• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /Weekly Horoscope: ધનતેરસથી દિવાળી સુધીમાં આ રાશિઓનું ચમકશે ભાગ્ય, વાંચો સાપ્તાહિક રાશિફળ

Weekly Horoscope: ધનતેરસથી દિવાળી સુધીમાં આ રાશિઓનું ચમકશે ભાગ્ય, વાંચો સાપ્તાહિક રાશિફળ

Written ByKrupa Shah
Published: Nov 01, 2026, 01:00 PM IST|Updated: Nov 01, 2026, 01:08 PM IST
joinshare
Weekly Horoscope 2 to 8 November 2026: નવેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં એકાદશીની તિથિથી દિવાળીના તહેવારોની રોનક શરુ થઈ જશે. સપ્તાહના છેલ્લા દિવસે દિવાળીનો પર્વ ઉજવાશે.

દિવાળીના તહેવારની શરુઆતનું આ સપ્તાહ મેષ, મિથુન, કર્ક સહિતની રાશિઓ માટે સારું છે. તમારી રાશિ માટે દિવાળી વીક કેવું સાબિત થશે જાણવા વાંચો 2 થી 8 નવેમ્બરનું સાપ્તાહિક રાશિફળ.
 

મેષ:1/12

મેષ:

ગણેશજી કહે છે, આ સપ્તાહમાં કોઇ ધાર્મિક કાર્યો પ્રત્યે તમારો રસ રહેશે. બાળકોની કોઇ એક્ટિવિટીથી તમે ગર્વ અનુભવ કરશો. ખર્ચ વધારે રહી શકે છે. આ ખર્ચ થોડા સારા ભવિષ્યને લગતી શુભ યોજનાઓ માટે રહેશે. જીવનસાથી સાથે કોઇ પારિવારિક સમસ્યાને લઇને થોડો તણાવ રહી શકે છે.
વૃષભ:2/12

વૃષભ:

ગણેશજી કહે છે, આ સપ્તાહની શરૂઆતમાં તમે તમારા સંબંધોને કેટલી સારી રીતે સંભાળી શકો છો, તે ધ્યાન આપનારી વાત રહેશે. નોકરી અથવા તો વ્યવસાયમાં તમને લાભની પ્રાપ્તી થશે. તમારી સામે ઓચિંતા આવી પડેલા ખર્ચાઓ તમારી બચતને અસર કરશે. વિદ્યાર્થીઓ સપ્તાહની શરૂઆતમા અભ્યાસ પ્રત્યે ઓછા ગંભીર જોવા મળશે.
 મિથુન રાશિ (Gemini)3/12

મિથુન રાશિ (Gemini)

મિથુન રાશિના જાતકો માટે આવનાર 100 દિવસ રાહત અને ખુશીઓ લાવી શકે છે. અંગત જીવનમાં ચાલી રહેલી મુશ્કેલી દૂર થવાનો સંકેત છે. તમારા અધૂરા કામ પૂરા થઈ શકે છે. નોકરી કરતા જાતકોને કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવી શકે છે. આ દરમિયાન કોઈ સારા સમાચાર મળશે. આર્થિક મામલામાં પણ લાભનો યોગ બની શકે છે. પરંતુ રોકાણના નિર્ણય સમજી-વિચારીને લેવા.
કર્ક:4/12

કર્ક:

ગણેશજી કહે છે, આ સપ્તાહ કર્ક રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનારું સાબિત રહેશે. તમારા કામોમાં સફળતા પ્રાપ્ત થશે. યોજનાઓ ફળીભૂત થવાના યોગ છે અને તેનાથી તમારી ઇનકમમાં પણ વધારો થશે. તમારા ખર્ચાઓમાં ઘટાડો થશે. તમારું આરોગ્ય મજબૂત રહેશે.
સિંહ:5/12

સિંહ:

ગણેશજી કહે છે, આ સપ્તાહ સામાન્ય ફળ પ્રદાન કરનારું સાબિત થવાનું છે. આ સપ્તાહની શરૂઆતમાં તમે કોઇ પ્રવાસમાં રહેશો. આ પ્રવાસ વધારે સારો કહી શકાય તેમ નથી. પોતાના આરોગ્યનું પણ ધ્યાન રાખજો. નોકરિયાત વર્ગના જાતકો માટે આ સપ્તાહમાં મહેનતના સારા પરિણામ પ્રાપ્ત થશે.
કન્યા:6/12

કન્યા:

ગણેશજી કહે છે, આ સપ્તાહ વ્યવસાયને લગતી ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપો. આ સમયે લગ્નજીવન તથા પ્રેમ સંબંધોમાં કોઇ પ્રકારની ગેરસમજ ઊભી થઇ શકે છે. વરિષ્ઠ તથા અનુભવી લોકો પાસેથી સલાહ લેવામાં અચકાશો નહીં. તેમનું માર્ગદર્શન અને સહયોગ તમારા મનોબળને વધારશે.
તુલા:7/12

