જે રીતે ટુથપેસ્ટને લોકો કોલગેટ અને બિસ્કીટને પારલેજી તરીકે ઓળખવામાં લાગ્યા હતા તેવી રીતે પીવાનું પાણી એટલે બિસલેરી એવું થઈ ગયું હતું. પરંતુ હવે વાત એવી સામે આવી છે કે બિસલેરીનું પીવાનું પાણી અસુરક્ષિત છે. બિસલેરીના પીવાના પાણીના સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવતાં ખળભળાટ મચ્યો છે.
FSSAI ની જાણકારી અનુસાર બિસ્લેરીના પીવાના પાણીમાં પહેલા ટેસ્ટ દરમિયાન બ્રોમેટની માત્રા 10 માઇક્રોગ્રામ પ્રતિ લીટર થી વધારે નોંધાઈ હતી. પહેલી વખતમાં પાણીમાં 12 માઇક્રોગ્રામ પ્રતિ લીટર નોંધાયા પછી ફરીથી બીજી વખત પાણીના સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા. બીજા ટેસ્ટમાં પણ એ વાતની પુષ્ટિ થઈ. ત્યાર પછી બિસ્ક્લેરી કંપનીએ અપીલ કરી એટલે પાણીના સેમ્પલને રેફરલ લેબમાં મોકલવામાં આવ્યા જ્યાં બ્રોમેટ નક્કી કરેલી માત્રા અનુસાર હતું પરંતુ પાણીમાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન નામના તત્વ મળી આવ્યા. જેના કારણે બિસલેરીના પીવાના પાણીના સેમ્પલને ફરી એક વખત અસુરક્ષિત માનવામાં આવ્યું. જેને લઈને ખાદ્ય સુરક્ષા એવા માનક અધિનિયમ એ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી.
બિસલેરીનું પીવાનું પાણી પીવા માટે અસુરક્ષિત છે તેવી વાત સામે આવતા જ એએનઆઈના માધ્યમથી બિસ્લેરી કંપનીએ પણ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. બિસ્લેરી કંપનીએ આ બધા જ આરોપોનું ખંડન કર્યું છે. કંપનીએ પીવાના પાણીના સેમ્પલ અંગે સ્પષ્ટતા કરી છે. કંપનીએ કહ્યું છે કે આ મામલો લગભગ 14 મહિના જૂનો છે.
કંપનીના જણાવ્યા અનુસાર 30 સપ્ટેમ્બર 2025 ના રોજ FSSAI એ ગોવાના પ્રોડક્શન યુનિટમાંથી બિસલેરીના પીવાના પાણીના છ સેમ્પલ લીધા હતા. શરૂઆતની તપાસમાં 5 સેમ્પલ પાસ થયા હતા અને છઠ્ઠા સેમ્પલમાં બ્રોમેટનું સ્તર 12 માઇક્રોગ્રામ પ્રતિ લિટર મળ્યું હતું. જ્યારે નક્કી કરેલી સીમા 10 માઇક્રોગ્રામ પ્રતિ લીટર છે. ત્યાર પછી 22 નવેમ્બર 2025 ના રોજ બિસ્લેરી કંપની દ્વારા અપીલ કરવામાં આવી હતી અને ત્યાર પછી FSSAI દ્વારા સેમ્પલની ફરીથી તપાસ માટે રેફરલ લેબમાં મોકલવામાં આવ્યું. જેમાં બ્રોમેટનું સ્તર યોગ્ય હતું પરંતુ સેમ્પલમાં પીએચએસ હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો. તપાસના બંને પરિણામ અલગ અલગ હોવાથી બિસ્લેરી કંપનીએ સ્પષ્ટીકરણ માટે જે નમૂનો ફેલ થયો હતો તેને જ સ્વતંત્ર લેબ જે FSSAI માન્યતા પ્રાપ્ત છે તેમાં ટેસ્ટ કરાવ્યું જેમાં સેમ્પ માં બ્રોમેટનું સ્તર નક્કી કરેલી મર્યાદામાં જ હોવાનું સામે આવ્યું હતું.
બિસ્લેરી કંપનીએ વધુમાં કહ્યું કે તેમણે ફેબ્રુઆરી 2026 ના રોજ એક લેટર સાથે સ્વતંત્ર તપાસના પરિણામ FSSAIને સોંપી દીધા હતા ત્યાર પછી તેમના તરફથી કોઈ જ સૂચના મળી નહીં, જેના કારણે કંપનીએ એવું માની લીધું કે આ મામલો બંધ થઈ ગયો છે.. કંપનીનું કહેવું છે કે હજુ સુધી તેમને ઇમેલમાં કે હાર્ડ કોપીમાં કોઈ જ નોટિસ મળી નથી. બિસલેરી કંપનીએ સ્પષ્ટતા કરી છે કે બિસ્લેરી માટે પાણીની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે તેના માટે કંપની 10 સ્ટેજમાં નિર્માણ પ્રક્રિયા દરમિયાન 90 થી વધારે કડક ગુણવત્તા પરીક્ષણ કરે છે
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)