• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • / કો-પાયલટ કેવો બહાનું બનાવીને ઊભો થયો અને કર્યા જીવલેણ વાર....પહેલીવાર સામે આવી કોકપિટની અંદરની વાત

કો-પાયલટ કેવો બહાનું બનાવીને ઊભો થયો અને કર્યા જીવલેણ વાર....પહેલીવાર સામે આવી કોકપિટની અંદરની વાત

30મી સપ્ટેમ્બરે દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટFZ1073માં જે કથિત આતંકી ઘટના ઘટી અને 9/11 જેવી હોનારત ટાળવામાં ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છરનો સિંહફાળો હતો. આખી દુનિયામાંથી તેમના પર પ્રશંસાના ફૂલો વરસી રહ્યા છે. પીએમ મોદીએ તેમની સાથે વીડિયો કોલ કરીને વાત કરી અને હવે ઈઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહૂએ પણ તેમની સાથે ફોન પર લાંબી વાત કરી અને તેમના આ અદમ્ય સાહસને બિરદાવ્યું. આ વાતચીતમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે.

Written ByViral Raval
Published: Oct 04, 2026, 09:24 AM IST|Updated: Oct 04, 2026, 09:39 AM IST
joinshare
 કો-પાયલટ કેવો બહાનું બનાવીને ઊભો થયો અને કર્યા જીવલેણ વાર....પહેલીવાર સામે આવી કોકપિટની અંદરની વાત

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
 કો-પાયલટ કેવો બહાનું બનાવીને ઊભો થયો અને કર્યા જીવલેણ વાર....પહેલીવાર સામે આવી કોકપિટની અંદરની વાત

કો-પાયલટ કેવો બહાનું બનાવીને ઊભો થયો અને કર્યા જીવલેણ વાર....પહેલીવાર સામે આવી કોકપિટની અંદરની વાત

2

CNG ભરતી વખતે બ્લાસ્ટ, કારના થઈ ગયા ટુકડા, કેમ થાય છે આવા અકસ્માતો? જાણો કારણો

3

સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર! 8મા વેતન પંચમાં વિલંબથી 3 લાખનું થઈ શકે છે નુકસાન, જાણો ગણતરી

4

5% વ્યાજ પર 3 લાખ સુધીની લોન, આ લોકો માટે ભેટ છે મોદી સરકારની આ યોજના

5

પત્ની પહેરે બુરખો, લગ્ન પછી રહે ઘરમાં જ... સ્મિત પર હુમલો કરનાર કો-પાયલટ હમ્મામીના છોકરીઓ પર આવા હતા વિચારો, જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આજે આખી દુનિયા ફ્લાયદુબઈના ભારતીય  મૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના શૌર્યના ગુણગાન ગાતા થાકતી નથી. તેમણે અસંખ્ય વાર ઝેલીને,  લોહીલુહાણ હાલતમાં પણ જે સાહસ દેખાડ્યું એ કોઈ ચમત્કારથી કમ નથી. જેના કારણે 174 જેટલા લોકોના જીવ બચ્યા અને મોટી દુર્ઘટના ટળી. ઈઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ પણ તેના આ શૌર્યના કાયલ થયા છે અને તેમણે તેમની સાથે ફોન પર લાંબી લચક વાતચીત કરી. આ દરમિયાન તેમના અદમ્ય સાહસને બિરદાવતા  તેમણે સ્મિત મચ્છર તથા પીએમ મોદીને ઈઝરાયેલના સ્વતંત્રતા દિવસે સર્વોચ્ચ નાગરિક સન્માન (ટોર્ચ લાઈટિંગ સમારોહ) માટે આમંત્રણ આપ્યું. આ વાતચીતમાં કેપ્ટન મચ્છરે તેમના પર હુમલો કરનારા ઓમાની પાયલટ વિશે પણ ચોંકાવનારા ખુલાસા કર્યા.