તુલા:

ગણેશજી કહે છે, આ સપ્તાહ કોઇ પ્રિય મિત્ર સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થઇ શકે છે. મનોરંજનને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર કરો. તમારા પર્સનલ કામમાં વ્યસ્તતાના કારણે તમારા સંબંધીઓને ઇગ્નોર ન કરો, તેમની સાથે તમારા સંબંધ ખરાબ થઇ શકે છે. બાળકોની ગતિવિધિઓ અને સંગત ઉપર પણ નજર રાખો.
વૃશ્ચિક:8/12

વૃશ્ચિક:

ગણેશજી કહે છે, નોકરિયાત વર્ગના લોકોને પોતાની મહેનતના સારા પરિણામ પ્રાપ્ત થશે અને તમે આગળ વધશો. તમારા દાંપત્ય જીવનની વાત કરીએ તો, આ સપ્તાહે દાંપત્ય જીવનમાં આવી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થવા લાગી છે અને મને ખુશનુમા પળોનો આનંદ પ્રાપ્ત થશે.
ધન: 9/12

ધન:

ગણેશજી કહે છે, આ સપ્તાહ તમારી આસપાસની પરિસ્થિતિઓમાં થોડો ફેરફાર અનુભવ કરશો. આ ફેરફાર તમારા વ્યક્તિત્વ ઉપર પોઝિટિવ પ્રભાવ પણ પાડી શકે છે. માત્ર તમારે તમારી ઊર્જા એકઠી કરીને ફરી નીતિ બનાવવાની જરૂરિયાત છે. કોઇપણ વડીલ તથા સન્માનિત વ્યક્તિ સાથે વિવાદ કે મતભેદ ઊભો થવા દેશો નહીં.
 મકર રાશિ (Capricorn)10/12

મકર રાશિ (Capricorn)

મકર રાશિના જાતકો માટે આવનાર 100 દિવસ મહેનતનું સારૂ ફળ લાવી શકે છે. નોકરી કરનાર જાતકોની કાર્યક્ષેત્રમાં તેના કામની પ્રશંસા થઈ શકે છે. નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. વેપાર કરતા જાતકોને કારોબાર આગળ વધારવાની તક મળશે. નવા ગ્રાહકો જોડાવાથી વેપાર આગળ વધી શકે છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવી શકે છે.
 કુંભ રાશિ  (Aquarius)11/12

કુંભ રાશિ (Aquarius)

કુંભ રાશિના જાતકો માટે આવનાર 100 દિવસ રાહત અને સકારાત્મક ફેરફાર લાવી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલી ધીમે-ધીમે સમાપ્ત થઈ શકે છે. નોકરી શોધી રહેલા જાતકોને સારી તક મળશે. વેપારીઓને કારોબાર આગળ વધારવાની તક મળશે. આર્થિક મામલામાં સુધાર જોવા મળી શકે છે. કુંભ રાશિ પર શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, તેવામાં ધૈર્યથી કામ લેવું ફાયદાકારક રહેશે. સતત મહેનત કરતા રહો, લાંબા સમયમાં તમારા પ્રયાસોનું સારૂ પરિણામ મળી શકે છે.
મીન: 12/12

મીન:

ગણેશજી કહે છે, પારિવારિક સભ્યોની સુવિધાઓનું ધ્યાન રાખવામાં તમારો પૂર્ણ સહયોગ રહેશે. જેનાથી પરિવારના સભ્યોમાં સુખ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. તમારા પર્સનલ કામ પણ યોગ્ય રીતે પૂર્ણ થશે. ક્યારેક તમારા વિચારો પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.
TAGS:
Rashifal

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
'બંધ થવી જોઈએ 500 અને 2000 રૂપિયાની નોટો'... મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેમ ઉઠાવી આ માંગ?

'બંધ થવી જોઈએ 500 અને 2000 રૂપિયાની નોટો'... મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેમ ઉઠાવી આ માંગ?

2

White House Lockdown: વ્હાઇટ હાઉસ બહાર કારનો અકસ્માત, સમગ્ર વિસ્તારમાં લોકડાઉન!

3

કાવ્યા મારન અને અનિરુદ્ધના લગ્નની તૈયારીઓ પૂર્ણ, ક્યારે લેશે ફેરા અને કોણ હશે મહેમાનો ? જાણો

4

સરકારી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! 48 કલાકમાં થશે સસ્પેન્ડ, જાણો

5

જો દિવાળી બાદ આ 5 શુભ સંકેત જોવા મળે, તો સમજો તમારા પર છે મા લક્ષ્મીની કૃપા!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.