• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /રાજકારણની મરણપથારીએ પડેલા બાપુમાં ફરી જીવંત થવાનો સળવળાટ, કોંગ્રેસ ખામ થિયરી સળગાવશે?

રાજકારણની મરણપથારીએ પડેલા બાપુમાં ફરી જીવંત થવાનો સળવળાટ, કોંગ્રેસ ખામ થિયરી સળગાવશે?

Reviving 1980s KHAM Strategy : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એક જ નિવેદને રાજ્યના રાજકારણમાં ભારે ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા છે. ભાજપની મજબૂત 'વિકાસની રાજનીતિ' અને સવર્ણ વોટબેંકમાં ગાબડું પાડવું અશક્ય હોવાનું જાણતા બાપુએ જાણી જોઈને ફરીથી જૂની 'KHAM' થિયરી તરફ પગલાં માંડ્યાં છે. આ રાજકીય ખેલથી એ સાબિત થઈ ગયું છે કે શંકરસિંહ વાઘેલા આજે પણ મતોના ધ્રુવીકરણ અને રણનીતિના માસ્ટર ખેલાડી છે. રાજકીય વિશ્લેષકોના મતે, ગુજરાતના રાજકારણમાં ફરીથી પોતાનું અસ્તિત્વ મજબૂત કરવા અને સક્રિય થવા માટે બાપુ પાસે આ આખરી અને નિર્ણાયક તક હોઈ શકે છે!

Written ByKaran Rajput
Published: Oct 03, 2026, 06:59 PM IST|Updated: Oct 03, 2026, 08:15 PM IST
joinshare
રાજકારણની મરણપથારીએ પડેલા બાપુમાં ફરી જીવંત થવાનો સળવળાટ, કોંગ્રેસ ખામ થિયરી સળગાવશે?
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
5% વ્યાજ પર 3 લાખ સુધીની લોન, આ લોકો માટે ભેટ છે મોદી સરકારની આ યોજના

5% વ્યાજ પર 3 લાખ સુધીની લોન, આ લોકો માટે ભેટ છે મોદી સરકારની આ યોજના

2

પત્ની પહેરે બુરખો, લગ્ન પછી રહે ઘરમાં જ... સ્મિત પર હુમલો કરનાર કો-પાયલટ હમ્મામીના છોકરીઓ પર આવા હતા વિચારો, જાણો

3

1 રૂપિયામાં 5 KM, ધમધમાટ થઈ રહ્યો છે સેલ, આ છે દેશની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક બાઇક

4

રાજકારણની મરણપથારીએ પડેલા બાપુમાં ફરી જીવંત થવાનો સળવળાટ, કોંગ્રેસ ખામ થિયરી સળગાવશે?

5

રાજકોટમાં 82 વર્ષના નિવૃત્ત મહિલા ડોક્ટર સાથે 58.50 લાખનો 'ડિજિટલ એરેસ્ટ' ફ્રોડ: અમદાવાદથી બે શખ્સો ઝડપાયા, આ રીતે ઉકેલાયો કેસ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

હિતલ પારેખ, ગાંધીનગર / Shankarsinh Vaghela : 1995 પછી નર્મદાનો કાંઠો ફરીથી ગુજરાતને આંદોલિત કરી રહ્યો છે. એ વખતે પણ શોષણનો શિકાર આદિવાસીઓ હતા અને આજે પણ કડવું સત્ય એ પણ છે કે, ગુજરાતની કુલ વસ્તીના 18-20 ટકા જેટલો વાસ્તવિક હિસ્સો ધરાવતા ટ્રાઇબલ બેલ્ટમાં માંડ 8-12 ટકા વસ્તી ધરાવતો વર્ગ દોહન, શોષણનો સામનો કરી રહ્યો છે.

 શું સાગબારાનો અગ્નિ અંબાજીથી ઉમરગામ વચ્ચે પ્રસરાવાનો આ પ્રયાસ તો નથી ને? શંકરસિંહ વાધેલા શબ્દોના પાકકા છે. એમણે જાણી જોઈને ચોક્કસ સવર્ણ સમાજને ટાર્ગેટ કર્યો છે. શંકરસિંહ વાધેલા કોંગ્રેસમાં સક્રિય થાય તો 2027ની ચૂંટણી ભારે ચર્ચાસ્પદ બની શકે છે.

શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલાના એક નિવેદને સવર્ણ સમાજમાં ભડકો કરી દીધો છે. બ્રાહ્મણ અને પાટીદાર સમાજના નેતાઓએ આ બાબતે જબરદસ્ત પ્રતિક્રિયા આપી છે. બાપુ પણ આ જ ઈચ્છે છે કે આ બાબત વધુ સળગે. કોંગ્રેસને આ બાબતે કોઈ નુક્સાન નથી. કોંગ્રેસ સારી રીતે જાણી ચૂકી છે સવર્ણ સમાજના મતો તોડવા એ લોઢાના ચણા ચાવવા સમાન છે. 

