• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /Shocking વીડિયો: ત્રીજા ધોરણમાં ભણતા છોકરાએ KGમાં ભણતી બાળકીને અધમૂઈ કરી નાખી, બેહોશ થઈ તો પણ ન અટક્યો

Shocking વીડિયો: ત્રીજા ધોરણમાં ભણતા છોકરાએ KGમાં ભણતી બાળકીને અધમૂઈ કરી નાખી, બેહોશ થઈ તો પણ ન અટક્યો

Panchkula Viral Video: હરિયાણાના પંચકુલાથી એક એવો ચોંકાવનારો અને આઘાતજનક વીડિયો સામે આવ્યો છે જ્યાં એક ત્રીજા ધોરણમાં ભણતા છોકરાએ કેજીમાં ભણતી છોકરીને એટલી નિર્દયતાથી મારી કે તે છોકરી બેભાન થઈ ગઈ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ. આ ઘટનાએ ફરીથી બાળકોમાં વધતી હિંસા અને ઉગ્ર સ્વભાવ મુદ્દે ચર્ચા છેડી છે.

Written ByViral Raval
Published: Oct 31, 2026, 03:25 PM IST|Updated: Oct 31, 2026, 04:14 PM IST
joinshare
Shocking વીડિયો: ત્રીજા ધોરણમાં ભણતા છોકરાએ KGમાં ભણતી બાળકીને અધમૂઈ કરી નાખી, બેહોશ થઈ તો પણ ન અટક્યો
Image Credit: Video Grab

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ધનતેરસ પર બંધ રહેશે બેંકો? ચેક કરો નવેમ્બરના પહેલા અઠવાડિયાની RBIની હોલીડે લિસ્ટ

ધનતેરસ પર બંધ રહેશે બેંકો? ચેક કરો નવેમ્બરના પહેલા અઠવાડિયાની RBIની હોલીડે લિસ્ટ

2

અર્નબ પછી હવે 'મુરસુ'નો પ્રલય! 48 કલાકમાં ત્રાટકશે વધુ એક ખતરનાક વાવાઝોડું, દરિયાઈ તોફાન મચાવશે તબાહી!

3

Sanjay Gupta: બાથરુમમાં કેવી રીતે પડ્યા સંજય ગુપ્તા, કેવી રીતે થયું મોત ? જાણો ઘટનાની હકીકત

4

ચીનને મળ્યો દુર્લભ ધાતુઓનો મસમોટો ખજાનો, સોના ઉપરાંત ફાઈટર જેટ્સમાં વપરાતું રેનિયમ, નિકલ પણ મળ્યું

5

Evil Eye Remedies: સુખ, સંબંધ કે સમૃદ્ધિને લાગી છે નજર ? તો શનિવારે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આ વીડિયો એ દરેક માતા પિતા માટે આંખ ઊઘાડનારો છે જેમના નાના નાના ભૂલકાઓ શાળાએ જતા હોય છે. આ ઘટના બાદ હવે શાળાઓ અને શાળા સંચાલન ઉપર પણ ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. એક વર્ગખંડમાં ત્રીજા ધોરણનો છોકરો એક કેજીની છોકરીને મોતના મુખમાં પહોંચી જાય એટલી હદે મારે ત્યાં સુધી કોઈ ત્યાં હાજર નહીં? શું હવે શાળામાં પણ સંતાનો સુરક્ષિત નથી? માતા પિતા કેટલા અરમાનો લઈને પોતાના લાડલા અને લાડલીને શાળાએ મોકલે છે પરંતુ આ ઘટના બાદ જીવ તાળવે ચોંટી જાય.

વાયરલ વીડિયોએ હમચાચવી દીધા

પંચકુલાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ક્લાસમાં કોઈ જ હાજર દેખાતું નથી અને એક ત્રીજા ધોરણનો છોકરો કેજી ક્લાસની છોકરીને ગડદાપાટુ માર મારી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ હડકંપ મચી ગયો. એક ત્રીજા ધોરણના છોકરાનું માઈન્ડ આટલું હિંસાવાળું? માત્ર 6 વર્ષના આ છોકરાએ નાની બાળકીને પથ્થરોથી મારી, કૂંડાથી મારી, વાળ ખેંચીને ઢસડી, બેહોશ થઈ ગઈ તો પણ મારતો રહ્યો. નાના છોકરાના મગજમાં આટલો ગુસ્સો આવ્યો ક્યાંથી? ચોંકાવનારી વાત એ છે કે આટલું બધું થયું તો પણ શાળામાં કોઈને કઈ ખબર ન પડી?

