દેવદિવાળીના બીજા દિવસે 25 નવેમ્બર 2026ના સાંજે 4 કલાક 34 મિનિટ પર રાહુનું મકર રાશિમાં સ્પષ્ટ ગોચર થશે. આ ગોચર ચાર રાશિઓ માટે શુભ સંકેત આપી રહ્યું છે. આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થશે. કોઈ કામમાં મોટી સફળતા મળી શકે છે. આ સાથે કેતુ ગ્રહ પણ 25 નવેમ્બરે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ રાહુનું ગોચર કઈ રાશિના જીવનમાં પ્રગતિ અને ધનલાભનો માર્ગ ખોલશે.
મેષ રાશિના જાતકો માટે રાહુનું ગોચર શુભ સાબિત થશે. તમારા અટવાયેલા કામ પૂરા થશે. બિઝનેસ ગતિ પકડશે. અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે. નોકરી કરતા જાતકોની પ્રગતિ થશે. કાર્યસ્થળ પર મોટી જવાબદારી મળી શકે છે. પરિવારનો માહોલ સારો રહેશે. સંબંધોમાં વિવાદ દૂર થશે.
સિંહ રાશિના જાતકો માટે રાહુનું ગોચર શાનદાર રહેસે. કોઈ કામમાં મોટી સફળતા મળવાનો યોગ છે. અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. અટવાયેલું કામ પૂર્ણ થવાની સંભાવના છે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહુનું ગોચર ફળયાદી સાબિત થશે. કોઈ જૂના રોકાણથી સારો લાભ મળવાની આશા છે. વેપારમાં મોટી ડીલ હાથ લાગી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાથી મજબૂત રહેશે. કામના સિલસિલામાં કરવામાં આવેલી યાત્રા શુભ સાબિત થશે. ઈચ્છીત નોકરીની ઓફર મળી શકે છે.
મીન રાશિના જાતકો માટે રાહુનું ગોચર વરદાન સાબિત થશે. તમારી સુખ-સુવિધામાં વધારો થશે. વેપારમાં નફાનો યોગ બની રહ્યો છે. સારી નોકરીની ઓફર મળી શકે છે કે પ્રમોશન થવાનો સંકેત છે.