• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /Evil Eye Remedies: સુખ, સંબંધ કે સમૃદ્ધિને લાગી છે નજર ? તો શનિવારે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય

Evil Eye Remedies: સુખ, સંબંધ કે સમૃદ્ધિને લાગી છે નજર ? તો શનિવારે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય

Evil Eye Remedies: તમારા સુખી જીવન, ધનની આવક કે સંબંધોને વારંવાર નજર લાગી જાય છે ? જો હા તો આવી ખરાબ નજરને દુર કરવા શનિવારે આ 5 માંથી કોઈ 1 ઉપાય અપનાવો. આ ઉપાય નેગેટિવ એનર્જી તુરંત દુર કરી શકે છે.

Written ByKrupa Shah
Published: Oct 31, 2026, 03:46 PM IST|Updated: Oct 31, 2026, 03:50 PM IST
joinshare
Evil Eye Remedies: સુખ, સંબંધ કે સમૃદ્ધિને લાગી છે નજર ? તો શનિવારે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ધનતેરસ પર બંધ રહેશે બેંકો? ચેક કરો નવેમ્બરના પહેલા અઠવાડિયાની RBIની હોલીડે લિસ્ટ

ધનતેરસ પર બંધ રહેશે બેંકો? ચેક કરો નવેમ્બરના પહેલા અઠવાડિયાની RBIની હોલીડે લિસ્ટ

2

અર્નબ પછી હવે 'મુરસુ'નો પ્રલય! 48 કલાકમાં ત્રાટકશે વધુ એક ખતરનાક વાવાઝોડું, દરિયાઈ તોફાન મચાવશે તબાહી!

3

Sanjay Gupta: બાથરુમમાં કેવી રીતે પડ્યા સંજય ગુપ્તા, કેવી રીતે થયું મોત ? જાણો ઘટનાની હકીકત

4

ચીનને મળ્યો દુર્લભ ધાતુઓનો મસમોટો ખજાનો, સોના ઉપરાંત ફાઈટર જેટ્સમાં વપરાતું રેનિયમ, નિકલ પણ મળ્યું

5

Evil Eye Remedies: સુખ, સંબંધ કે સમૃદ્ધિને લાગી છે નજર ? તો શનિવારે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Evil Eye Remedies: શું તમારી સાથે પણ એવું થયું છે કે સોશિયલ મીડિયા પર પતિ કે પત્ની સાથે સુંદર ફોટો શેર કર્યો હોય અને પછી કારણ વિના ઝઘડો થઈ જાય ? કે પછી સારા ચાલતા કામ વિશે ચર્ચા થયા પછી કામમાં અચાનક સમસ્યા આવવા લાગે ? આવું થવા પાછળ નજર જવાબદાર હોય શકે છે. નજર દોષ સુખ, શાંતિ, સંબંધ અને આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર કરી શકે છે. જો તમને પણ લાગતું હોય કે તમારા સંબંધોને કે પછી તમારા કામને કોઈની નજર લાગી છે તો નજર દોષ દુર કરવા શનિવારે આ 5 માંથી કોઈ 1 ઉપાય કરો.

જ્યોતિષ શાસ્ત્રમાં નજર દોષને નકારાત્મક ઊર્જા સાથે જોડીને જોવામાં આવે છે. માન્યતા છે કે નજર ઉતારવા શનિવારનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ઘરમાં ફરીથી સુખ-શાંતિ વધી જશે. તો ચાલો જાણીએ એવા 5 ઉપાયો વિશે જેનાથી નજર દોષ દુર થાય  થઈ શકે છે.

આ પણ વાંચો: Masik Rashifal: દિવાળીના પર્વ સાથે શરુ થતો નવેમ્બર મહિનો તમારી રાશિ માટે કેવો રહેશે જાણો માસિક રાશિફળ પરથી

લીંબુ મરચાંનો ઉપાય

જો તમારા કામમાં બાધા આવી રહી હોય, કામ બરાબર ચાલતું ન હોય કે તમે કોઈ જગ્યાએ ફસાઈ ગયા છો એવું લાગતું હોય તો લીંબુ મરચાંનો ઉપાય કરો. એક કાળા દોરામાં સાત લીલા મરચાં અને 1 લીંબુ પરોવી તમારી ઓફિસ કે દુકાનના મુખ્ય દરવાજા પર શનિવારે લટકાવો. દર શનિવારે જૂના લીંબુ મરચાં કાઢવા અને નવા લગાવી દેવા.

સિંદૂરનો ઉપાય

પરિવારના કોઈ સભ્યને નજર લાગી છે તેવું લાગતું હોય તો તે સભ્યને શનિવાર હનુમાનજીના મંદિરમાં લઈ જવા અને તેના કપાળ પર હનુમાનજીના ચરણોમાંથી સિંદૂર લઈ લગાડવું. ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીનું સિંદૂર નજર દોષ દુર કરી દે છે.

ઘઉંના લોટનો દીવો

પરિવારના કોઈ વ્યક્તિની તબિયત ખરાબ રહેતી હોય તો શનિવારે તેની નજર આ રીતે ઉતારવી. આ ઉપાય કરવા શનિવારે સાંજે ઘઉંના લોટનો દીવો બનાવવો. તેમાં આડી વાટ મુકી તેલ પુરવું. આ દીવો પ્રજ્વલિત કરી બીમાર વ્યક્તિના માથા પરથી સાત વખત ઉતારો અને ઘરની બહાર મુકી આવો.

આ પણ વાંચો: Shadashtak Yog 2026: 31 ઓક્ટોબરથી આ રાશિઓના દુ:ખના દિવસો થશે શરુ, ગુરુ-શનિની ખતરનાક યુતિ કરશે પરેશાન

લોબાનનો ધુપ કરો

પરિવારના સભ્યો વચ્ચે વારંવાર અકારણ ઝઘડો થતો હોય તો શનિવારે ઘરમાં ગંગાજળ છાંટી લોબાનનો ધુપ કરો. આ ઉપાય સતત 7 કે 11 શનિવારે કરવો.

શનિદેવની આરાધના

નજર દોષથી બચવાનો સૌથી સારો અને સરળ ઉપાય છે શનિવારે શનિદેવ અને હનુમાનજીની પૂજા કરવી. શનિવારે શનિ મંદિરમાં જઈ સરસવના તેલનો દીવો કરવો. અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Spiritual