Ambalal Patel Rain Forecast: હાલ ગુજરાત સહિત દેશમાં ચોમાસું વિદાય લઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, તો અમુક જગ્યાએ હવામાનની બેવડી અસર જોવા મળી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના મોટાભાગના વિસ્તારોમાંથી વિદાય લઈ રહ્યું છે, તો બીજી તરફ દક્ષિણ ભારત અને પહાડી રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની તીવ્ર શક્યતાઓ સેવાઈ રહી છે. ખરાબ હવામાન અને વાવાઝોડાને કારણે ખેતરમાં ઉભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબ સહિત દેશના 15 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચોમાસાના આ અંતિમ તબક્કામાં 70 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પહાડી રાજ્યોમાં ભારે વરસાદની સાથે ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે દરિયામાં ભારે પવન અને કરંટને કારણે માછીમારોને સમુદ્રકિનારાથી દૂર રહી સલામત જગ્યાએ ખસી જવાની સલાહ અપાઈ છે.
1/4
અંબાલાલની મોટી આગાહી: નવરાત્રીમાં વરસાદ અને નવેમ્બરમાં વાવાઝોડાનું સંકટ
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મોટી અને ચિંતાજનક આગાહીઓ કરી છે. 10 ઓક્ટોબર બાદ ફરી વાતાવરણમાં પલટો આવવાની અને નવરાત્રી આસપાસ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. નવેમ્બર-ડિસેમ્બરમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ વાવઝોડા ભારે તબાહી મચાવે તેવા હોઈ શકે છે. અલ-નિનોની અસરોના કારણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠું) થવાની પૂરેપૂરી શક્યતા છે.
2/4
ગુજરાત સહિત આ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય
હવામાન વિભાગ અનુસાર, સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના બાકીના વિસ્તારોમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વાપસી કરી લીધી છે. હવામાનના બુલેટિન પ્રમાણે, ચોમાસું હવે ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપરાંત બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી પણ સંપૂર્ણ રીતે વિદાય લઈ ચૂક્યું છે. ચોમાસાની વિદાય સાથે જ આ વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક થવા લાગ્યું છે.
3/4
દક્ષિણ, પૂર્વોત્તર અને પહાડી રાજ્યોમાં વરસાદી માહોલ
ચોમાસાની વિદાય વચ્ચે પણ દેશના દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદી પવન જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતના કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ અને માહેમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી છે.
4/4
પૂર્વ મધ્ય પ્રદેશમાં વાવાઝોડું આવવાની શક્યતા
મધ્ય ભારતમાં 6 અને 7 ઓક્ટોબરે છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. દેશની રાજધાનીમાં હાલ વાતાવરણ મુખ્યત્વે શુષ્ક અને તડકાવાળું રહેશે, પરંતુ 6 અને 7 ઓક્ટોબર દરમિયાન દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 9 ઓક્ટોબર સુધી હવામાન શુષ્ક રહેવાની ધારણા છે અને કોઈ Alert નથી.