પ્રાર્થના કરવા ઊભો થયો અને હુમલા શરૂ કર્યા!
કેપ્ટન મચ્છરને જ્યારે ઈઝરાયેલી પીએમ બેન્જામીન નેતન્યાહૂએ તે વખતે શું થયું હતું તે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે કઈ રીતે કો પાયલટે નમાજ પઢવાનું બહાનું કાઢીને તેમના માથાની પાછળથી જીવલેણવાર કર્યો હતો. કેપ્ટન સ્મિતના જણાવ્યાં મુજબ ઓમાની પાલલટ હમામ અલ હમામી તેની સીટ પરથી એમ કહીને ઊભો થયો હતો કે તે નમાજ પઢવા માંગે છે. તેની ગણતરીની પળો બાદ તેણે પાછળથી તેમના પર કુહાડીથી વાર કર્યો.

સ્મિત મચ્છરે જણાવ્યું કે પહેલા તો તેમને એમ લાગ્યું કે કો પાયલટ તેમની પાછળ નમાજ પઢી રહ્યો છે. તેમણે સન્માનના કારણે જાણી જોઈને પાછળ વળીને જોયું નહીં. પરંતુ લગભગ ચાર પાંચ મિનિટ બાદ અચાનક તેમના માઢાના પાછલા ભાગ પર જોરદાર વાર થયો. હુમલામાં ઉપયોગમાં લેવાયેલી કુહાડી એ એ કુહાડી હતી જેને વિમાનમાં ઈમરજન્સી માટે રાખવામાં આવે છે.

કેપ્ટનના જણાવ્યાં બાદ હુમલા બાદ તેમની આંખોની સામે બધુ ધૂંધળું થઈ ગયું હતું. આમ છતાં તેમણે કોકપિટનો દરવાજો બેવાર ખોલવાની  કોશિશ કરી. પહેલીવાર દરવાજો ખોલ્યો તો હુમલાખોરે તેને ફરીથી બંધ કરી દીધો. ત્યારબાદ તેઓ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ તેમણે ફરીથી પૂરેપૂરી તાકાત અજમાવીને બીજીવાર દરવાજો ખોલ્યો. પછી બહાર હાજર લોકો કોકપિટમાં ઘૂસ્યા અને હુમલાખોરને કાબૂમાં કર્યો. અત્રે જણાવવાનું કે વિમાનમાં 174 લોકો સવાર હતા. જેમાં મોટાભાગના ઈઝરાયેલના નાગરિકો હતા.

કેપ્ટન સ્મિત અને બેન્જામીન નેતન્યાહૂ વચ્ચે વાતચીતના અંશો...

