• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /તમને પણ ઠંડી પડે એટલે કાનમાં દુખાવો થાય છે ? જાણો આ સમસ્યાનું કારણ અને તેનો ઈલાજ

તમને પણ ઠંડી પડે એટલે કાનમાં દુખાવો થાય છે ? જાણો આ સમસ્યાનું કારણ અને તેનો ઈલાજ

ઘણા લોકોને ઠંડી પડે એટલે કાનમાં દુખાવો થાય છે. વર્ષ દરમિયાન શિયાળામાં જ અચાનક કાનમાં દુખાવો થવા પાછળ અલગ કારણ જવાબદાર હોય શકે છે. ચાલો તમને આ કારણ અને તેનો ઉપાય જણાવીએ.

Written ByKrupa Shah
Published: Nov 23, 2026, 11:57 IST|Updated: Nov 23, 2026, 12:10 IST
joinshare
તમને પણ ઠંડી પડે એટલે કાનમાં દુખાવો થાય છે ? જાણો આ સમસ્યાનું કારણ અને તેનો ઈલાજ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Cancer Symptoms: ટીબી અને ફેફસાના કેન્સરના લક્ષણો સરખા: ઓળખવામાં ભૂલ ન કરો, આ સંકેતોને બિલકુલ નજરઅંદાજ ન કરો

Cancer Symptoms: ટીબી અને ફેફસાના કેન્સરના લક્ષણો સરખા: ઓળખવામાં ભૂલ ન કરો, આ સંકેતોને બિલકુલ નજરઅંદાજ ન કરો

2

તમને પણ ઠંડી પડે એટલે કાનમાં દુખાવો થાય છે ? જાણો આ સમસ્યાનું કારણ અને તેનો ઈલાજ

3

પુરુષો કરતાં મહિલાઓને માઈગ્રેન વધુ કેમ થાય ? જાણો કારણો અને માઈગ્રેનના ઉપાયો

4

મહેસાણા, સુરેન્દ્રનગર, આણંદ સહિત રાજ્યની નવી 9 મહાનગરપાલિકાઓ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

5

એશિયામાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી ત્રીજી સૌથી મોટી શક્તિ બન્યું ભારત, પીએમ મોદી બીજા સૌથી પ્રભાવશાળી નેતા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઠંડીની ઋતુ એટલે કે શિયાળો શરુ થાય એટલે અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યા પણ વધી જાય છે. ઘણા લોકોને શરદી, ઉધરસ, ગળામાં તકલીફ થાય છે તો કેટલાક લોકોને કાનમાં દુખાવો થવા લાગે છે. વર્ષ દરમિયાન ઠંડીની જ ઋતુમાં કાનમાં તીવ્ર દુખાવો થાય છે. તેમાં પણ જ્યારે ઠંડી વધારે લાગે ત્યારે કાનમાં કંઈક ખુંચતું હોય તેવું લાગે છે. ઠંડીના કારણે કાન દુખવા પાછળ ખાસ કારણ જવાબદાર છે. ચાલો તમને આ કારણ અને કાનનો દુખાવો મટાડવાનો ઈલાજ જણાવીએ.

ઠંડીમાં કાન દુખવાનું કારણ

આ પણ વાંચો: પુરુષો કરતાં મહિલાઓને માઈગ્રેન વધુ કેમ થાય ? જાણો કારણો અને માઈગ્રેનના ઉપાયો

નસ સંકોચાઈ જવી - સૌથી પહેલું કારણ છે નસોનું સંકોચાઈ જવું. આપણા કાન પર ચરબી હોતી નથી જેના કારણે ઠંડી હવા ડાયરેક્ટ કાનની અંદર જાય છે. ઠંડી હવા લાગવાથી નસો સંકોચાઈ જાય છે અને દુખાવો થવા લાગે છે.

કાનમાં પાણી - ગરમ પાણીથી નહાતી વખતે કાનમાં પાણી જતું રહે અને કાનમાં પાણી રહી ગયું હોય તો તેના કારણે કાનમાં ઈંફેકશન થઈ જાય છે અને દુખાવો થવા લાગે છે.

કાનનો મેલ - કાનમાં મેલ એટલે કે વેક્સ એકત્ર થતું હોય છે. ઠંડીમાં જ્યારે આ મેલ સુકાઈને કડક થઈ જાય છે તો કાનના પડકા પર પ્રેશર વધે છે અને કાનમાં દુખાવો થવા લાગે છે.

શરદી-ઉધરસ - ઠંડીના કારણે શરદી-ઉધરસ થયા હોય તો નાક અને કાનને જોડતી નસો બંધ થઈ જાય છે જેના કારણે પણ કાનમાં દુખાવો થઈ શકે છે.

આ પણ વાંચો: માથામાં જૂ થઈ ગઈ છે ? આ 2 માંથી કોઈ 1 વસ્તુ લગાડો, વાળમાંથી ટપોટપ નીકળવા લાગશે જૂ

કાનનો દુખાવો દુર કરવાના ઉપાય

  • કાનનો દુખાવો દુર કરવા કપડાને ગરમ કરી તેનાથી કાન ઉપર શેક કરો. 
  • ઠંડીમાં જ્યારે પણ બહાર નીકળો ત્યારે ટોપી કે મફલરથી કાન ઢાંકી રાખો.
  • સૂતી વખતે જે કાનમાં દુખાવો થતો હોય તે કાનને ઉપરની તરફ રાખવો.
  • 2 ચમચી સરસવના તેલમાં લસણની કળી સાંતળો. તેલ ઠંડુ થઈ જાય પછી તેલના 2-2 ટીપાં કાનમાં નાખો.
  • થોડા થોડા દિવસે કાનની સફાઈ કરો.

આ ઘરેલુ ઉપાયો કર્યા પછી પણ કાનનો દુખાવો ન મટે અને વધતો હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો. જો કાનમાં સીટી વાગતી હોય તેવો અવાજ આવે, કાન ભારે લાગે, એક કાનમાં ઓછું સંભળાય તો પણ ડોક્ટરનો સંપર્ક કરવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News