Fermented Amla: શિયાળામાં મળતા આમળાનો ઉપયોગ દરેક ઘરમાં અલગ અલગ રીતે થાય છે. પરંતુ હવેથી તમે તમારા ઘરમાં આમળાને આથીને જ તેનો ઉપયોગ કરશો. કારણ કે આજે તમે જાણશો કે હળદર અને મીઠાના પાણીમાં આથેલા આમળા ખાવાથી કેટલા ફાયદા થાય છે.
ઘણા લોકો શિયાળામાં હળદર અને મીઠાના પાણીમાં આથેલા આમળા ખાતા હોય છે. પાણીમાં આથેલા આમળા ખાવાની રીત વર્ષો જૂની છે. જો કે ઘણા લોકો આવા આમળા ખાવાથી થતા લાભ વિશે જાણતા નથી. જો તમને પણ ખબર નથી કે આમળા ખાવાથી શરીરને કેવા લાભ થાય છે તો ચાલો તમને જણાવીએ.
હળદર અને મીઠાના પાણીમાં આમળા રાખવાથી આમળાનો સ્વાદ વધારે સારો થઈ જાય છે અને તેના ગુણ પણ વધી જાય છે. કોઈપણ વસ્તુને જ્યારે ફર્મેન્ટ કરવામાં આવે છે ત્યારે તેમાં ગુડ બેક્ટેરિયા વધી જાય છે. આવી વસ્તુ ખાવાથી શરીરને વધારે લાભ થાય છે. તેવી જ રીતે પાણીમાં રાખેલા આમળા ખાવાથી તેના ગુણ વધી જાય છે. આથેલા આમળા કેવા લાભ કરે છે ચાલો તમને જણાવીએ.
આથેલા આમળા બનાવવા માટે સૌથી પહેલા આમળાને પાણીથી બરાબર સાફ કરો. ત્યારબાદ એક કાચની બરણી લેવી અને તેમાં પાણી ભરવું. પાણીમાં હળદર, મીઠું અને વિનેગર અથવા લીંબુનો રસ ઉમેરો. તેમાં આમળામાં ટુથપીકની મદદથી ચારેતરફ કાણા કરી પાણીમાં પલાળી દો. પાણીમાં આમળાને 7 થી 8 દિવસ પલાળી રાખો. આ સમય દરમિયાન દિવસમાં એકવાર આમળાને સારી રીતે હલાવી લેવા. ત્યારબાદ આમળા ખાવા માટે તૈયાર હશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)