• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /મધરાતે ત્રાટક્યું મુરાસુ વાવાઝોડું, યુપી-ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

મધરાતે ત્રાટક્યું મુરાસુ વાવાઝોડું, યુપી-ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Murasu Cyclone: બંગાળની ખાડીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક જ અઠવાડિયામાં બબ્બે વાવાઝોડાએ અનેક રાજ્યો પર કહેર વર્તાવ્યો છે. પહેલા અર્નબ અને એ જ વિસ્તારોમાં મુરાસુ વાવાઝોડું ત્રાટક્યું છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યાં મુજબ આગામી 10 કલાકની અંદર 15 જેટલા રાજ્યોમાં ભારે આંધી સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

Written ByViral Raval
Published: Nov 03, 2026, 09:59 AM IST|Updated: Nov 03, 2026, 10:29 AM IST
joinshare
મધરાતે ત્રાટક્યું મુરાસુ વાવાઝોડું, યુપી-ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો: ગુજરાતના એક નાવિકનું મોત, 13ને સુરક્ષિત બચાવ્યા

ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો: ગુજરાતના એક નાવિકનું મોત, 13ને સુરક્ષિત બચાવ્યા

2

સિંગલ ટેન્ડર હોવા છતાં AMCની લહાણી! મક્તમપુરાનું જીમ અને લાઈબ્રેરી વાર્ષિક રૂ. 6 લાખના ભાડે AIMIM પ્રમુખને સોંપાયા

3

નેપાળમાં મોટી દુર્ઘટના, માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પમાં લેન્ડિંગ વખતે 2 હેલિકોપ્ટર અથડાયા, 1નું મોત

4

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પતિ-પત્ની મળીને કરો રોકાણ: 5 વર્ષમાં બનશો રૂ. 31 લાખથી વધુના માલિક, જાણો સંપૂર્ણ ગણતરી

5

મધરાતે ત્રાટક્યું મુરાસુ વાવાઝોડું, યુપી-ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

બંગાળની ખાડીમાંથી ઉઠેલા મુરાસુ વાવાઝોડાએ આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ભારે તબાહી મચાવી છે. મોડી રાતે 1 વાગે આંધ્ર પ્રદેશના દક્ષિણ કાંઠા વિસ્તારે લેન્ડ થવાનું શરૂ થઈ ગયું હતું. જેના પગલે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જોખમ જોતા રાહત અને બચાવ ટુકડીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. અનેક ફ્લાઈટ્સ પણ રદ કરાઈ છે.

 મધરાતે ત્રાટક્યું વાવાઝોડું

મુરાસુ વાવાઝોડું 2-3 નવેમ્બરની મધરાતે 1 વાગે આંધ્ર પ્રદેશના દક્ષિણ  કાંઠે નેલ્લોર અને નરસાપુર વચ્ચે ઓંગોલ પાસે લેન્ડફોલ થયું. આ દરમિયાન 100-110 કિલોમીટર પ્રતિ કલાક અને મહત્તમ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને ભારે વરસાદે કાંઠા વિસ્તારોમાં ભીષણ તબાહી મચાવી.

The Severe Cyclonic Storm “Murasu” [Pronunciation: Murasu]” over Westcentral Bay of Bengal close to south Andhra Pradesh coast moved north-northwestwards with a speed of 08 kmph during past 06 hours, crossed south Andhra Pradesh coast between Nellore and Narasapur close to Ongole (near Latitude 15.53°N and Longitude 80.22°E) during 0330 to 0530 hours IST with the wind speed of 100-110 kmph gusting to 120 kmph, and lay centered at 0530 hours IST of today the 03rd November, 2026 over south coastal Andhra Pradesh, near Latitude 15.6°N and Longitude 80.2°E close to Ongole, about 40 km southwest of Bapatla (Andhra Pradesh), 80 km north-northeast of Kavali (Andhra Pradesh), and 120 km west-southwest of Machilipatnam (Andhra Pradesh) and 130 km north of Nellore (Andhra Pradesh). It is likely to continue to move North-northwestwards and weaken gradually into a cyclonic storm (wind speed reaching 80-90 kmph gusting to 100 kmph) by noon and further into a deep depression (wind speed reaching 55-65 kmph gusting to 75 kmph) by midnight of today, the 3rd November,2026. It is under the continuous surveillance of Doppler Weather Radars at Machilipatnam and Visakhapatnam.

