડ-ઓન) સામેલ હોય છે. તેમાં બંને સભ્યોને અનલિમિટેડ 4G અને 5G ડેટા આપવામાં આવે છે. આ સાથે દેશભરમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા પણ મળે છે. યુઝર્સને બીજા બેનિફિટ્સ પણ મળે છે.
આ પ્લાનમાં પણ 5G સ્લાઇસિંગની સાથે ફાસ્ટ જેન ટેક્નોલોજીનો સપોર્ટ આપવામાં આવ્યા છે. તેની સાથે મળનાર ઓટીટી અને ડિજિટલ ફાયદામાં 6 મહિના માટે Amazon Prime Mobile સબ્સક્રિપ્શન, 6 મહિના માટે Google One (100GB ક્લાઉડ સ્ટોરેજ), 1 વર્ષ માટે JioHotstar Mobile સબ્સક્રિપ્શન, 3 મહિના માટે Airtel Xstream Play Premium અને 12 મહિના માટે Adobe Express Premium સામેલ છે. સુરક્ષા અને સુવિધા માટે પણ તેમાં ફ્રોડ લિંક બ્લોકિંગ, સ્પેમ પ્રોટેક્શન, ઓટીટી એલર્ટ્સ, ફ્રી હેલોટ્યૂન્સ અને બ્લૂ રિબન બેગ જેવી સર્વિસ આપવામાં આવી રહી છે.
જોકે તમે તમારા બાળકોને પણ આ પ્લાનમાં જોડવા ઈચ્છો છો તો તમે 1049 રૂપિયાવાળો પ્લાન લઈ શકો છો. તેમાં ઉપર આપવામાં આવેલા બધા બેનિફિટ્સ મળે છે. સાથે વધુ એક એડિશનલ સિમ મળે છે. એટલે કે આ પ્લાનની સાથે તમને કુલ 3 સિમ કાર્ડ મળશે. જેમાં પતિ-પત્ની અને બાળક ઉપયોગ કરી શકે છે. પરંતુ તમે તમારી જરૂરિયાત પ્રમાણે બીજા સભ્યની સાથે તમારો પ્લાન શેર કરી શકો છો. સારી વાત છે કે આ પ્લાનની સાથે 5જી સ્લાઇસિંગની સાથે ફાસ્ટ લેન ટેક્નોલોજીનો સપોર્ટ મળે છે. આવો જાણીએ આ ટેક્નોલોજી શું છે.
Airtel પ્રમાણે આ પ્લાન્સ એક અપગ્રેડેડ 5જી નેટવર્ક પર કામ કરે છે, જેમાં નેટવર્ક સ્લાઇસિંગની એડવાન્સ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપની તેને જ ફાસ્ટ લેન ટેક્નોલોજીના નામથી પ્રચારિત કરી રહી છે. આ તકનીક નેટવર્કને વધુ મજબૂત બનાવે છે, જેનાથી પોસ્ટપેડ ગ્રાહકોને એક શાનદાર અને ઝડપી ઈન્ટરનેટનો અનુભવ મળે છે. આ 5જી સ્લાઇસિંગનો ફાયદો કંપનીના તમામ પોસ્ટપેડ પ્લાન્સ પર ઉપલબ્ધ છે અને જૂના ગ્રાહકોને આ લાભ તમને મળશે.