Gold-Silver Price Today: સોના અને ચાંદીમાં સતત ઘટાડાનો સિલસિલો બંધ થયો છે. MCX પર ગોલ્ડનો ભાવ 3055 રૂપિયા મોંઘો થઈ 125,282 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તો ચાંદીની કિંમતમાં પણ 4713 રૂપિયા પ્રતિ કિલોગ્રામની તેજી આવી છે. ચાંદીની કિંમત વધારા સાથે 152799 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
આ રીતે આજે બંને કિંમતી ધાતુઓની કિંમતમાં આશરે 3 ટકાની તેજી છે. હવે સવાલ છે કે શું સોના-ચાંદીમાં ઘટાડાના દોરનો અંત આવ્યો છે અને અહીંથી તેજી પરત ફરશે કે ફરી ઘટાડો જોવા મળશે? શું તમારા મનમાં પણ આ સવાલ છે તો અમે તેનો જવાબ આપીશું.
કોમોડિટી એક્સપર્ટનું કહેવું છે કે છેલ્લા કારોબારી સત્રમાં ભારે બિકવાલી બાદ આજે એમસીએક્સ પર સોના અને ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળે છે. આવું એટલા માટે કારણ કે તાજેતરના ઘટાડાને કારણે બંને ધાતુઓની કિંમત ઘણી નીચે આવી ગઈ હતી. તેવામાં રોકાણકરોએ ઓછી કિંમત પર ખરીદી શરૂ કરી. આ સિવાય જે ટ્રેડર્સે કિંમતોમાં ઘટાડાનો દાવ લગાવ્યો હતો, તેમમે પણ પોતાની પોઝીશન બંધ કરી. તેને શોર્ટ કવરિંગ કહેવામાં આવે છે. આ બંને કારણે સોના અને ચાંદીની કિંમતમાં રિકવરી જોવા મળી છે.
બુલિયન ડોટ કોમ પ્રમાણે સોમવાર ભારતમાં સોનાની કિંમત 122,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદીની કિંમત 1,49,610 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ જોવા મળી છે. બ્લૂમબર્ગ પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ આજે 1.1 ટકા ઉછળી 3578.24 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું, તો પાછલા સપ્તાહે 15 ટકાના ભારે ઘટાડા બાદ ચાંદીની કિંમત 2.6 ટકા વધી 42.21 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.
દેશના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ
| ક્રમ | શહેરનું નામ | ૨૪ કેરેટ સોનું (૧૦ ગ્રામ) | ૨૨ કેરેટ સોનું (૧૦ ગ્રામ) | ૧૮ કેરેટ સોનું (૧૦ ગ્રામ) | ચાંદી (૧ કિલો) |
|---|---|---|---|---|---|
| ૧ | અમદાવાદ | ₹૧,૨૬,૬૧૦ | ₹૧,૧૬,૦૫૦ | ₹૯૪,૯૬૦ | ₹૧,૭૪,૯૦૦ |
| ૨ | સુરત | ₹૧,૨૬,૬૧૦ | ₹૧,૧૬,૦૫૦ | ₹૯૪,૯૬૦ | ₹૧,૭૪,૯૦૦ |
| ૩ | વડોદરા | ₹૧,૨૬,૬૧૦ | ₹૧,૧૬,૦૫૦ | ₹૯૪,૯૬૦ | ₹૧,૭૪,૯૦૦ |
| ૪ | મુંબઈ | ₹૧,૨૬,૫૬૦ | ₹૧,૧૬,૦૦૦ | ₹૯૪,૯૧૦ | ₹૧,૭૪,૯૦૦ |
| ૫ | દિલ્હી | ₹૧,૨૬,૭૧૦ | ₹૧,૧૬,૧૫૦ | ₹૯૫,૦૬૦ | ₹૧,૭૪,૯૦૦ |
| ૬ | જયપુર | ₹૧,૨૬,૭૧૦ | ₹૧,૧૬,૧૫૦ | ₹૯૫,૦૬૦ | ₹૧,૭૪,૯૦૦ |
| ૭ | ચેન્નાઈ | ₹૧,૨૬,૫૬૦ | ₹૧,૧૬,૦૦૦ | ₹૯૪,૯૫૦ | ₹૧,૭૫,૦૦૦ |
| ૮ | બેંગલુરુ | ₹૧,૨૬,૫૬૦ | ₹૧,૧૬,૦૦૦ | ₹૯૪,૯૧૦ | ₹૧,૭૫,૦૦૦ |
| ૯ | હૈદરાબાદ | ₹૧,૨૬,૫૬૦ | ₹૧,૧૬,૦૦૦ | ₹૯૪,૯૧૦ | ₹૧,૭૪,૯૦૦ |
| ૧૦ | કોલકાતા | ₹૧,૨૬,૫૬૦ | ₹૧,૧૬,૦૦૦ | ₹૯૪,૯૧૦ | ₹૧,૭૪,૯૦૦ |
જાણકારોનું માનવું છે કે આ તેજીને લઈને વધુ ઉત્સાહિત થવાની જરૂર નથી. નાના અને મધ્યમ ગાળામાં બજારમાં ઉતાર-ચઢાવ રહી શકે છે. સોના અને ચાંદીની તેજીનો ટ્રેન્ડ ત્યારે મજબૂત માનવામાં આવશે, જ્યારે તેની કિંમતો પોતાના મહત્વના રેજિસ્ટેન્સ સ્તરોની ઉપર બનેલી રહેશે. જો તેમ ન થાય તો ફરી બિકવાલી વધી શકે છે.
ટેક્નિકલ પાસાની વાત કરીએ તો સોના માટે 121,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સપોર્ટ અને 128,000 રૂપિયા પર રેજિસ્ટેન્સ છે. તો ચાંદી માટે 143,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સપોર્ટ અને 167,000 રૂપિયા પર રેજિસ્ટેન્સ છે. એટલે કે આ સ્તરો પર કિંમતોની ચાલથી આગળની તેજી કે ઘટાડાનો સંકેત મળશે.