— India Meteorological Department (@Indiametdept) November 3, 2026

15 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ

IMD મુજબ 15 રાજ્યોમાં આગામી 10 લાકની અંદર જ ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી શકે છે. જેમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગણા, અને તમિલનાડુ સામેલ છે. જ્યાં 70થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યોમાં પણ તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ શકે છે. યુપી-બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પહાડી રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

વાવાઝોડું મુરાસુનું લેન્ડફોલ ક્યારે થશે? IMDએ જણાવ્યો ટાઈમ, તીવ્રતા બની ખતરનાક

આ રાજ્યોમાં મૂસળધાર વરસાદ પડી શકે

હવામાન વિભાગે બરફવર્ષા, અને પહાડોમાં ભૂસ્ખલનનું પણ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, કેરળ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ છે.

આંધ્રમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન આંધ્ર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા જતાવીછે. આઈએમડીએ ચેતવણી આપી છે કે મંગળવારે સવાર સુધીમાં સમુદ્રમાં ઉઠતી લહેરોના કારણે આંધ્રના દક્ષિણ કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. સમુદ્રમાં ઉઠતી આ લહેરો સામાન્યથી 1થી 1.5 મીટર સુધી ઊંચી ઉઠી શકે છે. બાપટલા, કૃષ્ણા અને પ્રકાશમ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં તેની અસર સૌથી વધુ પડવાની આશંકા છે.

અનેક ટ્રેનો-ફ્લાઈટ્સ રદ

મુરાસુના કારણે આંધ્ર પ્રદેશના તિરુપતિ, વિશાખાપટ્ટનમ અને વિજયવાડા એરપોર્ટ પર 19 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે. જેમાંથી વિજયવાડા એરપોર્ટ પર ઈન્ડિગોની 10 ફ્લાઈટ્સ અને એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ રદ થઈ. વિશાખાપટ્ટનમ એરપોર્ટે પણ 4 ફ્લાઈટ રદ કરી. આ ઉપરાંત તિરુપતિ એરપોર્ટથી પણ 3 ફ્લાઈટ રદ થઈ.

Shocking વીડિયો: ત્રીજા ધોરણમાં ભણતા છોકરાએ KGમાં ભણતી બાળકીને અધમૂઈ કરી નાખી, બેહોશ થઈ તો પણ ન અટક્યો

ચક્રવાતના કારણે ઈસ્ટ  કોસ્ટ રેલવે તરફથી 3-4 નવેમ્બરના રોજ 8 ટ્રેનો રદ થઈ છે. કાંતાબાંજી-હાવડા એક્સપ્રેસ, હાવડા-કાંતાબાંજી એક્સપ્રેસ, રાઉરકેલા-જગદલ એક્સપ્રેસ, રાઉરકેલા-ભૂવનેશ્વર, ભૂવનેશ્વર-રાઉરકેલા, રાઉરકેલા-પુરી એક્સપ્રેસ, પુરી-રાઉરકેલા એક્સપ્રેસ અને ગદલપુર-રાઉરકેલા એક્સપ્રેસને રદ કરાઈ છે. રેલવેએ મુસાફરોને ઘરેથી નીકળતા પહેલા ટ્રેનોના સ્ટેટસ ચેક કરવાની અપીલ કરી છે.

અનેક ઠેકાણે શાળાઓ બંધ

વાવાઝોડાના પગલે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, અને ઓડિશાના અનેક વિસ્તારોમાં આગામી એક થી બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવામાં  આવ્યા છે.
 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News