• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /નેપાળમાં મોટી દુર્ઘટના, માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પમાં લેન્ડિંગ વખતે 2 હેલિકોપ્ટર અથડાયા, 1નું મોત

નેપાળમાં મોટી દુર્ઘટના, માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પમાં લેન્ડિંગ વખતે 2 હેલિકોપ્ટર અથડાયા, 1નું મોત

Nepal Helicopter Crash: અમેરિકા બાદ હવે નેપાળમાં મોટી હવાઈ દુર્ઘટના સર્જાઈ છે. નેપાળના માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સવારે મોટો અક્સમાત થયો. અધિકારીઓના જણાવ્યાં મુજબ ફેરિચેમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર પરસ્પર ટકરાયા જેમાં એક મુસાફરનું મોત નિપજ્યું છે.

Written ByViral Raval
Published: Nov 03, 2026, 10:43 AM IST|Updated: Nov 03, 2026, 10:48 AM IST
joinshare
નેપાળમાં મોટી દુર્ઘટના, માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પમાં લેન્ડિંગ વખતે 2 હેલિકોપ્ટર અથડાયા, 1નું મોત
Image Credit: AI Generated Image with Video Grabs

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો: ગુજરાતના એક નાવિકનું મોત, 13ને સુરક્ષિત બચાવ્યા

ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો: ગુજરાતના એક નાવિકનું મોત, 13ને સુરક્ષિત બચાવ્યા

2

સિંગલ ટેન્ડર હોવા છતાં AMCની લહાણી! મક્તમપુરાનું જીમ અને લાઈબ્રેરી વાર્ષિક રૂ. 6 લાખના ભાડે AIMIM પ્રમુખને સોંપાયા

3

નેપાળમાં મોટી દુર્ઘટના, માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પમાં લેન્ડિંગ વખતે 2 હેલિકોપ્ટર અથડાયા, 1નું મોત

4

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પતિ-પત્ની મળીને કરો રોકાણ: 5 વર્ષમાં બનશો રૂ. 31 લાખથી વધુના માલિક, જાણો સંપૂર્ણ ગણતરી

5

મધરાતે ત્રાટક્યું મુરાસુ વાવાઝોડું, યુપી-ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

નેપાળના માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પ પર મંગળવારે બે હેલિકોપ્ટર પરસ્પર અથડાયા જેમાં એક વિદેશી નાગરિકનું મોત નિપજ્યું છે. આ દુર્ઘટના ઘટી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં પર્વતારોહકો હાજર હતા. કાઠમંડુ પોસ્ટના રિપોર્ટ મુજબ સોલુખુમ્બુ જિલ્લાના ખુમ્બુ પાસાંગ લ્હામુ ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ 4 સ્થત ફેરિચેમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર પરસ્પર અથડાયા હતા જેમાં એક વ્યક્તિનો જીવ ગયો અને એક અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પોલીસના જણાવ્યાં મુજબ એર ડાયનેસ્ટી અને ફિશટેલ એરના આ બે હેલિકોપ્ટર સવારે લગભગ 8.11 કલાકે દુર્ઘટનાગ્રસ્ત થયા.

યુએસ મિડટર્મ ઇલેક્શન વચ્ચે અમેરિકાની ઇરાન પર એરસ્ટ્રાઇક: કેશમ આઇલેન્ડ પર ડ્રોન હુમલો, શું ફરી વધશે તણાવ?

પોલીસ કાર્યાલયના સૂચના અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર મૌસમ તમાંગે જણાવ્યું કે માર્યા ગયેલા વિદેશી નાગરિકની ઓળખ હજુ થઈ શકી નથી. તેમણે કહ્યું કે એક મુસાફર ઘાયલ પણ  થયો છે. ફિશટેલ એરના હેલિકોપ્ટરને કેપ્ટન પ્રજ્વલ કેસી ઉડાવતા હતા. જ્યારે એર ડાયનેસ્ટીના હેલિકોપ્ટરની કમાન કેપ્ટન રબિન્દ્ર પ્રજાપતિ પાસે હતી. જે આ અકસ્માતમાં ઘાયલ પણ થયા છે.

ઘાયલ થયેલી વ્યક્તિને સારવાર માટે પ્રભુ એરના એક હેલિકોપ્ટરથી લુક્લા લે લઈ જવાયો છે. તેની સ્થિતિ અને આ સાથે જ બંને હેલિકોપ્ટરમાં સવાર અન્ય મુસાફરો અને ક્રુ સભ્યો વિશે હજુ કોઈ જાણકારી સામે આવી નથી.

કઈ રીતે થયો અકસ્માત

બે હેલિકોપ્ટર કઈ રીતે અથડાયા તે કારણ હજુ સામે આવ્યુ નથી. પોલીસે કહ્યું કે જાણકારી મેળવવામાં આવી રહી છે. ઘટનાની  તપાસ ચાલુ છે.

Florida Plane Crash: ફ્લોરિડામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, આગનો ગોળો બનેલા પ્લેનમાં સવાર 9 લોકોના મોત

વીડિયો થયો વાયરલ

આ દુર્ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બર્ફીલી વાદીઓ વચ્ચે અનેક પર્વતારોહકો ઊભા છે. ત્યારે અચાનક એક હેલિકોપ્ટર આવે છે અને બીજુ પણ ત્યારે જ આવે છે. લેન્ડિંગની કોશિશ દરમિયાન બંને પરસ્પર અથડાય છે. આ જોઈને ત્યાં ઊભેલા લોકોમાં હડકંપ મચી જાય છે અને તેઓ જીવ બચાવવા માટે ભાગવા લાગે છે.

Two helicopters collided during landing at Pheriche helipad in Solukhumbu district https://t.co/9LCU137y5H

— Surajit (@surajit_ghosh2) November 3, 2026

 અત્રે જણાવવાનું કે નેપાળમાં પર્યટકો, પર્વતારોહકો અને જરૂરી સામાનની અવરજવર ઉપરાંત ઈમરજન્સી સ્થિતિઓમાં લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે નાના હેલિકોપ્ટરોનો મોટે પાયે ઉપયોગ થાય છે. દેશમાં કપરી ભૌગોલિક સ્થિતિ અને ઝડપથી બદલાતા હવામાનને કારણે અહીં હવાઈ ઉડાણો ઘણી જોખમી પણ બનતી હોય છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ અમેરિકામાં પણ એક મોટી હવાઈ દુર્ઘટના ઘટી જેમાં 9 લોકોના જીવ ગયા. 

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News