ભલે આ મામલે કોંગ્રેસના નેતાઓએ ચૂપકીદી સાધી લીધી છે પણ જે સ્ટેજ પરથી શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા આવી છે એ સ્ટેજ કોંગ્રેસનું હતું અને બાજુમાં અડીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના આદિવાસી નેતાઓ સ્ટેજ પર શોભાયમાન હતા.  

 

બાપુનું કમબેક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
રાજકારણની મરણપથારીએ પડેલા બાપુમાં ફરી જીવંત થવાનો સળવળાટ ઉપડ્યો છે. 1996-97 અને 2016-17 પછી હવે 2026-27માં તેઓ ફરી મેદાને છે. ભાજપ-આરએસએસમાં નરેન્દ્ર મોદી કરતાં પણ સિનિયર એવા શંકરસિંહ 1995માં વટ અને સન્માનના સવાલે બળવો કરી ચૂક્યા છે. આજે જ્યારે કોંગ્રેસનું અસ્તિત્વ ગુજરાતમાં જોખમમાં છે, ત્યારે શંકરસિંહની એન્ટ્રીથી ભાજપ ભલે ઉપરથી શાંત હોય, પણ અંદરખાને હચમચી ગયો છે. 

નરેન્દ્ર મોદીને સંઘથી સક્રિય રીતે પક્ષમાં આવવું જોઈએ એવું કહીને ભાજપમાં લઇ આવ્યા. પોતાની સાથે, પોતાની મોટરસાયકલ ઉપર ગુજરાત ભરમાં ફેરવ્યા! પણ સમયનું ચક્ર 1995માં એવું ફર્યુ કે એક વટના સવાલે, સન્માનની ભૂખમાં બળવો કર્યો. 1997મા રાધનપુરમાં 11 શંકર સામે જીત્યા ને સરકારનાં મુખિયા થયા.

ભાજપ ભલે ચૂપ છે પણ..

હાલમાં ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાઈ રહ્યું છે. શંકરસિંહના કોંગ્રેસમાં જોડાવાની હિલચાલ અને એક નિવેદને ભાજપને પણ હચમચાવી મૂકયું છે. ભાજપ ભલે ચૂપ છે પણ સવર્ણ નેતાઓની પ્રતિક્રિયા પાછળ ભાજપનો દોરી સંચાર છે એ સૌ કોઈ જાણે છે. 

 2017માં કોંગ્રેસને અલવિદા કહીને પાર્ટી તોડનારા શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા 2027માં ભાજપને નુકસાન પહોંચાડશે એ આવનારો સમય કહેશે પરંતુ હાલ તેમના એક નિવેદન અને હાજરી માત્રથી ગુજરાતનું રાજકારણ સળવળ્યું છે.

ફરી એ ખામ થિયરી તરફ જઈ રહ્યા હોવાના સંકેતો

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય કે ના જોડાય પણ સૌથી પહેલાં AAPના હાથમાં સરકતા જતા આદિવાસી બેલ્ટને કોંગ્રેસના પક્ષમાં લેવાની શરૂઆત કરી દીધી છે. શંકરસિંહ સારી રીતે જાણે છે કે શહેરો અને સવર્ણ મતોનું ધ્રુવીકરણ હવે શક્ય નથી. ફરી એ ખામ થિયરી તરફ જઈ રહ્યા હોવાના સંકેતો છે. ભલે ભાજપનું ગુજરાતમાં 30 વર્ષથી શાસન છે પણ કોંગ્રેસ પાસે આજે પણ ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમોની મતબેંક મજબૂત છે.

સાગબારામાં સવર્ણ અને આદિવાસીઓ વચ્ચે કોઈ વિગ્રહનો મુદ્દો જ નથી. ત્યાં માત્ર આદિવાસી ખેડૂતોને જમીનના હક આપવાની બાબતમાં જ સરકાર સામે સંઘર્ષ છે. તેમ છતાં શંકરસિંહ વાઘેલાએ સવર્ણોને આડેહાથ લઈને માધવસિંહ સોલંકીનો રસ્તો પકડ્યો છે.

માધવસિંહ સોલંકીની KHAM થિયરી ગુજરાતના રાજકારણમાં 1980ના દાયકાની સૌથી મહત્વની સામાજિક-રાજકીય વ્યૂહરચનાઓમાંની એક હતી.

શું છે  KHAM થિયરી?

