• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /અર્નબ પછી હવે 'મુરસુ'નો પ્રલય! 48 કલાકમાં ત્રાટકશે વધુ એક ખતરનાક વાવાઝોડું, દરિયાઈ તોફાન મચાવશે તબાહી!

અર્નબ પછી હવે 'મુરસુ'નો પ્રલય! 48 કલાકમાં ત્રાટકશે વધુ એક ખતરનાક વાવાઝોડું, દરિયાઈ તોફાન મચાવશે તબાહી!

Cyclone Murasu: બંગાળની ખાડી હવે નવા નવા ચક્રવાતોનું ઘર બની રહી છે. બંગાળની ખાડીમાંથી અર્નબ નામના ઉઠેલા વાવાઝોડાના વિનાશથી હજુ કળ પણ વળી નથી ત્યાં આંધ્ર પ્રદેશ માટે એક નવી મુશ્કેલી ઉભી થઈ છે. બંગાળની ખાડીમાં એક નવા દૈત્યએ જન્મ લીધો છે જે 48 કલાકમાં આંધ્રપ્રદેશ સાથે ટકરાશે. દેશમાં ચોમાસું પૂરું થયા છતાં ચક્રવાતો નુકસાન કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં બનેલું દબાણ એ રવિવાર સુધીાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. સોમવારે 2 મવેમ્બરની સાંજ સુધીમાં એ આંધ્રપ્રદેશના તટ સાથે ટકરાય તેવી પૂરી સંભાવના છે. જાણી લો કયા કયા રાજ્યોમાં વરસશે વરસાદ

Written ByKaran Rajput
Published: Oct 31, 2026, 04:13 PM IST|Updated: Oct 31, 2026, 04:21 PM IST
joinshare
અર્નબ પછી હવે 'મુરસુ'નો પ્રલય! 48 કલાકમાં ત્રાટકશે વધુ એક ખતરનાક વાવાઝોડું, દરિયાઈ તોફાન મચાવશે તબાહી!
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Viએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન, 179 રૂપિયાથી કિંમત શરૂ, આખા વર્ષની મળશે વેલિડિટી

Viએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન, 179 રૂપિયાથી કિંમત શરૂ, આખા વર્ષની મળશે વેલિડિટી

2

ધનતેરસ પર બંધ રહેશે બેંકો? ચેક કરો નવેમ્બરના પહેલા અઠવાડિયાની RBIની હોલીડે લિસ્ટ

3

અર્નબ પછી હવે 'મુરસુ'નો પ્રલય! 48 કલાકમાં ત્રાટકશે વધુ એક ખતરનાક વાવાઝોડું, દરિયાઈ તોફાન મચાવશે તબાહી!

4

Sanjay Gupta: બાથરુમમાં કેવી રીતે પડ્યા સંજય ગુપ્તા, કેવી રીતે થયું મોત ? જાણો ઘટનાની હકીકત

5

ચીનને મળ્યો દુર્લભ ધાતુઓનો મસમોટો ખજાનો, સોના ઉપરાંત ફાઈટર જેટ્સમાં વપરાતું રેનિયમ, નિકલ પણ મળ્યું

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cyclone Murasu Latest Update: હવામાન વિભાગે આગાહી કરી છે કે આંધ્રપ્રદેશમાં દરિયા કિનારાના તટ પર ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. તામિલનાડુ, પાંડેચરી અને કેરળમાં પણ વરસાદ વરસી શકે છે.  બંગાળની ખાડીમાં હવામાનમાં મોટા ફેરફારો થઈ રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ રવિવાર સુધીમાં ભારે ચક્રવાતમાં ફેરવાઈ જશે. જો ચક્રવાત બનશે તો એનું નામ મુરસુ રાખવામાં આવશે.

અર્નબ બાદ આંધ્ર પ્રદેશે ફરી એકવાર ભારે વરસાદ અને દરિયાઈ લહેરોનો સામનો કરવો પડી શકે છે. અર્નબ વાવાઝોડાની તબાહીને 24 કલાક પણ નથી થયા અને બીજા વાવાઝોડાની દસ્તકથી બંગાળની ખાડી હવે ચક્રવાતો માટે ફેમસ થઈ રહી છે.

આંધ્ર પ્રદેશમાં અર્નબ વાવાઝોડાને કારણે હજારો લોકો બેઘર થયા છે. હવે નવું મુરસું વાવાઝોડોનું એલર્ટ આવ્યું છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર અંદામાન અને નિકોબાર દ્રીપ સમુહની આસપાસ ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. જે પશ્વિમ અને ઉત્તર પશ્વિમ દીશા તરફ આગળ વધશે. 