'રાજનીતિના બજારમાં વેપારીઓની મોહબ્બતની દુકાનો બંધ ન કરો', મહારેલી પહેલાં રાહુલ ગાંધીને વેપારીઓએ કરી અપીલ

ત્રીજા ધોરણના છોકરામાં આટલી ઉગ્રતા ક્યાંથી?

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે છોકરાએ બાળકીનું માથું ટેબલ પર પછાડ્યું. બર્બરતાથી લાત મારી, વાળથી ઢસડી, આટલું કર્યા પછી પણ ન ધરાયો તો તેણે તેને કૂંડા અને પથ્થરથી મારી. બાળકી બેહોશ થઈ ગઈ તો પણ તે બાળકીને મારતો રહ્યો. બાળકીની છાતી પર પગ મૂકીને ચડી ગયો. બાળકીને રઘવાટમાં સેક્ટર 6સ્થિત નાગરિક હોસ્પટિલ લઈ જવાઈ જ્યાંથી સ્થિતિની ગંભીરતા જોતા તેને પીજીઆઈ ચંડીગઢ રેફર કરાઈ. હાલ બાળકીની સ્થિતિ ખુબ  ગંભીર છે.

છોકરાનો બાપ નશામાં પહોંચ્યો

  • આ મામલો પંચકુલાની સંસ્કૃતિ શાળાનો છે. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે માર મારનારા બાળકના પિતાને શાળાએ બોલાવવામાં આવ્યો તો તે નશાની હાલતમાં શાળાએ પહોંચ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો ખુબ જ વાયરલ  થઈ રહ્યો છે. 
  • બાળકીના પિતાએ આ સમગ્ર મામલે કહ્યું કે, બાળકીનું મોઢું ખુબ જ વધારે સૂજી ગયું છે. તેની એક આંખ બરાબર ખુલતી પણ નથી, બીજી આંખ પણ થોડી જ ખુલી છે. બાળકીને એટલી નિર્દયતાથી મારી છે. 
  • બાળકીના કાકાએ કહ્યું કે, જ્યારે અમે બાળકીને શોધતા શોધતા શાળાએ પહોંચ્યા તો જે વિદ્યાર્થીએ મારી હતી તે જ  અમને તે જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તે અધમૂઈ હાલતમાં પડી હતી.

पंचकुला के स्कूल में थर्ड क्लास के छात्र ने KG की स्पेशल चाइल्ड बच्ची को पीट-पीटकर किया बेहोश, पत्थर और गमले से किया हमला, फिर घसीटा भी बच्ची को पीजीआई चंडीगढ़ रेफर किया गया है. #Panchkula #Clash #School | @A_suryavanshi_ @Nidhijourno https://t.co/puMEcmdGYd

— Zee News (@ZeeNews) October 31, 2026

સરકારે બનાવી કમિટી

આ સમગ્ર મામલાની ગંભીરતા જોતા હરિયાણાના શિક્ષણ મંત્રાલયે એક કમિટી બનાવી છે જે તપાસના આધારે કાર્યવાહી કરશે. શિક્ષણ મંત્રી મહિપાલ સિંહ ઢાંડાએ  કહ્યું કે વીડિયો એટલો ભયાનક છે કે જોવાતો નથી. મે ત્યારબાદ તરત ઓફિસરોને કમિટી બનાવીને તપાસ કરવાના આદેશ આપ્યા છે. રવિવારે સવાર સુધીમાં તેનો રિપોર્ટ આવી જશે.

1 નવેમ્બરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?

શું કહે છે એક્સપર્ટ?

  • આ મામલે મનોવૈજ્ઞાનિક નિશા ખન્ના જણાવે છે કે 8 વર્ષના બાળકનું પ્રી ફ્રન્ટલ કોન્ટેક્ટ ડેવલપ હોતું નથી. એટલે કે કોી પણ પ્રકારના રિસ્ક અસેસમેન્ટ, બિહેવિયર, મોરલ રૂલ, મોડલ રૂપને ફોલો કર્યા નથી. 
  • બીજુ એ કે મોડલિંગથી બાળક ઘણું શીખે છે. શાળાનું વાતાવરણ અને માતા પિતાની શીખથી બાળક ઘણું શીખે છે. 
  • જો ઘરમાં આપણે કોઈને ઈમોશનલી કે ફિઝિકલી દબાવીએ તો બાળક તે શીખે છે. 
  • બાળકના પિતા જ્યારે શાળામાં આવ્યા ત્યારે નશામાં હતા તો તમે વિચારી શકો છો કે ઘરમાં વાતાવરણ કેવું હશે. 
  • બાળક કહેવાથી વધુ જોવાથી શીખે છે.  જો બાળક વધુ હિંસા જોતો હો તો તે હિંસા જ શીખે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News