• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વિદેશમાં વધુ એક ગુજરાતી પાટીદારનો ડંકો! ગુજરાતી મૂળના હોલિવૂડ એક્ટર હિમેશ પટેલ વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ

વિદેશમાં વધુ એક ગુજરાતી પાટીદારનો ડંકો! ગુજરાતી મૂળના હોલિવૂડ એક્ટર હિમેશ પટેલ વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ

TIME100 Next 2026: મૂળ ગુજરાતી અભિનેતા હિમેશ પટેલને 'ટાઇમ્સ-100 નેક્સ્ટ 2026' ની યાદીમાં સ્થાન મળ્યું છે. હિમેશ પટેલે ક્રિસ્ટોફર નોલનની સુપરહિટ ફિલ્મ 'ટેનેટ' અને 'ઓડેસી' માં મહત્વની ભૂમિકા ભજવી છે. ઓસ્કાર વિજેતા ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલને હિમેશના અભિનય અને ક્ષમતાની મુક્ત મને પ્રશંસા કરી છે. 35 વર્ષીય હિમેશે પોતાની બહેતરીન એક્ટિંગથી હોલિવૂડમાં આગવી ઓળખ ઊભી કરી છે. તે વિશ્વભરના સૌથી વગદાર અને ઉભરતા કલાકારોની યાદીમાં સ્થાન પામનાર ભારતીય મૂળનો કલાકાર બન્યો છે.

Written ByKinjal Patel
Published: Oct 04, 2026, 10:19 AM IST|Updated: Oct 04, 2026, 10:28 AM IST
joinshare
વિદેશમાં વધુ એક ગુજરાતી પાટીદારનો ડંકો! ગુજરાતી મૂળના હોલિવૂડ એક્ટર હિમેશ પટેલ વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમદાવાદમાં નવરાત્રી દરમિયાન વાસી કે દૂષિત ખોરાક વેચ્યો તો ખેર નથી! AMCની ફ્લાઈંગ સ્ક્વોર્ડ લેશે કડક પગલાં

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન વાસી કે દૂષિત ખોરાક વેચ્યો તો ખેર નથી! AMCની ફ્લાઈંગ સ્ક્વોર્ડ લેશે કડક પગલાં

2

વિદેશમાં વધુ એક ગુજરાતી પાટીદારનો ડંકો! ગુજરાતી મૂળના હોલિવૂડ એક્ટર હિમેશ પટેલ વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ

3

કો-પાયલટ કેવો બહાનું બનાવીને ઊભો થયો અને કર્યા જીવલેણ વાર....પહેલીવાર સામે આવી કોકપિટની અંદરની વાત

4

CNG ભરતી વખતે બ્લાસ્ટ, કારના થઈ ગયા ટુકડા, કેમ થાય છે આવા અકસ્માતો? જાણો કારણો

5

સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર! 8મા વેતન પંચમાં વિલંબથી 3 લાખનું થઈ શકે છે નુકસાન, જાણો ગણતરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

TIME100 Next 2026: હોલિવૂડ ક્ષેત્રે પોતાની એક્ટિંગથી આગવી ઓળખ ઊભી કરનાર મૂળ ગુજરાતી બ્રિટિશ અભિનેતા હિમેશ પટેલને પ્રતિષ્ઠિત 'TIME100 Next 2026'ની યાદીમાં સ્થાન મળ્યું છે. વિશ્વભરના સૌથી વગદાર અને ઉભરતા કલાકારોમાં સ્થાન પામનારા તેઓ જાણીતા ભારતીય મૂળના અભિનેતા બન્યા છે. ઓસ્કાર વિજેતા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલને પોતે 'ટાઇમ' મેગેઝિન માટે હિમેશ પટેલના અભિનય, શિસ્ત અને ક્ષમતાની મુક્ત મને પ્રશંસા કરી છે.

મૂળ ગુજરાતી અભિનેતા હિમેશ પટેલનું બાળપણ અને કલાકાર તરીકે કરિયર
35 વર્ષીય મૂળ ગુજરાતી હિમેશ પટેલનો જન્મ ઇંગ્લેન્ડના કેમ્બ્રિજશાયરના સોટ્રી ગામમાં થયો હતો. તેમના માતા-પિતા મૂળ ગુજરાતી છે. તેમની માતાનો જન્મ ઝામ્બિયામાં અને પિતાનો જન્મ કેન્યામાં થયો હતો. ઘરમાં ગુજરાતી વાતાવરણ હોવાને કારણે હિમેશ પટેલ નાનપણથી જ સુંદર ગુજરાતી બોલે છે. તેમણે પ્રિન્સ વિલિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે 11 વર્ષની ઉંમરે જ નાટકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. કલા પ્રત્યેનો ઉત્સાહ જોઈને શિક્ષકોએ તેમને 'કી યુથ થિયેટર' અને બાદમાં કેમ્બ્રિજના 'ધ યંગ એક્ટર્સ કંપની'માં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા. અભિનયની સાથે સાથેૃ તેમણે પિયાનો અને ગિટાર જેવા સંગીતવાદ્યો પણ શીખ્યા છે.

હિમેશ પટેલનો ટીવી સ્ક્રીનથી હોલિવૂડ સુધીની સફર
માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે પ્રખ્યાત શો EastEndersમાં 'તમવાર મસૂદ' તરીકે અભિનય કારકિર્દીની શરૂઆત કરી (2007). હતી. વર્ષ 2019 માં ઓસ્કાર વિજેતા ડાયરેક્ટર ડેની બોયલની ફિલ્મ Yesterday થી હિમેશ પટેલને વૈશ્વિક સ્તરે મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં તેમણે 'જેક મલિક' નામના મ્યુઝિશિયનનો મુખ્ય રોલ નિભાવ્યો, જેમાં તેમના અભિનય સાથે ગાયકી અને ગિટાર વાદનની પ્રતિભાની પણ ખૂબ પ્રશંસા થઈ.

નોલનની ફિલ્મો અને એમી નોમિનેશન
મૂળ ગુજરાતી હિમેશ પટેલે હોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મો અને શોઝમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ક્રિસ્ટોફર નોલનની સાયન્સ-ફિક્શન ફિલ્મ Tenet અને મલ્ટી-સ્ટારર ફિલ્મ Don't Look Upમાં દમદાર કામ કર્યું. HBOની આ સિરીઝમાં 'જીવન ચૌધરી'ના પાત્ર માટે તેમને 'પ્રાઇમટાઇમ એમી એવોર્ડ' (Outstanding Lead Actor) નું નોમિનેશન મળ્યું હતું.

ક્રિસ્ટોફર નોલનની ભવ્ય ફિલ્મ 'The Odyssey' માં પણ હિમેશ પટેલે મહત્ત્વની ભૂમિકા નિભાવીને ફરી એકવાર વૈશ્વિક મંચ પર પોતાનો ડંકો વગાડ્યો છે. વિશ્વભરમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરનાર હિમેશ પટેલ આજે નવી પેઢીના કલાકારો માટે એક મોટો પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News