• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /શિયાળામાં ગુંદ પાક ખાવાના ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો

શિયાળામાં ગુંદ પાક ખાવાના ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો

શિયાળામાં શરીરમાં ગરમાવો રહે અને રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે અલગ અલગ પ્રકારના વસાણાં ખવાતા હોય છે. આવા જ વસાણાંમાંથી એક છે ગુંદના લાડુ કે ગુંદ પાક. આજે જાણીએ ગુંદ પાક ખાવાના ફાયદા વિશે.

Written ByKrupa Shah
Published: Nov 21, 2026, 11:51 IST|Updated: Nov 21, 2026, 11:53 IST
joinshare
શિયાળામાં ગુંદ પાક ખાવાના ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

2

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

3

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

4

હવે અગ્નિવીરો પણ કરી શકશે લગ્ન, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર! જાણો શું છે શરતો

5

ASRB ભરતી 2026: કૃષિ, IT અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક, ICAR માં 1393 જગ્યાઓ પર ભરતી જાહેર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગુજરાતીમાં કહેવત છે કે શિયાળામાં જે ખાય પાક તેને ન લાગે થાક. શરીરનો થાક અને દુખાવા દુર કરી દે તેવો એક પાક ગુંદ પાક કે ગુંદના લાડુ છે. શિયાળામાં ઘરે ઘરે ગુંદ પાક કે ગુંદના લાડુ બનતા હોય છે. આ લાડુ શરીર માટે ગુણકારી હોય છે. જે લોકો ગુંદના લાડુ ખાવાના ફાયદાથી અજાણ હોય છે તેઓ આ પાક ખાવાનું ટાળતા હોય છે. આજે તમને જણાવીએ શિયાળામાં ગુંદ પાક ખાવાથી શરીરને કેટલા લાભ થાય છે.

શિયાળામાં બનતા ગુંદ પાકમાં ગુંદ, ઘઉંનો લોટ, ઘી, સુકા મેવા અને ગોળનો ઉપયોગ થાય છે. આ બધી જ સામગ્રી એવી છે જે શિયાળામાં શરીરને પોષકતત્વો અને ગરમી પ્રદાન કરે છે. ગુંદ પાકનો એક ટુકડો રોજ ખાવાનું શરુ કરો તો શરીરને નીચે દર્શાવ્યા અનુસારના લાભ થઈ શકે છે.

ગુંદ પાક ખાવાના ફાયદા

આ પણ વાંચો: Fermented Amla: આજે જ હળદર-મીઠાના પાણીમાં પલાળી દો આમળા, ખાવાથી થશે અનેક ફાયદા

શરીરની શક્તિ વધે

ગુંદ પાક શરીરને પોષણ આપે છે અને તેનાથી શરીરની એનર્જી વધે છે. શિયાળામાં ઠંડા તાપમાનમાં શરીરને જરૂરી શક્તિ પુરી પાડવામાં મદદ કરે છે. ગુંદ પાકમાં સુકા મેવાનો ઉપયોગ થયો હોય છે જે શરીરને જરૂરી પ્રોટીન અને વિટામિન પણ આપે છે.

હાડકા મજબૂત થાય છે

ગુંદ પાકમાં જે વસ્તુઓ ઉમેરવામાં આવે છે તે આયરન, ઝિંક, કેલ્શિયમથી ભરપુર હોય છે. ગુંદ પાક હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સુકા મેવા અને બીજમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન ઈ ઓક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Epilepsy First Aid: કોઈને વાઈનો હુમલો આવે ત્યારે શું કરવું અને શું નહીં? દરેક વ્યક્તિએ જાણવી જોઈએ આ વાત

પાચન સુધરે

ગુંદ પાક કે ગુંદના લાડુ ખાવાથી પાચન સુધરે છે. તેમાં પહેલું ફાઈબર પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જે લોકોની દિવચર્યા દોડધામભરેલી હોય તેઓ રોજ ગુંદનો લાડુ ખાઈ શકે છે.

ઉપર જણાવ્યા અનુસારના ફાયદા થતા હોય તેનો અર્થ એ નથી કે ગુંદ પાક કોઈ રોગની દવા છે. ગુંદ પાક એક વસાણું છે જે શરીરને શિયાળાની ઠંડીમાં જરૂરી પોષકતત્વો અને ગરમી પુરી પાડે છે. ગુંદ પાક ખાવામાં તેના પ્રમાણનું પણ ધ્યાન રાખવું. એક સાથે વધારે માત્રામાં ગુંદ પાક ખાવો નહીં. આ સિવાય ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ સહિતની તકલીફો હોય તેમણે ગુંદ પાક ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News