ડ્રેગન આમ પણ રેર અર્થ મટીરિયલ સારું એવું ધરાવે છે. એવામાં વળી પાછો તેને ખજાનો હાથ લાગ્યો છે. ચીનને આ વખતે ધરતીના પેટાળમાંથી એવો ખજાનો મળ્યો છે કે તે વૈશ્વિક સ્તરે તેને મોટો ફાયદો કરાવી શકે તેમ છે. જેને પગલે આવનારા સમયમાં તે અન્ય દેશો કરતા ઘણું આગળ વધી શકે છે. ચીને એક મહિના જેટલો સર્વે કરાવ્યો અને હવે તેને પોતાની ધરતીના પેટાળમાંથી સોના ઉપરાંત રેનિયમ અને જિરકોન જેવા ખનિજોનો ભંડાર મળ્યો છે.
આ ખજાનો મેળવવા માટે ચીને યુદ્ધસ્તરે દેશના 27 પ્રાંત, ઓટોનમસ રિજન્સ, અને નગરપાલિકાઓમાં 17 મહત્વપૂર્ણ મિનરલ્સની શોધ આદરી હતી. આ કામમાં 100થી વધુ વૈજ્ઞનિક સંસ્થાનો, યુનિવર્સિટીઓ અને લગભગ 2000 જમીન વૈજ્ઞાનિકો તથા સર્વેક્ષકોની ટીમે દિવસ રાત કામ કર્યું. આ દરમિયાન 1800થી વધુ ચાલુ ખાણો અને ડઝનો જેટલા મોટા-મધ્યમ ખનન વિસ્તારોની ઊંડાણપૂર્વક તપાસ કરાઈ.