• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /અસ્સલ કાઠિયાવાડી ટેસ્ટનું લીલી ડુંગળીનું લોટિયું બનાવવાની રીત, બાજરાના રોટલા સાથે ખાવાની મજા પડશે

અસ્સલ કાઠિયાવાડી ટેસ્ટનું લીલી ડુંગળીનું લોટિયું બનાવવાની રીત, બાજરાના રોટલા સાથે ખાવાની મજા પડશે

ધીરેધીરે વાતાવરણમાં ઠંડક વધી રહી છે. આવી ઠંડકમાં બાજરાના રોટલા સાથે લીલી ડુંગળીનું લોટિયું ખાવાની મજા પડે છે. લીલી ડુંગળી અને ચણાના લોટથી આ શાક બને છે. ચાલો અસ્સલ કાઠિયાવાડી સ્ટાઈલથી આ શાક કઈ રીતે બનાવવું જાણીએ.

Written ByKrupa Shah
Published: Nov 23, 2026, 13:33 IST|Updated: Nov 23, 2026, 13:37 IST
joinshare
અસ્સલ કાઠિયાવાડી ટેસ્ટનું લીલી ડુંગળીનું લોટિયું બનાવવાની રીત, બાજરાના રોટલા સાથે ખાવાની મજા પડશે

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
25 નવેમ્બરે મકર રાશિમાં રાહુનું ગોચર: આ 4 રાશિઓનું પલટાશે ભાગ્ય, અચાનક થઈ શકે છે મોટો ધનલાભ

25 નવેમ્બરે મકર રાશિમાં રાહુનું ગોચર: આ 4 રાશિઓનું પલટાશે ભાગ્ય, અચાનક થઈ શકે છે મોટો ધનલાભ

2

અસ્સલ કાઠિયાવાડી ટેસ્ટનું લીલી ડુંગળીનું લોટિયું બનાવવાની રીત, બાજરાના રોટલા સાથે ખાવાની મજા પડશે

3

આ છે ભારતની ૫ સૌથી સુરક્ષિત SUV, તમામ કારને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ; EV મોડેલ પણ સામેલ

4

નો-રિપીટ થિયરીના ભણકારા વચ્ચે નેતાઓની નવી ચાલ : ૨-૩ ટર્મથી ચૂંટાતા નેતાઓની ટિકિટ કપાવાની અટકળો

5

બિસલેરી કંપનીનું પાણી FSSAI ટેસ્ટમાં ફેલ, કંપનીએ આરોપનું ખંડન કરી ચોખવટ કરતાં જણાવી હકીકત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઠંડીની ઋતુમાં ફેન્સી ફુડ આઈટમ ખાવા કરતાં વધારે મજા કાઠિયાવાડી સ્ટાઈલથી બનેલા દેશી શાક ખાવામાં આવે છે. એવા ઘણા શાક છે જે કાઠિયાવાડમાં શિયાળા દરમિયાન વધારે બનતા હોય છે પણ લોકો આવી દેશી વાનગીથી અજાણ હોય છે. આવું જ એક દેશી શાક છે લીલી ડુંગળીનું લોટિયું. લીલી ડુંગળીનું ચણાના લોટવાળું આ શાક એકવાર ખાઈ લેશો તો તમારા ઘરમાં વારંવાર આ શાક બનશે. આ શાક બનાવવાની થોડી તૈયારી થઈ જાય તો 5 મિનિટમાં શાક બની જાય છે. લીલી ડુંગળીની સીઝન શરુ થઈ ચુકી છે તો ચાલો તમને જણાવીએ કાઠિયાવાડી સ્ટાઈલથી ડુંગળીનું લોટિયું શાક કઈ રીતે બનાવવું.

આ પણ વાંચો: ચા બનાવો ત્યારે એલચી-આદુ સાથે આ 2 વસ્તુ પણ ઉમેરજો, કાંટો ચડે એવી મસાલા ચા બનશે

250 ગ્રામ લીલી ડુંગળી પાન સહિત
1 વાટકી ચણાનો લોટ
તેલ 3 ચમચી
લીલા મરચાં લસણની પેસ્ટ 1 ચમચી
રાઈ અને હિંગ વઘાર માટે
મરચું પાવડર
હળદર
ધાણાજીરું 
મીઠું

લીલી ડુંગળીનું લોટીયું બનાવવાની રીત

આ પણ વાંચો: લગ્ન પ્રસંગમાં પીરસાતી સ્વાદિષ્ટ વરા ની દાળ બનાવવાની સરળ રીત

સૌથી પહેલા કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો. આ શાકમાં તેલ થોડું આગળ પડતું રાખવું. 
તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને હિંગ ઉમેરી મરચાં અને લસણની પેસ્ટ ઉમેરો.
લસણ કુક થઈ જાય એટલે તેમાં મરચું પાવડર, હળદર અને ધાણાજીરું ઉમેરો અને સાથે 1 ગ્લાસ પાણી ઉમેરો.
મસાલામાં લીલી ડુંગળી અને શાક અનુસાર મીઠું ઉમેરી ઉમેરી 2 મિનિટ સાંતળો.
ડુંગળી સોફ્ટ થઈ જાય એટલે શાકમાં ચણાનો લોટ ઉમેરો.
ચણાનો લોટ ઉમેરો પછી શાકને બરાબર હલાવવો જેથી ગાંઠા ન પડે.
ચણાનો લોટ પાણીમાં બરાબર ભળી અને કુક થઈ જાય એટલે ગેસ બંધ કરી ગરમા ગરમ લોટીયું શાક રોટલા સાથે સર્વ કરો.
આ શાકમાં તમે ઈચ્છો તો ટમેટા પણ ઉમેરી શકો છો. ટમેટાને લીલી ડુંગળી પહેલા ઉમેરી મસાલામાં કુક કરી લેવા.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
recipe