જ્યોતિષશાસ્ત્ર અનુસાર ષડાષ્ટક યોગ અશુભ હોય છે. 31 તારીખથી ગુરુ અને શનિની વિશેષ સ્થિતિના કારણે આ યોગ સર્જવાનો છે. ષડાષ્ટક યોગની અસરના કારણે ત્રણ રાશિના લોકોને આર્થિક સ્થિતિ, નોકરી, વેપાર, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. આ સમય દરમિયાન ત્રણ રાશિના લોકોએ સમજી વિચારીને નિર્ણય લેવા અને બોલવું જરૂરી થઈ જશે. 3 રાશિઓ કઈ છે જેને 31 તારીખથી સંભાળીને રહેવું પડશે ચાલો તમને પણ જણાવીએ.
ગુરુ અને શનિના ષડાષ્ટક યોગની સૌથી વધારે અસર કન્યા રાશિના લોકો પર થઈ શકે છે. 31 ઓક્ટોબર પછીના સમયમાં કન્યા રાશિના લોકોએ આર્થિક લેવડ દેવડમાં સાવધાની રાખવી પડશે. આ સમયે કોઈ પાસેથી કરજ લેવાનું પણ ટાળવું. નોકરી કરતા લોકોને ઓફિસમાં સંભાળીને કામ કરવું. નજીકના વ્યક્તિ પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી સમસ્યા આવી શકે છે. આ સમય દરમિયાન કન્યા રાશિના લોકોએ સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું પડશે.
મકર રાશિના લોકો માટે પણ ગુરુ અને શનિનો ષડાષ્ટક યોગ પરેશાનીઓ લઈને આવી શકે છે. ઘર પરિવારમાં નાની મોટી બાબતને લઈને અણબનાવ થઈ શકે છે. મકર રાશિના લોકોએ પોતાના ગુસ્સા અને વાણી પર કંટ્રોલ રાખવો નહીં તો સંબંધો બગડતા સમય નહીં લાગે. આ સમય દરમિયાન આર્થિક બાબતમાં પણ ઉતાર ચડાવ જોવા મળી શકે છે. 31 ઓક્ટોબર પછી મકર રાશિના લોકો માટે હિતાવહ રહેશે કે તેઓ પોતાની આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરે.
ગુરુ અને શનિ નો ષડાષ્ટક યોગ મીન રાશિના લોકો માટે પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન અચાનક મોટા ખર્ચા સામે આવી શકે છે. જેના કારણે બચતનો પણ વ્યય થઈ જાય. મીન રાશિના લોકોએ આ સમય દરમિયાન કારણ વિનાના ખર્ચથી બચવું. શક્ય હોય ત્યાં સુધી પૈસાની બચત કરવી. રોકાણને લઈને પણ ઉતાવળમાં નિર્ણય કરવાનું ટાળવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)