 

IMD latest forecast track on possible Cyclone Murasu . Most likely to hit South Andhra Pradesh coast 🌀⚠️ https://t.co/xfU2XtopNI

— Vizag weatherman🇮🇳 (@vizagweatherma9) October 31, 2026

 

શનિવાર સાંજ સુધીમાં દબાણ વધુ મજબૂત બનશે અને રવિવારના રોજ આ ચક્રવાતમાં ફેરવાઈ જશે. તામિલનાડુ અને કેરળમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ચોમાસાના વરસાદ બાદ ચક્રવાતોને કારણે આંધ્રપ્રદેશ સહિતના તટિય વિસ્તારોમાં ખેડૂતોની હાલત ખરાબ થઈ રહી છે.

બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો-પ્રેશર સિસ્ટમ રવિવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ સંભવિત વાવાઝોડાને ભારત દ્વારા સૂચવવામાં આવેલ 'મુરસુ' નામ આપવામાં આવશે, જેનો તમિલ અર્થ 'નગાડો' થાય છે.   
હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડું આગામી 48 કલાકમાં એટલે કે 2 નવેમ્બરની સાંજે આંધ્રપ્રદેશના તટને પાર કરશે.'અર્નબ' વાવાઝોડાની તબાહી બાદ આંધ્રપ્રદેશ પર વધુ એક નવા વાવાઝોડાનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.   
આ સિસ્ટમની અસરને કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળ સહિતના દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. તટીય વિસ્તારોમાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને સમુદ્ર અશાંત રહેવાની આશંકા છે.

ભારતે મુરસુ નામ આપ્યું

આ સંભવિત ચક્રવાતનું નામ મુરસુ રાખવામાં આવ્યું છે. આ નામ ભારતે આપ્યું છે. તમિલ ભાષામાં મુરસુનો અર્થ ઢોલ અથવા નગારું એવો થાય છે. ચક્રવાતી તોફાનોના નામ પહેલાંથી ફાયનલ થતા હોય છે. જેમ જેમ ચક્રવાત બનતા જાય એમ નામો જાહેર થાય છે.

Potential Cyclone Murasu: Updated Outlook | 30 October – 2 November 2026 ================================== Friday, 30 October: A low-pressure system is developing over the southeast Bay of Bengal, with gradual organisation and a west-northwestward movement. A separate cyclonic circulation is also present over the southeast Arabian Sea. Saturday, 31 October: The Bay of Bengal system is likely to move towards the Tamil Nadu–Andhra Pradesh coast, with rainfall gradually increasing over coastal Tamil Nadu and adjoining regions. Sunday, 1 November: The system may move closer to the coast, bringing increased rainfall across Tamil Nadu, Puducherry and southern Andhra Pradesh. Parts of Kerala may also receive rainfall. Monday, 2 November: Multi-model guidance indicates a possible landfall near Kavali, southern Andhra Pradesh, during the evening. However, some models suggest variations towards the Krishnapatnam–Machilipatnam sector. Widespread rainfall is possible across parts of Tamil Nadu and Andhra Pradesh. Overall Outlook: November 1–2 warrants close monitoring. Even if the system remains relatively weak, its proximity to the coast could produce substantial rainfall over vulnerable catchments. The separate Arabian Sea circulation also needs monitoring for its potential influence on Kerala's rainfall. If the system intensifies into a named cyclonic storm, it will be called Cyclone Murasu. Note: Results are based on ECMWF IFS and multi-model track guidance initialized on 30 October 2026 (00 UTC). Follow official IMD bulletins for updates.

— Tamil Nadu Flood Modellers (@TNFloodmodeller) October 30, 2026

આંધ્રપ્રદેશથી લઈને તામિલનાડુ સુધી એલર્ટ

હવામાન વિભાગે આંધ્રપ્રદેશના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. પાંડુચેરીથી લઈને કરાઈકલ સુધી 5 નવેમ્બર સુધી ભારે વરસાદ વરસી શકે છે. કેરળમાં પણ 4 નવેમ્બરના રોજ વરસાદની આગાહી છે. એટલે આ સિસ્ટમ ફક્ત આંધ્રપ્રદેશ સુધી સીમિત નહીં રહે. દક્ષિણ ભારતના ઘણા હિસ્સાઓમાં ભારે વરસાદ વરસી શકે છે અને હવામાન બગડી શકે છે.

દરિયામાં ભારે પવન અને ઉંચી લહેરો ઉઠશે

IMDએ આંધ્રપ્રદેશમાં દરિયા કિનારા વિસ્તારમાં દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે. 1 નવેમ્બર સુધીમાં આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલ સીમામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવનો ફૂંકાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં તેજ પવનોની સ્પીડ 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે. એટલે દરિયામાં માછીમારી કરતા માછીમારોએ દરિયામાં ન જવું અને હવામના વિભાગની ચેતવણીઓને ગંભીરતાથી લેવાની સલાહ અપાઈ છે. જોકે, આ ચક્રવાતની ગુજરાત સુધી અસર થવાની સંભાવના નહિવત છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News