'રામાયણ' બોક્સ ઓફિસ પર કેટલી ધમાલ મચાવશે, તેના પર બધા લોકોની નજર છે. ફિલ્મ પાસેથી રેકોર્ડતોડ કમાણી કરવાની આશા કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ છે કે રામાયણ બાદ સિનેમાઘરોમાં શું થશે? શું આ વર્ષ 2026ની છેલ્લી મોટી ફિલ્મ છે? જો તમે આવું વિચારી રહ્યાં છો તો તેવું નથી. રામાયણની રિલીઝ બાદ આગામી 60 દિવસ એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર સુધી સિનેમાઘરોમાં 7 મોટી ફિલ્મ આવવાની છે.
રામાણય રિલીઝ થયા બાદ 20 નવેમ્બરે બોક્સ ઓફિસ પર બે અલગ-અલગ જોનરની ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળશે. પ્રથમ છે સની દેઓલની સૂર્યા. આ ફિલ્મોમાં સની એકવાર ફરી પોતાના દમદાર અને ઈન્ટેન્સ એક્શનમાં જોવા મળશે. આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે અને તેમાં તેમની સાથે રવિ કિશન પણ છે.
તો બીજી છે કાલી ખેતી. જેકી શ્રોફ, શરદ કેલકર અને નેહા સરગમની આ ફિલ્મ રૂરલ હોરર થ્રિલર છે. ફિલ્મની કહાની ડર, પરિવાર અને ભૂતકાળના ખતરનાક સત્યની આસપાસ જોવા મળશે.
નવેમ્બરનો છેલ્લો શુક્રવાર બોક્સ ઓફિસ માટે ખાસ રહેવાનો છે. આ દિવસે ત્રણ અલગ-અલગ જોનરની ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થશે.
'યે પ્રેમ મોલ લિયા'- આયુષ્માન ખુરાના પ્રથમવાર સુરજ બડજાત્યા અને રાજશ્રી પ્રોડક્શન સાથે કામ કરી રહ્યો છે. આયુષ્માન સિવાય આ ફિલ્મમાં શરવરી, અનુપમ ખેર, સૌમ્ય ટંડન અને સીમા પાહવા જોવા મળશે. આ ફેમિલી ડ્રામા ફિલ્મ છે અને તેમાં રોમાન્સનો તડકો પણ જોવા મળશે.
‘માયસા’: રશ્મિકા મંદાનાની આ ફિલ્મ દમદાર કહાની છે અને ઇમોશનલ ડ્રામાની સાથે દર્શકોની સામે આવશે. ફિલ્મને આયુષ્માન ખુરાનાની 'યે પ્રેમ મોલ લિયા' થી બોક્સ ઓફિસ પર ટક્કર મળી શકે છે.
‘ગનમાસ્ટર G9’: ઇમરાન હાશમી અને જેનેલિયા દેશમુખ સાથે કામ કરી રહ્યાં છે. તેની આ સસ્પેન્સ-એક્શન થ્રિલરનો મુકાબલો ફેમિલી ડ્રામા અને એક્શન ફિલ્મની સાથે થશે.
ડિસેમ્બરની શરૂઆત 'ઈથા'થી થશે. સ્ત્રીની સફળતા બાદ શ્રદ્ધા કપૂર મહારાષ્ટ્રની જાણીતી લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાવકરની બાયોપિકમાં જોવા મળશે. ફિલ્મમાં તેમના સંઘર્ષ, કળા પ્રત્યે સમર્પણ અને સફરને દર્શાવવામાં આવશે.
વર્ષ 2026નો અંત શાહરૂખ ખાનની ફિલ્મ કિંગની રિલીઝની સાથે થશે. શાહરૂખ ખાન સિવાય ફિલ્મમાં સુહાના ખાન, દીપિકા પાદુકોણ અને અભિષેક બચ્ચન જોવા મળશે. મોટા સિતારા અને એક્શનથી ભરપૂર આ ફિલ્મથી વર્ષના અંતમાં બોક્સ ઓફિસ પર જોરદાર હલચલ મચવાની આશા છે.
કેમ ખાસ રહેશે આ 60 દિવસ?
રામાયણ જેવી મોટા બજેટની ફિલ્મ બાદ સામાન્ય રીતે બીજા ફિલ્મો પોતાની રિલીઝને ટાળવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં ફિલ્મોની રિલીઝનો કાર્યક્રમ રસપ્રદ છે. દરેક ફિલ્મ અલગ પ્રકારના દર્શકોને ધ્યાનમાં રાખી બચાવવામાં આવી છે. સની દેઓલ અને શાહરૂખની ફિલ્મો જ્યાં એક્શન અને માસ મનોરંજન પસંદ કરનાર દર્શકોને સિનેમાઘર સુધી લાવી શકે છે. તો આયુષ્માન ખુરાનાની ફેમિલી ડ્રામા અને શ્રદ્ધા કપૂરની બાયોપિક અલગ પ્રકારના દર્શકોને થિએટર્સ સુધી લાવશે.