• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /December Lucky Zodiac Signs: ડિસેમ્બર 2026માં આ 5 રાશિઓની ચમકશે કિસ્મત: કરિયરમાં પ્રગતિ સાથે મળશે મોટા લાભ!

December Lucky Zodiac Signs: ડિસેમ્બર 2026માં આ 5 રાશિઓની ચમકશે કિસ્મત: કરિયરમાં પ્રગતિ સાથે મળશે મોટા લાભ!

Written ByGokani Dhaval
Published: Nov 23, 2026, 09:19 IST|Updated: Nov 23, 2026, 09:22 IST
joinshare
December Lucky Zodiac Signs: ડિસેમ્બર 2026નો મહિનો કેટલીક રાશિઓ માટે ખાસ રહેવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિઓને નવી નોકરી, કારોબાર અને કરિયરમાં પ્રગતિની નવી તક મળી શકે છે.

December Lucky Zodiac Signs: વર્ષ 2026નો છેલ્લો મહિનો કેટલીક રાશિઓ માટે ખાસ રહેવાનો છે. ડિસેમ્બર મહિનામાં આ લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂર્ણ થવાથી જીવનમાં સારૂ પરિવર્તન જોવા મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ડિસેમ્બરમાં ઘણા મોટા ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. 5 ડિસેમ્બરે રાહુ મકર રાશિ અને કેતુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે.

  શનિ-સૂર્યની ચાલમાં પરિવર્તન1/6

શનિ-સૂર્યની ચાલમાં પરિવર્તન

તો 11 ડિસેમ્બરે શનિ મીન રાશિમાં માર્ગી થશે. ત્યારબાદ 13 ડિસેમ્બરે ગુરૂ સિંહ રાશિમાં વક્રી થશે. 16 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોના આ ફેરફારની અસર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ પડી શકે છે. પરંતુ કેટલીક રાશિઓ માટે આ મહિનો શુભ રહેવાનો છે. આવો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, જેના માટે ડિસેમ્બરનો મહિનો શાનદાર રહેવાનો છે.
 1. મેષ રાશિ (Aries)2/6

1. મેષ રાશિ (Aries)

મેષ રાશિના જાતકો માટે ડિસેમ્બરનો મહિનો કરિયરની દ્રષ્ટિએ સારો રહી શકે છે. નોકરીમાં લાંબા સમયથી પ્રમોશનની પ્રતીક્ષા કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારી વધી શકે છે. આ સાથે નવી નોકરી શોધી રહેલા લોકોને સુવર્ણ તક મળી શકે છે. કારોબાર સાથે જોડાયેલા લોકોને કોઈ મોટી ડીલ મળવાનો સંકેત છે. જો તમે કોઈ નવા કામની શરૂઆત કરવા ઈચ્છો છો તો સમજી-વિચારી આગળ વધી શકો છો.
 2. વૃષભ રાશિ (Taurus)3/6

2. વૃષભ રાશિ (Taurus)

વૃષભ રાશિના જાતકો માટે ડિસેમ્બરનો મહિનો શાનદાર રહેશે. નોકરી કરનારના કામની પ્રશંસા થશે. ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે. પ્રમોશન અને પગાર વધવાનો યોગ છે. નવી નોકરી શોધી રહેલા લોકોને સારી ઓફર મળી શકે છે. વેપારીઓને નવી ડીલ મળશે. નવા લોકોનો સંપર્ક ફાયદાકારક રહેશે. કુલ મળી આ મહિનો આર્થિક મામલામાં રાહત અપાવનાર સાબિત થશે.
3. કર્ક રાશિ (Cancer)4/6

3. કર્ક રાશિ (Cancer)

કર્ક રાશિના જાતકો માટે ડિસેમ્બરનો મહિનો સારો રહેશે. આ મહિને પૈસા સાથે જોડાયેલી સ્થિતિમાં સુધાર થશે. નોકરીમાં કામ વધી શકે છે, પરંતુ તમે દરેક જવાબદારી સારી રીતે નિભાવશો. ઓફિસમાં મોટા અધિકારીઓનો સાથ મળશે. નવી નોકરી શોધી રહેલા લોકોને સારી ઓફર મળી શકે છે. કારોબારમાં પણ ફાયદો થશે. જૂના અટવાયેલા પૈસા પરત મળી શકે છે. પરિવારના લોકોનો સહયોગ મળશે.
 4. વૃશ્ચિક રાશિ (Scorpio)5/6

4. વૃશ્ચિક રાશિ (Scorpio)

વૃશ્ચિક રાશિના જાતકો માટે ડિસેમ્બરનો મહિનો શાનદાર રહેશે. નોકરીમાં તમારી મહેનત રંગ લાવશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. નવી જવાબદારી મળી શકે છે. પ્રમોશનની પ્રતીક્ષા કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. કારોબારીઓને નવી યોજનાઓથી ફાયદો થશે. કોઈ જૂના જાણકારની મદદથી સારી તક મળી શકે છે.
 5. કુંભ રાશિ (Aquarius)6/6

5. કુંભ રાશિ (Aquarius)

કુંભ રાશિના જાતકો માટે ડિસેમ્બરનો મહિનો પ્રગતિ લાવશે. નોકરી કરનાર જાતકોને પોતાની ક્ષમતા દેખાડવાની તક મળશે. ઓફિસમાં તમારા કામની પ્રસંશા થશે. નવી નોકરી શોધી રહેલા જાતકોને સારી ઓફર મળી શકે છે. કારોબારીઓને પણ ફાયદો થશે. બિઝનેસ વધારવાની યોજના સફળ થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરનારને સારો લાભ મળશે. પૈસાની સ્થિતિમાં સુધાર થશે. પરંતુ કોઈ પર આંખ બંધ કરી ભરોસો ન કરો.
TAGS:
astrology

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
When to Replace Mattress: બેડનું ગાદલું બદલવાનો યોગ્ય સમય કયો? જાણો ક્યારે આવી જાય છે તેની એક્સપાયરી

When to Replace Mattress: બેડનું ગાદલું બદલવાનો યોગ્ય સમય કયો? જાણો ક્યારે આવી જાય છે તેની એક્સપાયરી

2

"તલવારો માત્ર રાખી નથી, જરૂરી પડ્યે ઉપયોગ પણ કરું છું", પુત્ર ચૂંટણી લડશે કે નહીં? જાણો શું જવાબ આપ્યો પરસોત્તમ સોલંકીએ

3

રેકોર્ડ હાઈથી ₹59,000 સસ્તું થયું સોનું; Gold ખરીદવાની સુવર્ણ તક કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી?

4

ઈશા સિંહના સપોર્ટમાં ઉતર્યો રજત દલાલ, અવિનાશને ખુલ્લા શબ્દોમાં આપી ધમકી, અહીં જુઓ Video

5

PM મોદી સાથે આજે મુલાકાત કરશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરારો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.