• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /ઈશાન કિશને તોડ્યો સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ: T20Iમાં એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બન્યો

ઈશાન કિશને તોડ્યો સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ: T20Iમાં એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બન્યો

ભારતીય ટીમના વિસ્ફોટક બેટર ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5મી ટી20 મેચ દરમિયાન પોતાનું શાનદાર ફોર્મ જારી રાખતા પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવનો એક મોટો રેકોર્ડ તોડી દીધો છે.

Written ByGokani Dhaval
Published: Nov 01, 2026, 02:52 PM IST|Updated: Nov 01, 2026, 02:56 PM IST
joinshare
ઈશાન કિશને તોડ્યો સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ: T20Iમાં એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બન્યો
Image Credit: @BCCI

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
EDLI સ્કીમ શું છે? પ્રાઇવેટ નોકરી કરનારાઓને મળે છે 7 લાખ રૂપિયા સુધીનો ફ્રી વીમો

EDLI સ્કીમ શું છે? પ્રાઇવેટ નોકરી કરનારાઓને મળે છે 7 લાખ રૂપિયા સુધીનો ફ્રી વીમો

2

બેભાન વ્યક્તિના મોં પર પાણી છાંટવું જોખમી, જાણો વ્યક્તિને ભાનમાં લાવવા સૌથી પહેલા શું કરવું ?

3

લો બોલો! સ્કૂટી લઈને મેદાનમાં ઘૂસી ગયો એક વ્યક્તિ... રોકવી પડી ભારત-ન્યૂઝીલેન્ડ મેચ

4

ઈશાન કિશને તોડ્યો સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ: T20Iમાં એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બન્યો

5

પંજાબ ચૂંટણી પહેલાં AAPને મોટો આંચકો, બે ધારાસભ્યોએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝના છેલ્લા મુકાબલામાં ટીમ ઈન્ડિયા તરફથી ઈશાન કિશને શાનદાર અડધી સદી પટકારી હતી. ઈશાને 32 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ સાથે તેણે પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી દીધો છે. ઈશાન કિશન જે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહ્યો તેની 2026મા વાપસી થઈ હતી. આ વાપસી બાદ ઈશાન સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. હવે ઈશાન કિશન ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત તરફથી એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે, તેણે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી દીધો છે.

ઈશાન કિશને 37મી મેચમાં સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં ઈશાન કિશન પ્રથમ મેચ રમ્યા બાદ ઈજાને કારણે આગામી બે મેચમાં બહાર થઈ ગયો હતો. ત્યારબાદ ચોથી ટી20 મેચમાં તેની વાપસી થઈ પરંતુ તે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. હવે ઈશાન કિશને પાંચમી ટી20 મેચમાં શાનદાર બેટિંગ કરી છે. ભારતે 9 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ઈશાન કિશને શાનદાર અડધી સદી ફટકારી હતી. ઈશાન કિશને 32 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક વર્ષમાં સૌથી વધુ રન બનાવવા મામલે સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધો છે, જેમાં તેના બેટથી વર્ષ 2026મા અત્યાર સુધી 1220 રન નીકળ્યા છે, તો સૂર્યકુમાર યાદવે વર્ષ 2022મા 1164 રન બનાવ્યા હતા.

5⃣0⃣ with a MAXIMUM 😎 Ishan Kishan with a stunning knock in Hamilton 🔥 Updates ▶️ https://t.co/B5TqF9MWu4 #TeamIndia | #NZvIND https://t.co/poPqQ6Mxmy

— BCCI (@BCCI) November 1, 2026

ટી20 આંતરરાષ્ટ્રીયમાં એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય

ઈશાન કિશન - 1220 રન (વર્ષ 2026)
સૂર્યકુમાર યાદવ - 1164 (વર્ષ 2022)
અભિષેક શર્મા - 1153 રન (વર્ષ 2026)
અભિષેક શર્મા-  859 રન (વર્ષ 2025)
સંજૂ સેમસન - 810 રન (વર્ષ 2026)

T20I માં ઈશાને પૂરા કર્યા 2000 રન
ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5મી ટી20 મેચમાં પોતાની 61 રનની ઈનિંગ દરમિયાન ટી20 આંતરરાષ્ટ્રીયમાં 2000 રનનો આંકડો પાર કર્યો છે. આ સાથે ઈશાન સૌથી ઓછા બોલમાં 2000 રનનો આંકડો પાર કરનાર ત્રીજો ભારતીય પણ બની ગયો છે, તેણે 1345 બોલમાં આ સિદ્ધિ મેળવી છે. આ લિસ્ટમાં પ્રથમ નંબર પર 1024 બોલની સાથે અભિષેક શર્મા છે તો 1164 બોલની સાથે સૂર્યકુમાર યાદવ છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News