• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /અફઘાની સ્ટાર ખેલાડી રાશિદ ખાને ઈતિહાસ રચ્યો, T20I માં આ કારનામું કરનાર દુનિયાનો પહેલો બોલર

અફઘાની સ્ટાર ખેલાડી રાશિદ ખાને ઈતિહાસ રચ્યો, T20I માં આ કારનામું કરનાર દુનિયાનો પહેલો બોલર

Afg Vs Zim: અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાને એક એવી સિદ્ધિ મેળવી જે કરનાર તે ટી20 ફોર્મેટમાં પહેલો બોલર બન્યો છે. અત્યાર સુધી કોઈ બોલર આ ઉપલબ્ધિ મેળવી શક્યો નથી. જાણો એવું તે કયું પરાક્રમ કર્યું રાશિદ ખાને?

Written ByViral Raval
Published: Oct 30, 2026, 09:45 AM IST|Updated: Oct 30, 2026, 10:02 AM IST
joinshare
અફઘાની સ્ટાર ખેલાડી રાશિદ ખાને ઈતિહાસ રચ્યો, T20I માં આ કારનામું કરનાર દુનિયાનો પહેલો બોલર
Image Credit: AI Generated Image with File Photos

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Viral Pani Puri: ઈંસ્ટાગ્રામની મોસ્ટ વાયરલ પાણીપુરી બનાવવાની રીત, દિવાળી પાર્ટી માટે પરફેક્ટ ઓપ્શન

Viral Pani Puri: ઈંસ્ટાગ્રામની મોસ્ટ વાયરલ પાણીપુરી બનાવવાની રીત, દિવાળી પાર્ટી માટે પરફેક્ટ ઓપ્શન

2

પીએમ મોદીનું ભીલડીમાં આગમન: થોડીવારમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું આપશે ભેટ, જાણો બે દિવસનો સમગ્ર કાર્યક્રમ

3

અફઘાની સ્ટાર ખેલાડી રાશિદ ખાને ઈતિહાસ રચ્યો, T20I માં આ કારનામું કરનાર દુનિયાનો પહેલો બોલર

4

સુરત મહાનગરપાલિકાની ભજીયા પાર્ટીનું બિલ ચર્ચામાં! દિવાળી ટાણે સામાન્ય સભામાં નાસ્તાના ખર્ચને લઈને રાજનીતિ ગરમાઈ

5

ઈઝરાયેલમાં પણ ગાજ્યો 'વોટચોરી'નો મુદ્દો! સરકાર બનાવવી એ નેતન્યાહૂ માટે કપરાં ચઢાણ, અરબ પાર્ટીઓ બનશે કિંગમેકર?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. અત્રે જણાવવાનું કે અહીં સુધી કોઈ પણ બોલર હજુ સુધી પહોંચી શક્યો નથી. ટી20 ઈન્ટરનેનલમાં 200 વિકેટ લેનાર દુનિયાનો પહેલવહેલો બોલર બન્યો છે. ગુરુવારે 29 ઓક્ટોબરના રોજ શારજાહમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી ટી20 સીરીઝની બીજી મેચમાં તદિવાનાશે મારુમનીને આઉટ કરતા જ રાશિદે આ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી.

ઝિમ્બાબ્વે સામે જ કર્યુ હતું ડેબ્યૂ

અફઘાન બોલર રાશિદ ખાને 2015માં ઝિમ્બાબ્વે સામે જ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સપ્ટેમ્બર 2025માં તે ટી20 ઈન્ટરનેશનલનો સૌથી સફળ બોલર બન્યો હતો. ત્યારે ટીમ સાઉદી નામના ખતરનાક બોલરને પણ તેણે પાછળ  છોડ્યો હતો. હવે 200 વિકેટનો આંકડો સ્પર્શીને પોતાની દમખમ દેખાડ્યો છે. આ યાદીમાં ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ 171 વિકેટ્સ સાથે બીજા નંબરે છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી રમાશે મહામુકાબલો, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ

આ અફઘાની ખેલાડીઓએ પણ રચ્યો ઈતિહાસ

રાશિદ ખાનની સાથે સાથે અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઉમરઝઈ અને ઈઝાઝ અહેમદ અહમદઝઈએ પણ ઈતિહાસ રચી નાખ્યો. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 142 રન જોડ્યા. ટી20 ઈન્ટરનેશનલમાં આ છઠ્ઠી વિકેટ માટે આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. તેમણે આંદ્રે રસેલ અને શેરફેન રધરફોર્ડના 139 રનના રેકોર્ડને પણ પાછળ છોડ્યો. અફઘાનિસ્તાન તરફથી ટી20 ઈન્ટરનેશનલમાં  કોઈ પણ વિકેટ માટે આ સૌથી મોટી  ભાગીદારી પણ છે. આ  અગાઉ મોહમ્મદ નબી અને ઈબ્રાહિમ ઝાદરાન વચ્ચે 89 રનની ભાગીદારી થઈ હતી.

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર વચ્ચે બધું બરાબર નથી? મેચ પછી હાથ પણ ન મિલાવ્યા, જુઓ Video

મેચનું પરિણામ

અત્રે જણાવવાનું કે આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ હારીને પહેલા બેટિંગ કરી અને 7 વિકેટના નુકસાન પર 221 રન કર્યા હતા. ઉમરઝઈએ 50 બોલમાં 116 રન કર્યા જ્યારે ઈઝાઝ અહેમદ અહમદઝઈએ 27 બોલમાં 52 રન કર્યા હતા. ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલા ઝિમ્બાબ્વેની શરૂઆત ઠીક રહી અને બ્રાયન બેનેટ  તથા ઈનોસેન્ટ કાઈયાએ પહેલી વિકેટ માટે 39 રન કર્યા હતા. જો કે બાદમાં ઝિમ્બાબ્વેની ટીમ 84 રનના સ્કોરે પહોંચતા તો 5 વિકેટ ગુમાવી બેઠી. કેપ્ટન સિકંદર રઝાએ અણનમ 106 રન કર્યા જ્યારે તફાદઝ્વા ત્સિગાએ અણનમ 31 રન કર્યા અને છઠ્ઠી વિકેટ માટે 120 રન કર્યા. પરંતુ ટીમ 20 ઓવરમાં ફક્ત 202 રન કરી શકી અને અફઘાનિસ્તાન આ મેચ 19 રને જીતી ગયું અને સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News