  • પીએમ મોદી બાદ ઈઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહૂએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી. અત્રે જણાવવાનું કે હુમલામાં ઘાયલ થયેલા સ્મિત મચ્છરને સાઉદી અરબથી હવે યુએઈ લઈ જવાયા છે. પીએમ મોદી સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થવા છતાં કઈ રીતે તેમણે વિમાનમાં સવાર લોકોને બચાવવા માટે પોતે ફરીથી ઊભા થવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ઈઝરાયેલી પીએમ સાથે વાતચીતમાં તેમણે હુમલા પહેલા કોકપિટમાં શું થયું હતું તેના વિશે જણાવ્યું.
  • કેપ્ટન સ્મિતના જણાવ્યાં મુજબ બોઈંગ 737 મેક્સ 8 વિમાન સામાન્ય રીતે ઊડી રહ્યું હતું. આ દરમિયાન ઓમાની કો પાયલટ પોતાની સીટ પરથી ઊભો થયો અને નમાજ પઢવા લાગ્યો. સ્મિતને તેમાં કશું અસામાન્ય ન લાગ્યું. તેમણે જણાવ્યું કે સન્માનના કારણે તેમણે જાણી જોઈને પાછળ જોયું નહીં. લગભગ ચાર પાંચ મિનિટ બાદ તેમના પર જોરદાર માથા પાછળ વાર થયો.
  • પહેલો વાર એટલો અણધાર્યો હતો કે સ્મિતને પહેલા તો કશું ખબર પડી નહીં કે શું થયું. તેમને લાગ્યું કે કદાચ વિમાન કોઈ ચીજ સાથે અથડાયું છે અને તેમાં કોઈ ગડબડી થઈ છે. પંરતુ બીજો વાર થતા  જ અહેસાસ થયો કે હુમલો પાછળ હાજર કોઈ વ્યક્તિ કરી રહ્યો છે.
  • સ્મિતે જો કે એમ નહતું કહ્યું કે તેમને તે વખતે ખબર હતી કે કો પાયલટ નમાજને હુમલાને બહાના તરીકે ઉપયોગ કરી રહ્યો છે. જો કે તેમના જણાવેલા ઘટનાક્રમ મુજબ આ દરમિયાન કેપ્ટન સામે જોતા હતા અને સહ પાયલટ પર તેમની નજર જ નહતી.
  • ત્યારબાદ કેપ્ટન સ્મિત અને કો પાયલટ હમામ અલ હમામી વચ્ચે સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. સ્મિતે નેતન્યાહૂને જણાવ્યું કે શરૂઆતના હુમલાઓના કારણે  તેમની દ્રષ્ટિ ધૂંધળી  થઈ ગઈ હતી. તેમને મહેસૂસ થયું કે વિમાન ઝડપથી નીચે જઈ રહ્યું છે. 
  • ઘાયલ હોવા છતાં સ્મિત કોઈ પણ યેનકેન પ્રકારે કોકપિટના દરવાજા સુધી પહોંચ્યા અને તેને ખોલ્યો. સ્મિતે જણાવ્યું કે મે કોકપિટનો દરવાજો એકવાર  ખોલ્યો, પરંતુ કો પાયલટે તેને બંધ કરી દીધો અને હું નીચે પડી ગયો. ગંભીર રીતે ઘાયલ જોવા છતાં તેમણે ફરીથી દરવાજો ખોલવાનો નિર્ણય લીધો. ત્યારે તેમને એવો અહેસાસ થયો કે તેમની પાસે ફક્ત એ જ તક બચી છે. 
  • સ્મિતના જણાવ્યાં મુજબ તે વખતે તેમને એવું લાગ્યું હતું કે તેમનું મોત થઈ શકે છે. ત્યારબાદ તેમણે પૂરેપૂરી તાકાત લગાવી અને દરવાજા સુધી પહોંચ્યા અને તેણે ફરીથી  ખોલ્યો.
  • કોકપીટનો દરવાજો બીજીવાર ખોલતા જ સ્મિતે  બહારના કેટલાક લોકોને અંદર આવા માટે  તૈયાર જોયા. દરવાજો ખુલતા જ લોકો કોકપિટમાં ઘૂસ્યા અને હુમલાખોરને કાબૂમાં કર્યો. ત્યારબાદ વિમાનને ફરીથી કાબૂમાં લેવામાં મદદ મળી. 
  • સ્મિતે દરવાજા અંગે પણ એક મોટી સ્પષ્ટતા કરી. નેતન્યાહૂએ વાતચીતમાં પિન ખેંચવા અંગેનો ઉલ્લેખ કર્યો હતો. જેના પર સ્મિતે જણાવ્યું કે દરવાજામાં એવી કોઈ પિન નહતી. તેમના જણાવ્યાં મુજબ કોકપિટની અંદરથી એક નોબ ફેરવીને દરવાજો ખોલી શકાતો હતો. જ્યારે બહાર હાજર લોકોએ અંદર આવવા માટે એક કોડ નાખવો પડતો હતો. તેમના સહયોગી બહારથી કોડ નાખીને અંદર આવવાની કોશિશ કરતા હતા પરંતુ હુમલાખોર દરવાજો ખોલતા રોકી રહ્યો હતો. 
  • આવી સ્થિતિમાં કેપ્ટન સ્મિત સામે સૌથી મોટો પડકાર દરવાજાના નોબ સુધી પહોંચીને તેને ખોલવાન હતો. એકવાર તેમનો હાથ નોબ સુધી પહોંચે તો  તેને ખોડો ફેરવીને દરવાજો ખોલી શકાતો હતો.

    અત્રે જણાવવાનું કે આ મામલે સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરબ, અને ઈઝરાયેલી  અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. નેતન્યાહૂએ ઓમાની પાયલટ વિશે કહ્યું કે તે ઈસ્લામી કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયેલો હતો. સંયુક્ત આરબ અમીરાતના અધિકારી હુમલાની પરિસ્થિતિઓ, તેના હેતુ અને તેમાં પેહલેથી કોઈ આતંકી કનેક્શન કે ષડયંત્રની તપાસ કરી રહ્યા છે.
     

Add Zee News as a Preferred Source
TAGS:
World News