• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /નો-રિપીટ થિયરીના ભણકારા વચ્ચે નેતાઓની નવી ચાલ : ૨-૩ ટર્મથી ચૂંટાતા નેતાઓની ટિકિટ કપાવાની અટકળો

નો-રિપીટ થિયરીના ભણકારા વચ્ચે નેતાઓની નવી ચાલ : ૨-૩ ટર્મથી ચૂંટાતા નેતાઓની ટિકિટ કપાવાની અટકળો

ગુજરાતમાં પીએમ મોદીની ડીનર ડીપ્લોમસી બાદ 2027ની ચૂંટણી સંલગ્ન હલચલ વધી છે. ગઈકાલે 182 વિધાનસભા સ્નેહમિલન કાર્યક્રમમાં પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી મોદીએ ભાજપને એક્ટિવ થઈ જવાનો સંકેત આપી દીધો છે. ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં આંતરિક અસંતોષ વચ્ચે ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોની ટિકિટ કપાવવાની છે. સામાજિક સમીકરણોને આધારે અપાતી ટીકિટોમાં હવે દાવેદારો પણ સક્રિય થયા છે. જેમાં દિવ્યેશ સોલંકી, અનાર પટેલ, ગણેશ ગોંડલ, મનીષ બાવળિયા અને ઋષભ રૂપાણી સહિતના નામો રાજકીય વારસાને લઈને ચર્ચામાં છે. હંમેશાં કોંગ્રેસને પરિવારવાદ અને વંશવાદ મામલે ટોણો મારતી ભાજપ હવે કયો તોડ કાઢે છે એ તો આગામી સમય જ બતાવશે.

Written ByKaran Rajput
Published: Nov 23, 2026, 13:06 IST|Updated: Nov 23, 2026, 13:17 IST
joinshare
નો-રિપીટ થિયરીના ભણકારા વચ્ચે નેતાઓની નવી ચાલ : ૨-૩ ટર્મથી ચૂંટાતા નેતાઓની ટિકિટ કપાવાની અટકળો
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
અસ્સલ કાઠિયાવાડી ટેસ્ટનું લીલી ડુંગળીનું લોટિયું બનાવવાની રીત, બાજરાના રોટલા સાથે ખાવાની મજા પડશે

અસ્સલ કાઠિયાવાડી ટેસ્ટનું લીલી ડુંગળીનું લોટિયું બનાવવાની રીત, બાજરાના રોટલા સાથે ખાવાની મજા પડશે

2

આ છે ભારતની ૫ સૌથી સુરક્ષિત SUV, તમામ કારને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ; EV મોડેલ પણ સામેલ

3

નો-રિપીટ થિયરીના ભણકારા વચ્ચે નેતાઓની નવી ચાલ : ૨-૩ ટર્મથી ચૂંટાતા નેતાઓની ટિકિટ કપાવાની અટકળો

4

બિસલેરી કંપનીનું પાણી FSSAI ટેસ્ટમાં ફેલ, કંપનીએ આરોપનું ખંડન કરી ચોખવટ કરતાં જણાવી હકીકત

5

અમદાવાદમાં નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી, આરોપી દંપત્તિના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

2027 Gujarat Assembly Election : ગુજરાતમાં નવેમ્બર- ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી હોવા છતાં ભાજપ સક્રિય થયું છે. પીએમ મોદીની બેઠક બાદ ખુદ સીએમે 3 દિવસ આદીવાસી વિસ્તારમાં રાતવાસો કરીને એક મેસેજ પાસ કર્યો છે કે અમે આદીવાસી બેલ્ટની સાથે છે. સરકાર અને સંગઠન માટે આદીવાસી વિસ્તાર એ પ્રાયોરિટીમાં છે. હવે આગામી દિવસોમાં ગુજરાતના તમામ મંત્રીઓ 72 કલાક માટે આદીવાસી બેલ્ટમાં જશે. આજે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રીઓને આદેશ કરી દેવાયા છે. ભાજપ સંગઠન અને કાર્યકરોને એક્ટિવ કરવા માટે સ્નેહમિલન પણ યોજી ચૂક્યું છે. રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આગામી દિવસોમાં સક્રિય થાય તો નવાઈ નહીં. હવે ધીરેધીરે રાજકીય માહોલ જામી રહ્યો છે.

