ચા પીવાના શોખીન લોકો ચા પીવા માટે બહાનું શોધતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે, મિત્રને મળવાનું થાય, માથું દુખતું હોય, થાક લાગ્યો હોય, સુસ્તી લાગતી હોય કોઈપણ કારણ હોય 1 કપ ચા બધી જ સમસ્યાનું સમાધાન બની જાય છે. જો તમે પણ આવા જ ચા પીવાના રસિયા છો તો તમને આજે કડક મસાલેદાર ચા બનાવવાની નવી રીત જણાવીએ.
ચા પીવાના શોખીન એવું કહેતા હોય છે કે 'ચા તો એવી હોવી જોઈએ જેને પીધા ની સાથે કાંટો ચડે'. આવી જ કાંટો ચડે એવી મસાલેદાર ચા બનાવવાની સિક્રેટ રીત આજે જાણી લો. સામાન્ય રીતે ચા બનાવતી વખતે તેમાં આદુ કે એલચી ઉમેરવામાં આવે છે. પરંતુ જો તમે આદુ અને એલચીની સાથે વરીયાળી અને તજ પણ ઉમેરશો તો ચા નો સ્વાદ લાજવાબ થઈ જશે. આ 4 વસ્તુ ઉમેરેલી મસાલા ચા નો સ્વાદ દાઢે વળગી જશે. તેમાં પણ શિયાળાની ઠંડીમાં આ રીતે બનાવેલી મસાલા ચા પીશો તો ઠંડી ઉડી જશે અને શરીરમાં સ્ફૂર્તિ આવી જશે.
શિયાળામાં પીવાની મજા આવે તેવી મસાલા ચા બનાવવા માટે પાણી, દૂધ, ચા પત્તી, એલચી, આદુ, વરીયાળી, તજના ટુકડા, ખાંડ ની જરૂર પડશે. ચા બનાવવાની સામગ્રી ઘરમાં હાજર જ હોય છે બસ ટેસ્ટી ચા બનાવવા માટે કઈ વસ્તુ ક્યારે ઉમેરવી તે જાણવું જરૂરી છે.
આ રીતે જો તમે ચા માં ઉપર જણાવેલા 4 મસાલા ઉમેરીને ચા બનાવશો તો સૌથી બેસ્ટ મસાલા ચા બનશે. જોકે ચા ને સ્વાદિષ્ટ બનાવી હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉકળતા પાણીમાં ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ દૂધ ઉમેરવું નહીં. ચા બનાવતા પહેલા દૂધને ફ્રીજમાંથી કાઢી લેવું. શક્ય હોય તો દૂધને પણ થોડું ગરમ કરીને ચામાં ઉમેરો. આમ કરવાથી ચા વધારે ટેસ્ટી બને છે અને ઝડપથી બને છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)