મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમાર સામે એક બાજુ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને હવે એક 20 વર્ષ જૂનો પ્રશાસનિક અને ભ્રષ્ટાચારનો કેસ ફરીથી ખુલ્યો છે. વાત જાણે એમ છે કે કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ જ્ઞાનેશકુમાર સામે ભ્રષ્ટાચાર અને ગડબડીના ગંભીર આરોપો પર વિઝિલન્સ તપાસના આદેશ આપ્યા છે. એવું કહેવાય છે કે આ સમગ્ર મામલે 2006નો છે. તે વખતે જ્ઞાનેશકુમાર લોક નિર્માણ વિભાગ (PWD)ના સચિવ પદ પર હતા. તેમના કાર્યકાળ દરમિયાન તે વખતે તેમના પર ગેરરીતિ વર્તવાનો આરોપ લાગ્યો હતો.
આખરે શું છે મામલો?
Thiruvananthapuram, Keralam: State Home Minister Ramesh Chennithala ordered a Vigilance investigation into the case involving Chief Election Commissioner Gyanesh Kumar, relating to allegations of irregularities during his tenure as the state’s Public Works Department Secretary in 2006. The case pertains to the death by suicide of Malaysian civil engineer Lee See Been, who was associated with the PATI-BEL consortium involved in the upgradation of MC Road under the Keralam State Transport Project. His suicide note reportedly mentioned Gyanesh Kumar. The investigation is being initiated following allegations that external pressure was exerted and the original inquiry was derailed. State Home Minister Ramesh Chennithala has directly instructed the Vigilance Director to conduct a thorough inquiry into allegations of external influence in the case involving Chief Election Commissioner Gyanesh Kumar and take appropriate action based on the findings: HMO
— ANI (@ANI) October 4, 2026
વિદેશી નાગરિકની શંકાસ્પદ આત્મહત્યા
હવે કેરળ સરકાર ગાળિયો કસશે!
કેરળના ગૃહ વિભાગે 2006માં મલેશિયન મેનેજરની આત્મહત્યા અને PWD પ્રોજેક્ટ્સ અંગેની બધી ફાઈલો ફરીથી મંગાવી છે. હવે વિજિલન્સ વિભાગ હવે તપાસ કરશે કે શું 2006માં આ મામલે પ્રાથમિક તપાસને ખોટી રીતે બંધ કરાઈ હતી અને બીનના સ્યૂસાઈડ નોટમાં લગાવલા આરોપોના પુરતા પુરાવા છે કે નહીં.