 

પીએમ મોદી અને અમિત શાહની સક્રિયતા દેખાડે છે કે ગુજરાતમાં બધુ સમૂસૂતરું નથી

સૌથી મોટી ચિંતા હાલમાં ભાજપના નેતાઓને કોની ટિકિટ કપાશે અને કોની રહેશે એની છે. હાલમાં 162 સીટો ભાજપ પાસે છે. ભાજપનો ટાર્ગેટ 2027ની ચૂંટણીમાં 150થી વધારે સીટો જાળવી રાખવાનો છે. હાલનો માહોલ અલગ છે. પીએમ મોદી અને અમિત શાહની સક્રિયતા દેખાડે છે કે ગુજરાતમાં બધુ સમૂસૂતરું નથી. એટલે ઘણાની ટિકિટ કપાય તેવી પૂરી સંભાવના છે. ભાજપ મહિલાઓ અને યુવાઓેને રાજકારણમાં આગળ લાવવા માગે છે. એટલે 2 કે 3 ટર્મથી ચૂંટાતા ઘણા નેતાઓના પત્તા કપાઈ જશે. ભાજપ યુવાઓ પર ફોકસ કરી રહી હોવાથી નેતાઓ હવે રાજકીય વારસાને આગળ ધપાવવા માટે સક્રિય થયા છે.

 સિનિયર નેતાઓના સંતાનોને ટિકિટ અપાવવા પ્રયા

૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ દિગ્ગજ નેતાઓ પોતાના સંતાનોને રાજકારણમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હોવાની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જામી છે. જેમાં દિવ્યેશ સોલંકી, અનાર પટેલ, ગણેશ ગોંડલ, મનીષ બાવળિયા અને ઋષભ રૂપાણી સહિતના નામો રાજકીય વારસદારોને લઈને ચર્ચામાં છે. સંભવિત નો-રિપીટ થિયરી અને ઉંમરના માપદંડને ધ્યાનમાં રાખીને સિનિયર નેતાઓ સંતાનોને ટિકિટ અપાવવા પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણીમાં પરિવારવાદના આક્ષેપોથી બચવા સાથે જ્ઞાતિગત સમીકરણો જાળવવા એ પક્ષો માટે મોટો પડકાર મનાઈ રહ્યો છે.

આખરી નિર્ણય ચૂંટણી સમયે હાઈકમાન્ડ લેશે

ખોડલધામના કાર્યક્રમ બાદ અનાર પટેલની વધેલી સક્રિયતા તેમજ તળાજા અને જસદણ બેઠકના સમીકરણો પર સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. યુવા નેતૃત્વની માંગ અને સંગઠનમાં ફેરફાર વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આપ સામે નવા સમીકરણો ઊભા થવાની ચર્ચા છે. આખરી નિર્ણય ચૂંટણી સમયે હાઈકમાન્ડ લેશે, પરંતુ અત્યારથી જ રાજકીય વારસાની ચર્ચાએ ગુજરાતના રાજકારણ અને સોશિયલ મીડિયામાં ગરમાવો લાવી દીધો છે. આનંદબેન પોતાની દીકરી અનાર પટેલને ચૂંટણી લડાવવા માગે છે. 2022ની ચૂંટણીમાં પણ અનાર પટેલ મહેસાણા કે ગાંધીનગર દક્ષિણથી લડી રહ્યાં હોવાની ચર્ચાઓ હતી પણ 2027માં અનાર પટેલનું સપનું આનંદીબેન પૂરું કરી શકે એમ છે. હાલમાં અનાર પટેલ ખોડલધામમાં સક્રિય છે.

ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલને પણ પ્રમોટ કરાઈ રહ્યો છે. જયરાજસિંહની ટર્મ અને વધતી ઉંમરને પગલે અહીં વારસો સંભાળવા માટે ગણેશ ગોંડલને ટિકિટ મળે એ માટે જયરાજસિંહ અત્યારથી સક્રિય થઈ ગયા છે. કોળી સમાજના બે કદાવર નેતાઓ પુરષોત્તમ સોલંકી અને કુવરજી બાવળિયા પણ આ જ દીશામાં છે. બંને દીકરાઓને પ્રમોટ કરે તેવી સંભાવના છે.

હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ

રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકી દ્વારા નૂતનવર્ષ સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહમિલનમાં મંત્રી નિમુબેન બાંભણિયા અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પુરુષોત્તમ સોલંકી મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મને જે મંત્રી પદ મળ્યું છે તેનો ઉપયોગ કરીને હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ. મુખ્યમંત્રી કોળી સમાજના હોવો જોઈએ તે મુદ્દે પુરુષોતમ સોલંકીએ કહ્યું કે, સરકાર નક્કી કરશે.

 

સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત શુભેચ્છકોને સંબોધતા રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં કહ્યું હતું કે, હું માત્ર વાતો નથી કરતો, પરંતુ કામ કરીને દેખાડું છું. છેલ્લા 30 વર્ષથી મંત્રી છું. પરંતુ ક્યારેય કોઈની પાસે મંત્રીપદની માગણી કરી નથી. કોઈને જાકારો આપ્યો નથી અને મારાથી બનતા તમામ પ્રયત્નો કરતો રહ્યો છું. 30 વર્ષમાં કંઈ થયું નથી. પરંતુ હવે કંઈ થાય તો હું પાછી પાની કરવાનો નથી. તેમણે પોતાના અંદાજમાં તલવારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તલવારો માત્ર રાખી નથી. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરું છું. કોળી સમાજમાંથી મુખ્યમંત્રી હોવા જોઈએ તેવી ચર્ચા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ નિર્ણય સરકાર નક્કી કરશે.

તમે બધા મજબૂત રહો, અમે તો મજબૂત જ છીએ

બીજી તરફ, પોતાના પુત્ર દિવ્યેશ સોલંકીને લઈને પૂછાયેલા સવાલમાં તેમણે કહ્યું કે જો તમે પરસોતમ સોલંકીને સિંહ સમજો છો તો મારો દીકરો દિવ્યેશ પણ સિંહ થઈ ગયો છે, ચિંતા કરવાની જરૂર નથી. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં દિવ્યેશ ચૂંટણી લડશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે પોતાના આગવા અંદાજમાં કહ્યું હતું કે સિંહ રખડતો હોય તેની પાછળ ઘણા કૂતરા રખડતા હોય છે, મારી પાછળ પણ ઘણા દોડ્યા હતા, પરંતુ કોઈનું કંઈ ચાલ્યું નથી. અંતમાં તેમણે શુભેચ્છકોને મજબૂત રહેવાનો સંદેશ આપતાં કહ્યું હતું કે તમે બધા મજબૂત રહો, અમે તો મજબૂત જ છીએ. કોળી સમાજના આગેવાને તો ત્યાં સુધી કહી દીધું છે કે દિવ્યેશ સોલંકી તળાજાથી ચૂંટણી લડશે અને સરકારમાં મંત્રી હશે. આમ પુરષોત્તમ સોલંકીવાળો વારસો હવે દિવ્યેશ સોલંકી સંભાળશે.

બાવળિયા ચૂંટણી લડે કે તેમના પુત્ર, અમે તૈયાર છીએ

હાલમાં કોળી સમાજ પાસે 2 મંત્રી પદ છે. જેમાં કુવરજી બાવળિયાને પણ ઉંમરને કારણે ભાજપ ટીકિટથી વંચિત રાખે એવી પૂરી સંભાવના છે. 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં જ જસદણ બેઠકનું રાજકારણ ગરમાયું છે. કુવરજી બાવળિયાએ દીકરા માટે લોબિંગ શરૂ કરી દીધું છે.  કુંવરજી બાવળિયાના પુત્ર મનીષ બાવળિયા ચૂંટણી લડે તેવી ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ નેતા અવસર નાકિયાએ મોટું નિવેદન આપ્યું છે. નાકિયાએ પડકાર ફેંકતા કહ્યું કે, બાવળિયા ચૂંટણી લડે કે તેમના પુત્ર, અમે તૈયાર છીએ. નાકિયાના આ નિવેદનથી જસદણ બેઠક પર આગામી ચૂંટણીના રાજકીય સમીકરણો અંગે ચર્ચા તેજ બની છે. આમ ચૂંટમી પહેલાં ભાજપ તો સક્રિય થઈ છે પણ નેતાઓ પણ રાજકીય વારસો જાળવવા માટે સક્રિય થઈ ગયા છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat Politics