ભારતમાં હવે કાર ખરીદવા સમયે લોકો માઇલેજ, ફીચર્સ અને કિંમતની સાથે તેના સેફ્ટી રેટિંગ પર પણ ધ્યાન આપે છે. આ કારણ છે કે કારનું સેફ્ટી રેટિંગ ખરીદીનું મહત્વનું પાસું બની ગયું છે. હવે ભારત NCAP જેવા ક્રેશ ટેસ્ટથી તે જાણવું સરળ થઈ ગયું છે કે દુર્ઘટના સમયે કાર કેટલી સુરક્ષિત રહેશે. તેવામાં આવો નવેમ્બર 2026 સુધી સામે આવેલા NCAP ના પરિણામોના આધાર પર દેશની 5 સૌથી સુરક્ષિત એસયુવી વિશે જાણીએ. મહત્વનું છે કે આ પાંચેય મોડલને ભારત NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.
આ લિસ્ટમાં મહિન્દ્રા XEV 9e પ્રથમ નંબર પર છે. તેને એડલ્ટ ઓક્યુપેન્ટ પ્રોડક્શનમાં 32 માંથી 32 નંબર મળ્યા છે. તો બાળકોની સુરક્ષામાં 49માંથી 45 નંબર મળ્યા છે. આ મહિન્દ્રાના INGLO ઈલેક્ટ્રિક પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. તેમાં 7 એરબેગ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને લેવલ 2 ADAS જેવા સેફ્ટી ફીચર્સ મળે છે. એડલ્ટ સેફ્ટીમાં સંપૂર્ણ નંબર હાસિલ કરવા તેની સૌથી મોટી ખાસિયત છે.
ટાટા હેરિયર ઈવી પણ સુરક્ષાના મામલામાં મહિન્દ્રા XEV 9e થી પાછળ નથી. તેને પણ એડલ્ટ સુરક્ષામાં 32માંથી 32 અને બાળકોની સુરક્ષામાં 49માંથી 45 નંબર મળ્યા છે. તે ટાટાના acti.ev+ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. તેમાં એરબેગ, ઈલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ અને એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટેન્સ સિસ્ટમ જેવા ફીચર્સ મળે છે. તેના કેટલાક વેરિએન્ટમાં ઓલ-વ્હીલ ડ્રાઇવનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
મહિન્દ્રા BE 6 આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. તેને એડલ્ટ સુરક્ષામાં 32માંથી 31.97 નંબર મળ્યા છે. તો ચાઇલ્ડ સુરક્ષામાં 45 નંબર મળ્યા છે. તે પણ મહિન્દ્રાના INGLO ઈલેક્ટ્રિક પ્લેટફોર્મ પર બની છે. તેમાં 7 એરબેગ, ઈલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ અને લેવલ-2 ADAS જેવા ફીચર્સ મળે છે. ખાસ વાત છે કે તેનો સ્કોર ટોપ પર રહેલી બંને એસયુવીથી માત્ર 0.03 નંબર ઓછો છે.
કિઆ સેલ્ટોસ આ લિસ્ટમાં સામેલ એકમાત્ર પેટ્રોલ-ડીઝલ એસયુવી છે. તેણે ઈલેક્ટ્રિક એસયુવીને ટક્કર આપી છે. એડલ્ટ સેફ્ટીમાં આ કારને 32માંથી 31.70 નંબર અને ચાઇલ્ડ સેફ્ટીમાં 49માંથી 45 નંબર મળ્યા છે. નવી સેલ્ટોસ કંપનીના K3 પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. તેમાં મજબૂત બોડી સ્ટ્રક્ચરની સાથે ઘણા સેફ્ટી ફીચર્સ મળે છે.
આ લિસ્ટમાં પાંચમાં સ્થાને મારૂતિ સુઝુકી વિક્ટોરિસ છે. તેને એડલ્ટ સેફ્ટીમાં 32માંથી 31.66 નંબર અને ચાઇલ્ડ સેફ્ટીમાં 49માંથી 43 નંબર મળ્યા છે. તેમાં 6 એરબેગ સ્ટાન્ડર્ડ મળે છે. આ સિવાય ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, 360 ડિગ્રી કેમેરા અને કેટલાક વેરિએન્ટમાં ડ્રાઇવર આસિસ્ટન્ટ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.