• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /સાબરમતીમાં મોતને વ્હાલું કરવા ગયેલો યુવક દોઢ કલાક સુધી જાળી પર લટકતો રહ્યો! જાણો એલિસબ્રિજ પર કેવી રીતે થયો બચાવ?

સાબરમતીમાં મોતને વ્હાલું કરવા ગયેલો યુવક દોઢ કલાક સુધી જાળી પર લટકતો રહ્યો! જાણો એલિસબ્રિજ પર કેવી રીતે થયો બચાવ?

Ahmedabad News: અમદાવાદના એલીસબ્રિજ પરથી યુવક મોતને વ્હાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવક લાંબા સમય સુધી બ્રિજ પર ઝાડી પકડી લટકી રહ્યો હતો, તે દરમિયાન ફાયર અને સ્થાનિકોએ દોરડા વડે બાંધીને નીચે ઉતાર્યો હતો, હાલ સોશિયલ મીડિયામાં રેસ્ક્યુનો વિડિઓ વાયરલ થયો છે.

Written ByKinjal Patel
Published: Oct 04, 2026, 12:04 PM IST|Updated: Oct 04, 2026, 12:15 PM IST
joinshare
સાબરમતીમાં મોતને વ્હાલું કરવા ગયેલો યુવક દોઢ કલાક સુધી જાળી પર લટકતો રહ્યો! જાણો એલિસબ્રિજ પર કેવી રીતે થયો બચાવ?
Image Credit: Ahmedabad News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમદાવાદ પશ્ચિમના વાહનચાલકો સાવધાન: એક સાથે 3 બ્રિજનું કામ શરૂ થતા આ એરિયામાં 2 વર્ષ સુધી ટ્રાફિકજામ રહેશે

અમદાવાદ પશ્ચિમના વાહનચાલકો સાવધાન: એક સાથે 3 બ્રિજનું કામ શરૂ થતા આ એરિયામાં 2 વર્ષ સુધી ટ્રાફિકજામ રહેશે

2

સાબરમતીમાં મોતને વ્હાલું કરવા ગયેલો યુવક દોઢ કલાક સુધી જાળી પર લટકતો રહ્યો! જાણો એલિસબ્રિજ પર કેવી રીતે થયો બચાવ?

3

20 વર્ષ જૂની ફાઈલ ખુલતા જ્ઞાનેશકુમારની મુશ્કેલીમાં થયો વધારો, આ રાજ્યની સરકારે આપ્યા તપાસના આદેશ!

4

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન વાસી કે દૂષિત ખોરાક વેચ્યો તો ખેર નથી! AMCની ફ્લાઈંગ સ્ક્વોર્ડ લેશે કડક પગલાં

5

વિદેશમાં વધુ એક ગુજરાતી પાટીદારનો ડંકો! ગુજરાતી મૂળના હોલિવૂડ એક્ટર હિમેશ પટેલ વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad News: શહેરના એલિસબ્રિજ પર મોડી રાત્રે મોતને વ્હાલું કરવા માટે બ્રિજ પર લગાવેલી ઝાડી પર ચઢીને યુવક કુદવા જતો હતો. જોકે આસપાસના લોકોને જાણ થતા પોલીસ અને ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને મોતને વ્હાલું કરવા ઉતરેલા યુવકને લાંબા સમય સુધી સમજાવવામાં આવ્યો જે બાદ યુવકને દોરડું બાંધી બ્રિજ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે યુવકની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન વાસી કે દૂષિત ખોરાક વેચ્યો તો ખેર નથી! AMCની ફ્લાઈંગ સ્ક્વોર્ડ લેશે કડક પગલાં

રેસ્ક્યુ ટીમ સાબરમતી નદીમાં બોટલ લઈને પહોંચી
સુનિલ ચુનારા નામનો એક વ્યક્તિ એલિસબ્રિજ પરથી કૂદીને મોતને વ્હાલું કરવા માટે બ્રિજ પર લગાવેલી ઝાડી ચઢીને નીચે કૂદવા જઈ રહ્યો હતો ત્યારે સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. સ્થાનિકોએ યુવકને સમજાવી રહ્યા હતા. આ દરમિયાન ફાયર અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસની ટીમ બ્રિજ નીચે પહોંચી હતી અને ફાયર વિભાગની રિવર રેસ્ક્યુ ટીમ સાબરમતી નદીમાં બોટલ લઈને પહોંચી હતી.

ફાયરની ટીમ બોટ સાથે જ યુવક કુદે તે પહેલા પહોંચી ગઈ
યુવક લાંબા સમય સુધી ઝાડી પર લટકતો રહ્યો હતો, જેથી યુવકને સમજાવવામાં આવ્યો હતો. લગભગ દોઢ કલાક જેટલું સમજાવ્ય બાદ યુવક સમજ્યો હતો. યુવકને બ્રિજ પરથી દોરડું બાંધીને રિવરફ્રન્ટ પર ઉતારવામાં આવ્યો હતો. યુવકના રેસ્ક્યુ દરમિયાન ફાયર વિભાગની કામગીરી મહત્વની રહી હતી કારણ કે ઘટનાની જાણ થતા ફાયરની ટીમ બોટ સાથે જ યુવક કુદે તે પહેલા પહોંચી ગઈ હતી. લગભગ દોઢ કલાક જેટલો સમય બોટ નદીમાં હોલ્ટ પર રાખવામાં આવી હતી.

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ-આંધીનું એલર્ટ: ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ અને વાવાઝોડાને લઈને અંબાલાલની મોટી આગાહી

રિવરફ્રન્ટ પોલીસ દ્વારા સમગ્ર બાબતે જાણવા જોગ નોંધ
દોઢ કલાકના અંતે યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો જે બાદ યુવકનું નામ સરનામું પૂછીને કયા કારણથી મોતને વ્હાલું કરતો હતો તે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. યુવકને સમજાવીને તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. રિવરફ્રન્ટ પોલીસ દ્વારા સમગ્ર બાબતે જાણવા જોગ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News