• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદમાં નવરાત્રી દરમિયાન વાસી કે દૂષિત ખોરાક વેચ્યો તો ખેર નથી! AMCની ફ્લાઈંગ સ્ક્વોર્ડ લેશે કડક પગલાં

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન વાસી કે દૂષિત ખોરાક વેચ્યો તો ખેર નથી! AMCની ફ્લાઈંગ સ્ક્વોર્ડ લેશે કડક પગલાં

Ahmedabad Navratri 2026: નવરાત્રીના પાવન પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં સોસાયટીઓ, પાર્ટી પ્લોટ અને ક્લબ ખાતે ગરબાની સાથે વિવિધ ખાદ્યપદાર્થોના સ્ટોલ પણ લાગતા હોય છે. નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ સેફ્ટી વિભાગે તમામ આયોજકો અને ફૂડ વેન્ડરો માટે મહત્વની અપીલ કરી છે.

Written ByKinjal Patel
Published: Oct 04, 2026, 10:41 AM IST|Updated: Oct 04, 2026, 10:56 AM IST
joinshare
અમદાવાદમાં નવરાત્રી દરમિયાન વાસી કે દૂષિત ખોરાક વેચ્યો તો ખેર નથી! AMCની ફ્લાઈંગ સ્ક્વોર્ડ લેશે કડક પગલાં

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમદાવાદમાં નવરાત્રી દરમિયાન વાસી કે દૂષિત ખોરાક વેચ્યો તો ખેર નથી! AMCની ફ્લાઈંગ સ્ક્વોર્ડ લેશે કડક પગલાં

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન વાસી કે દૂષિત ખોરાક વેચ્યો તો ખેર નથી! AMCની ફ્લાઈંગ સ્ક્વોર્ડ લેશે કડક પગલાં

2

વિદેશમાં વધુ એક ગુજરાતી પાટીદારનો ડંકો! ગુજરાતી મૂળના હોલિવૂડ એક્ટર હિમેશ પટેલ વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ

3

કો-પાયલટ કેવો બહાનું બનાવીને ઊભો થયો અને કર્યા જીવલેણ વાર....પહેલીવાર સામે આવી કોકપિટની અંદરની વાત

4

CNG ભરતી વખતે બ્લાસ્ટ, કારના થઈ ગયા ટુકડા, કેમ થાય છે આવા અકસ્માતો? જાણો કારણો

5

સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર! 8મા વેતન પંચમાં વિલંબથી 3 લાખનું થઈ શકે છે નુકસાન, જાણો ગણતરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad Navratri 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફૂડ સેફ્ટી વિભાગે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને શુદ્ધ અને સ્વચ્છ ખોરાક મળે તે માટે 'સુરક્ષિત ખોરાક - સ્વસ્થ નવરાત્રી' ના સંદેશ સાથે મહત્વની એડવાઈઝરી બહાર પાડી છે. ગરબા આયોજકો માટે હવે FSSAI લાયસન્સ ધરાવતા વેન્ડરોને જ સ્ટોલ ફાળવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે અને સ્ટોલ પર લાયસન્સ નંબર દર્શાવવો પડશે. AMCની ફ્લાઈંગ સ્ક્વોર્ડ અચાનક મુલાકાત લઈને તપાસ કરશે અને નિયમોના ઉલ્લંઘન બદલ 'ફૂડ સેફ્ટી એક્ટ' હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ-આંધીનું એલર્ટ: ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ અને વાવાઝોડાને લઈને અંબાલાલની મોટી આગાહી

FSSAI લાયસન્સ ફરજિયાત
AMC એ સ્પષ્ટ કર્યું છે કે ફૂડ સ્ટોલ આપતા પહેલાં આયોજકોએ વેન્ડર પાસે માન્ય FSSAI લાયસન્સ કે રજિસ્ટ્રેશન છે કે નહીં તેની ચકાસણી કરવી પડશે અને લાયસન્સ નંબર સ્ટોલ પર બોર્ડ પર દર્શાવવો પડશે. સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમો:રસોઈમાં ગુણવત્તાયુક્ત તેલનો જ ઉપયોગ કરવો અને એકનું એક તેલ વારંવાર વાપરવું નહીં. ખાદ્યપદાર્થોમાં પ્રતિબંધિત કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવો નહીં તથા વાસી કે દૂષિત ખોરાક ન વેચવો.  

AMC ની ફ્લાઈંગ સ્ક્વોર્ડ ચકાસણી કરશે
ખાવાનું બનાવનાર અને પીરસનારે કેપ, ગ્લોવ્ઝ અને સ્વચ્છ કપડાં પહેરવાના રહેશે અને સીધો હાથથી સ્પર્શ ટાળવો. પીવા અને રસોઈ માટે માત્ર શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો તથા ભીના-સૂકા કચરા માટે ઢાંકણવાળી કચરાપેટી રાખવી. AMC ની ફ્લાઈંગ સ્ક્વોર્ડ ચકાસણી કરશે.

રાજકારણની મરણપથારીએ પડેલા બાપુમાં ફરી જીવંત થવાનો સળવળાટ, કોંગ્રેસ ખામ થિયરી સળગાવશે?

આયોજકોને માત્ર લાયસન્સ ધરાવતા વેન્ડરોને જ સ્ટોલ ફાળવવા વિનંતી
નવરાત્રી દરમિયાન AMC ની ફૂડ સેફ્ટી ટીમો ગરબા સ્થળોની અચાનક મુલાકાત લઈને ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ કરશે. જો કોઈ નિયમભંગ જણાશે કે સેમ્પલ ફેલ થશે તો તેમની સામે 'ફૂડ સેફ્ટી એક્ટ' હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.  AMC એ "સુરક્ષિત ખોરાક - સ્વસ્થ નવરાત્રી" ના સંદેશ સાથે તમામ આયોજકોને માત્ર લાયસન્સ ધરાવતા વેન્ડરોને જ સ્ટોલ ફાળવવા વિનંતી કરી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News