માધવસિંહ સોલંકીની 1980ની 'KHAM' થિયરી ગુજરાતની સૌથી મોટી સામાજિક-રાજકીય વ્યૂહરચના હતી:

K – Kshatriya (ક્ષત્રિય)

H – (અનુસૂચિત જાતિ)

A – Adivasi (આદિવાસી)

M – Muslim (મુસ્લિમ)

આજે ભાજપ 30 વર્ષથી 'વિકાસ'ના મુદ્દે શાસન કરી રહ્યો છે. કોંગ્રેસ પાસે ખાસ મુદ્દા અને અસરકારક નેતા ન હોવાથી, AAP તરફ સરકતા આદિવાસી બેલ્ટને પાછો ખેંચવા માટે શંકરસિંહે જાણી જોઈને સવર્ણોને આડેહાથે લઈને માધવસિંહનો જૂનો રસ્તો પકડ્યો છે. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય કે ન જોડાય, પરંતુ તેમના આ એક જ નિવેદને 2027ની વિધાનસભા ચૂંટણીને અત્યારથી જ અત્યંત રોમાંચક અને વિવાદાસ્પદ બનાવી દીધી છે!

KHAMથી પરિણામ કેટલું મોટું આવ્યું?

1980ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 182માંથી 141 બેઠકો જીતી હતી. આ મહાજીત પછી જ પાટીદારો સહિતનો ઉજળિયાત વર્ગ સક્રિય થયો અને 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપ હવે 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના સૂત્ર સાથે ચૂંટણી લડી રહ્યો છે. કોંગ્રેસ પાસે ગુજરાતમાં મુદાઓ જ નથી ત્યારે શંકરસિંહ ફરી ખામ થિયરીને જીવંત કરી શકે છે. કોંગ્રેસ પાસે જિજ્ઞેશ મેવાણી જેવા દલિત નેતા છે. મુસ્લિમો હંમેશાં કોંગ્રેસની કોરવોટ બેંક ગણાતા આવ્યા છે. 

કોંગ્રેસને આ વિવાદથી કશું ગુમાવવાનું નથી

કોંગ્રેસે હવે આમ આદમી પાર્ટી તરફ ઝોક ધરાવતા આદિવાસી સમાજને ફરીથી સંગઠિત કરીને કોંગ્રેસની પરંપરાગત મતબેંકમાં વાળવાનો પ્રયાસ શરૂ કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાતાં પહેલાં ખામ થિયરીનો સંકેત આપી દીધો છે. કોંગ્રેસને આ વિવાદથી કશું ગુમાવવાનું નથી, જેટલો વકરો એટલો નફો છે. ભાજપ બાપુની જૂની રણનીતિને કઈ રીતે બિનઅસરકારક બનાવે છે તે જોવું બધા માટે રસપ્રદ બની રહેશે.

શંકરસિંહે એ ભૂલવાની જરૂર નથી કે આ 1980 નથી?

1980ના રાજકારણ અને 2026ના રાજકારણમાં જમીન આસમાનનો તફાવત છે. આ જ્ઞાતિવાદના વાડામાં ફસાયેલું રાજકારણ નથી. એ સમયે મારા અને તારાનું રાજકારણ હતું. આજે અસરકર્તા મુદ્દાઓ અલગ છે, GEN Zનું પ્રભુત્વ છે. સરકાર અને લોકોના પ્રશ્નો અલગ છે. સમય બદલાઈ ગયો છે. 

આજે ગુજરાતમાં ભાજપની સરકાર અને સંગઠન અતિ મજબૂત છે જેમાં ગાબડાં પાડવાં કોંગ્રેસ માટે મુશ્કેલ છે. કોંગ્રેસ એ સેફ ગેમ રમે છે આ સાથે એમના આંતરિક વિખવાદો પણ એટલા છે. નેતાઓ એકબીજાના ટાંટિયાખેંચમાંથી ઊંચા આવતા નથી. કોગ્રેસમાં જોડાવવાનો પ્રયાસ કરનાર બાપુએ મામલાને સળગતો મૂક્યો છે પણ એ ક્યાં સુધી સળગે છે એ પણ જોવું રહ્યું.   

 

અનામત વિવાદ પર શંકરસિંહ વાઘેલાનો હુંકાર, "બાપુ કયારેય માફી માગતા નથી, જે બોલ્યો છું એ ડંકાની ચોટ પર બોલ્યો"#ShankarsinhVaghela #anamat #gujarat #breakingnews pic.twitter.com/7HkZUeArQW

— Zee 24 Kalak (@Zee24Kalak) October 3, 2026

 

 બાપુ કયારેય માફી માગતા નથી

આજના આ વિવાદ પર શંકરસિંહ વાઘેલાની પણ પ્રતિક્રિયા આવી છે. જેમને હુંકાર કર્યો છે કે,  બાપુ કયારેય માફી માગતા નથી, જે બોલ્યો છું એ ડંકાની ચોટ પર બોલ્યો છું. જેને અનામત મળી તે બધાની તરફેણમાં છું. EWS અને મહિલા અનામતનો પણ સમર્થક છું. ભાજપના રવાડે ચડતા નહીં અને મારી સામે કોમેન્ટ કરતાં પહેલાં વિચારજો, શંકરસિંહે આ સાથે સ્પષ્ટતા કરી છે કે  હું પટેલ, બ્રાહ્મણ કે કોઈનો પણ વિરોધી નથી. હું ભાજપની અનામત નીતિનો વિરોધી છું.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News